ગુજરાતે પાણીમાંથી કરી સારી કમાણી, કરોડોનો આ આંકડો જાણીને તમારી પણ આંખો થઇ જશે પહોળી!

આપણે અવારનવાર કોઈ મકાન સસ્તામાં વેચાયું હોય કે પછી કોઈ પણ વસ્તુને સસ્તામાં વેચી હોય ત્યારે કહેતા હોઈએ છે કે તેમણે પ્રોપર્ટી સાવ જ પાણીના ભાવે વેચી નાખી પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જ પાણી ગુજરાત સરકારને હજારો કરોડો રૂપિયાની કમાણી દર વર્ષે કરાવી આપે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 2019-20ના વર્ષમાં ગુજરાત સરકારની માત્ર પાણીની આવક જ 1620 કરોડ રૂપિયાની રહી છે. જો કે 1620 કરોડના પાણીના વેચાણ સામે હજુ સુધી 1277 કરોડની વસૂલાત જ સરકાર દ્વારા કરવામાં આવી છે. બાકીના 343 કરોડ હજુ પણ સરકારના લેણા નીકળે છે. સરકાર ઘણા લાંબા સમયથી પાણીમાંથી આવક ઉભી કરી રહી છે. પણ છેલ્લા વિસ વર્ષમાં પાણીની આવકમાં ધરખમ વધારો થતો જોવા મળ્યો છે અને આ વધારો વિસ વર્ષમાં લગભગ 10 ગણો વધી ગયો છે. તમને જણાવી દઈએકે છેલ્લા પાંચ વર્ષમાં જ ગુજરાત સરકારે પાણીમાંથી રૂપિયા 7000 કરોડની આવક મેળવી છે.

Image Source

તમને જણાવી દઈએ કે સરકાર ખેતી માટે, પીવા માટે, ઉદ્યોગોની જરૂરિયાત માટે તેમજ બીજા કેટલાક વ્યવસાયિક ઉપયોગ માટે પાણીનું વેચાણ કરે છે અને ત્યાર બાદ તેની આકારણી કરીને નાણા વસુલવામાં આવે છે. તમે એ પણ જાણી લો કે 1999-2000ના વર્ષમાં સરકારની પાણીની આવક 190 કરોડ રૂપિયા હતી જેની સામે સરકાર માત્ર 100 રૂપિયા જ વસુલી શકી હતી. અને 90 કરોડ રૂપિયા બાકી બોલતા હતા. પણ ત્યાર પછી દસ વર્ષ બાદ એટલે કે 2009-10માં આકારણની રકમમાં ત્રણ ગણો વધારો થયો છે. 2009-10માં પાણીના વેચાણ દ્વારા સરકારની આવક 571 કરોડ રૂપિયા હતી. ત્યાર બાદના માત્ર પાંચ જ વર્ષમાં આ આવક વધીને 1006 કરોડ થઈ ગઈ હતી. આમ માત્ર પાંચ વર્ષમાં પાણીના વેચાણ દ્વારા થયેલી આવકમાં સીધો જ બેગણો વધારો જોવા મળ્યો હતો. હાલના વર્ષની વાત કરીએ તો હજુ પાણીના વેચાણની આવકના 1000 કરોડ રૂપિયા વસુલ કરવાના બાકી છે.

Image Source

ઉદ્યોગો દ્વારા સૌથી વધારે પાણીનો વપરાશ

સરકારને સૌથી વધારે આવક ઉદ્યોગો દ્વારા થાય છે. કારણ કે સૌથી વધારે પાણીનો વપરાશ ઉદ્યોગો દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતો પણ સિંચાઈ માટે પાણી ખરીદે છે. તેમજ પીવાના પાણીના ઉદ્દેશથી પણ પાણી ખરીદવામાં આવે છે જેના માટે સરકાર દ્વારા ચોક્કસ દર નક્કી કરવામાં આવ્યા છે. તાજેતરના આંકડા એટલે કે વર્ષ 2019-20ના આંકડા પ્રમાણે ખેતી માટે વેચવામાં આવેલા પાણીની આવક 32 કરોડ રૂપિયા છે, જ્યારે પીવાના પાણીમાંથી ઉદ્ભવેલી આવક 480 કરોડ રૂપિયા છે જ્યારે ઉદ્યોગોને વેચેલા પાણીની આવક સૌથી વધારે એટલે કે 1109 કરોડ રૂપિયાની છે. જો કે બધી જ આવકની વસુલાત થઈ શકી નથી. ખેતિમાંથી હજુ સુધી માત્ર 19 કરોડ, તો પીવાના પાણીમાંથી 219 કરોડ અને ઉદ્યોગો પાસેથી 1040 કરોડ જ વસૂલવામાં આવ્યા છે. બાકીની રકમ બાકી બોલી રહી છે. ઉદ્યોગોને પાણી વેચીને 619 ટકા આવક વધી છે

