કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈને સોમનાથમાં શ્રાવણ માસની ઉજવણી સાદાઈથી કરાશે, 25 વર્ષ જૂની આ યાત્રા બંધ

આખાય દેશમાં આ વખતે કોરોના મહામારીના કારણે અનેક બદલાવ જોવા મળ્યા છે. જો કે કોરોનાનો આ કહેર ધાર્મિક કાર્યોમાં પણ બાધા બની રહ્યો છે. આવા સમયે મળતી માહિતી પ્રમાણે આ વખતે સોમનાથ મંદિર દ્વારા સતત ૨૫ વર્ષથી નીકળતી પાલખીયાત્રાને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સમયગાળા દરમિયાન સોમનાથ મંદિરમાં નિયમો પાળીને દર્શનનો લાભ લઇ શકાશે. આ વખતે કોરોના સંક્રમણના વધતા કહેરને લઈને શ્રાવણનો ઉત્સવ પણ સાદાઈથી મનાવવામાં આવશે.

પવિત્ર શ્રાવણ માસ ૨૧ જુલાઈથી શરુ થશે

image source

શિવ ભક્તિ માટે પવિત્ર ગણાતા શ્રાવણ માસ આવનારી ૨૧ જુલાઈથી શરુ થવા જઈ રહ્યો છે, એવા સમયે કોરોના મહામારીને લઈને સોમનાથ મંદિરમાં હવે શ્રાવણ માસ દરમિયાન કેવી અને કઈ રીતે ઉજવણી કરવામાં આવશે એ અંગેની ચર્ચાઓ લોકોમાં જોવા મળી રહી છે. જો કે વર્તમાન સમયે રાજ્યમાં કોરોનાની સ્થિતિને જોઇને સોમનાથ મંદિર દ્વારા ભીડ એકત્ર થાય એવા કોઈ પણ કાર્યક્રમોનું આયોજન નહિ કરવામાં આવે એવી જાહેરાત મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન ફરજીયાત

image source

શ્રાવણ મહિનો નજીકમાં જ આવી રહ્યો છે, એવા સમયે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથના સાનિધ્યમાં ભક્તિ પર્વ શ્રાવણ માસની ઉજવણી આ વખતે કોરોનાના કારણે સાદાઈપૂર્વક થવા જઈ રહી છે. આ ઉપરાંત કોરોનાને લઈને આ વખતે મંદિર પરિસરમાં નીકળવા વાળી પરંપરાગત પાલખી યાત્રાને પણ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો આ વર્ષે યોજવાના નથી.

image source

સોમનાથ મંદિરે આ વખતે અનેક પાબંધિઓ સાથે મંદિર ખુલ્લા મુકવાની સંભાવનાઓ દર્શાવી છે. આ દરમિયાન મંદિરમાં દર્શન કરવા આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવશે. જો કે મંદિરમાં આવતા દરેક વ્યક્તિએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે તેમજ એણે સોશિયલ ડીસ્ટન્સના નિયમનું પાલન પણ કરવું પડશે. આમ કોરોના મહામારી વચ્ચે આ વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સાદગી પૂર્વક અને માર્યાદિત ભક્તોની હાજરીમાં શ્રાવણ માસની ઉજવણી થશે.

મંદિરમાં દર્શનના સમયમાં પણ ફેરફાર

image source

કોરોના સંક્રમણને લઈને કરવામાં આવેલ અનેક ફેરફારમાં આ વર્ષે દર્શનના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. મહાદેવના દર્શન માટે આવતા ભક્તો માટે દર્શનનો સમય સવારના સાડા સાતથી લઈને સાડા અગિયાર અને બપોરના સાડા બારથી લઈને સાંજના સાડા છ વાગ્યા સુધી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

image source

આ સિવાય અનેક લોકો બહારથી સોમનાથના દર્શને આવતા હોય છે, આ વર્ષે દર્શનાર્થે આવનારા લોકોને ફરજીયાતપણે ઓનલાઈન રજીસ્ટર કરાવવાનું રહેશે. જે કરાવ્યા પછી દર્શનાર્થી તેમના દિવસ અને સમયને જાણી શકશે. આ અપીલ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા બહારથી આવનારા દરેક લોકોને કરવામાં આવી રહી છે.

પરંપરાગત પાલખી યાત્રા આ વર્ષે મુલતવી

image source

મંદિર ટ્રસ્ટના જીએમ વિજય સિંહ ચાવડાએ આ વખતની સ્થિતિ અંગે જણાવતા કહ્યું છે કે, વિશ્વભરમાં કહેર વર્તાવી રહેલા કોરોના વાયરસની સ્થિતને ધ્યાનમાં લઈને આ વખતે સોમનાથ મંદિર દ્વારા દર્શન અને પુજાના સમયમાં બદલાવ સહીત આવનાર દર્શનાર્થીઓ માટે પણ નીતિનિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ખાસ શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે મંદિર પરિસરમાં નીકળતી મહાદેવની પરંપરાગત પાલખી યાત્રા આ વર્ષે મુલતવી રાખવામાં આવી છે. જો કે મંદિરમાં સવારના સાત, બપોરના બાર અને સાંજના સાત વાગ્યે મહાદેવની આરતીમાં દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. આ સહિતી શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં જે ભાવિકો આસ્થા સાથે પૂજા કરવા આવે છે. એમાં આ વર્ષે મહાદેવની પ્રત્યેક ધ્વજ પૂજામાં માત્ર પાંચ લોકો જ જોડાઈ શકશે.

સેનેટાઇઝ ટનલ દ્વારા જ અંદર પ્રવેશ મળશે

image source

દર વર્ષે શ્રાવણ માસ દરમ્યાન રોજેરોજ મહાદેવના સાનિધ્યમાં સંસ્કૃતિક કાર્યક્રમો થાય છે, જો કે આ વર્ષે એ બધા જ કાર્યક્રમો મૌકુફ રાખવામાં આવ્યા છે. તેમજ મંદિરમાં પ્રવેશ કરતા દરેક દર્શનાર્થીએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. આ ઉપરાંત ટેમ્પરેચર ચેકિંગ બાદ સેનેટાઇઝ ટનલમાંથી પસાર થવા દઈને જ અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે. મંદિર ખાતે આરોગ્ય વિભાગની એક ટીમ તૈનાત રહેશે. તેમજ મંદિરની ત્રણેય ટાઈમની આરતીના વિડીયો અને દર્શનના વિડીયો તેમજ ફોટોગ્રાફ મંદિર ટ્રસ્ટના ફેસબુક પેજમાં મુકાશે જ્યાથી ભક્તો ઘેર બેઠા ઓનલાઈન લ્હાવો લઇ શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span