ઉપર જણાવ્યું તે પ્રમાણે સરકારને ઉદ્યોગોને પાણી વેચીને સૌથી વધારે આવક થાય છે. આ વર્ષે 1108 કરોડની આવક પાણીના વેચાણથી થઈ છે. જ્યારે ગયા વર્ષે 1020 કરોડનું પાણી સરકાર દ્વારા ઉદ્યોગોને વેચવામાં આવ્યું હતું. જ્યારે 20 વર્ષ પહેલાં એટલે કે 2000ની સાલમાં 155 કરોડનું પાણી સરકાર દ્વારા ઉદ્યોગોને વેચવામાં આવ્યું હતું. તે જોતાં માત્ર 20 વર્ષમાં ઉદ્યોગોને પાણી વેચીને થતી આવકમાં 619 ટકાનો વધારો થયો છે.

Image Source

ખેડૂતોને પાણી વેચીને થતી આવકમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. આ વર્ષે ઉપર જણાવ્યું તેમ 31.77 કરોડ રૂપિયાની કમાણી સરકારને પાણી માંથી થઈ છે. ગયા વર્ષે આ આંકડો 35 કરોડનો હતો. જ્યારે 20 વર્ષ પહેલાની એટલે કે 1999-2000ની વાત કરીએ તો ત્યારે સરકારને ખેડૂતોને પાણી વેચીને માત્ર 16 કરોડની જ કમાણી થઈ હતી. આમ આ આવકમાં બમણો એટલે કે 100 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Image Source

પીવાના પાણીના વેચાણથી થતી આવકની વાત કરીએ તો તેમાં અત્યંત વધારે ઉછાળો જોવા મળ્યો છે. વીસ વર્ષ પહેલાની આવકની સરખામણીએ લગભગ 2400 ટકાનો વધારો જોવા મળ્યો છે. 1999-2000માં પીવાના પાણીની આવક 16 કરોડ હતી જે આજે 20 વર્ષ બાદ 480 કરોડ થઈ ગઈ છે. આ ઉપરાંત મોંઘવારી પ્રમાણે દરમાં પણ સરકાર અવારનવાર વધારો કરતી રહી છે. 2007માં પાણીના દરનો ઠરાવ લાગુ પાડવામાં આવ્યો હતો. ખેતી માટે દર હેક્ટર દીઠ રૂ.160 તેમજ બારમાસી પાકો માટે દર હેક્ટર દીઠ રૂ. 300નો દર છે. અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ દરમાં દર વર્ષે 7.5 ટકાનો વધારો કરવામા આવતો હોય છે. પીવાના પાણીની વાત કરીએ તો હાલ તેની કિંમત 2 રૂપિયા છે. જ્યારે ઔદ્યોગિક હેતુ માટે વપરાતા પાણીની કિંમત દર હજાર લિટરે લગભઘ 25 રૂપિયા છે જેને દસ ટકાની શરતે વધારવામાં આવે છે.

Image Source

સરકારની આ આવકનો મોટા ભાગનો મદાર રાજ્યના જળાશયો પર છે

તમને જણાવી દઈ કે એક અહેવાલ પ્રમાણે રાજ્યમાં કુલ વરસાદના 30 % પાણી ચોમાસા દ્વારા પડી ગયું છે. કચ્છમાં સિઝનનો 70 % જ્યારે સૌરાષ્ટ્રમાં 56 % વરસાદ પડી ગયો છે. તમને જણાવી દઈ કે છેલ્લા પાંચ વર્ષમાં સૌરાષ્ટ્રમાં 35%થી વધારે વરસાદ પડ્યો નથી તો કચ્છમાં પણ 20 %થી વધારે વરસાદ નથી પડ્યો. ગુજરાતના બિજા વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ અપુરતો વરસાદ છે. ગુજરાતમાં કૂલ 206 ડેમ આવેલા છે જેમાંથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છના લગભઘ 41 ડેમોમાં 90થી 100 ટકા આવક થઈ ગઈ છે. જેમાંના 22 ડેમ છલકાઈ ગયા છે, 14 ડેમમાં 99 ટકા પાણી છે જ્યારે 5 ડેમમાં 90 % થી વધારે પાણી ભરાઈ ગયા છે. અત્યાર સુધીમાં દ્વારકામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. અહીં લગભઘ 582 ટકા વરસાદ પડી ગયો છે.

આ પરથી એટલુ કહી શકાય કે વરસાદની જરૂર જેટલી ખેડૂતોને છે તેટલી જ ઉદ્યોગો તેમજ સરકારને પણ છે કારણ કે સરકાર આ જ વરસાદના પાણીમાંથી વર્ષના સેંકડો કોરોડો રૂપિયાની કમાણી કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.