કોરોના કાળમાં 10 પાસ ગુજ્જુ યુવકે બનાવ્યુ જોરદાર પાણીપુરીનુ મશીન, વિડીયો જોઇને તમે પણ થઇ જશો ખુશ-ખુશ

આ દસ પાસ વ્યક્તિએ બનાવ્યું પાણીપુરી વેન્ડિંગ મશીન – વિડિયો જોઈને તમને પણ મોઢામાં આવી જશે પાણી

તમે વેન્ડિંગ મશીન તો ઘણા બધા જોયા હશે. રૂપિયા આપતું એટીએમ મશીન, આઇસ્ક્રીમ આપતું વેન્ડીંગ મશીન, ઠંડા પીણા આપતું વેન્ડિંગ મશીન પણ ક્યારેય તમે પાણી પુરીના એટીએમ મશીનની તો કલ્પના જ નહી કરી હોય. પણ આપણા ગુજરાતમાં જ એક વ્યક્તિએ પાણીપુરીનું એટીએમ મશીન બનાવ્યું છે. અને આ વ્યક્તિ માત્ર દસમું ધોરણ જ ભણેલી છે.

image source

હાલ કોરોના વાયરસની માહામારીના કારણે લોકોને બને તેટલાદૂર રહેવાની સૂચના સરકાર દ્વારા આપવામા આવી રહી છે. માટે જ સરકાર દ્વારા સમગ્ર દેશ પર લોકડાઉન પણ લાગુ પડાયુ હતું. પણ હવે ધીમે ધીમે દેશ આખો અનલોક થઈ રહ્યો છે ત્યારે લોકોને બહારના ભોજનનો ચટાકો પણ થઈ રહ્યો છે. અને લોકડાઉન દરમિયાન ઘણા લોકો એવા પણ હતા જેમને બહારની પાણીપૂરીની ભારે ખોટ સાલી હતી. પણ હાલ પણ કોરોનાનું જોખમ યથાવત છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની સલાહ આપવામા આવે છે તેવા સંજોગોમાં લોકો પાણી પુરીની લારીઓ પર પાણી પુરી ખાતા જતાં ખચકાઈ રહ્યા છે.

image source

અને આવા જ સંજોગોને ધ્યાનમાં રાખીને 10મું ધોરણ પાસ વ્યક્તિએ પોતાના નવરાશના સમયનો ગજબનો ઉપયોગ કરીને એક અનોખું પાણીપુરી વેન્ડિંગ મશીન એટલે કે એટીએમ મશીન બનાવ્યું છે. અહીં ગ્રાહકે તે મશીનમાં પૈસા નાખવાના છે અને સામે તેના બદલામાં મશીન દ્વારા જ તેમને પાણી પુરી મળે છે.

અને આ મશીન ગુજરાતના કોઈ મોટા શહેર એટલે કે અમદાવાદ, રાજકોટ, બરોડામાં નહીં પણ બનાસકાંઠામાં આવેલા ડીસા તાલુકાના રવિયાણા ગામામાં રહેતા ભરતભાઈ ભીખાભાઈ પ્રજાપતિ દ્વારા બનાવવામાં આવ્યું છે.

ભરતભાઈની ઉંમર 32 વર્ષની છે. આ પાણીપુરી એટીએમ મશીનમાં તમે પૈસા નાખીને તમારી પસંદની પાણીપૂરી ખાઈ શકો છો. જેવા તમે આ મશીનમાં પૈસા નાખો કે તરત જ એક પછી એક પાણી પુરી બહાર આવે છે. અને ત્યાંથી ગ્રાહકે જાતે જ તે પાણી પુરી લેવાની હોય છે.
પાણીપુરી એટીએમ મશીનના મેકર ભરત ભાઈ જણાવે છે કે આ મશીન કોઈ એટીએમ જેવું જ છે.

image source

તેમા પૈસા નાખવાથી પકોડી બહાર આવે છે. તેઓ આ મશીનની પ્રોસેસ વિષે જણાવે છે કે સૌ પ્રથમ તો ગ્રાહકે મશીન પરનું સ્ટાર્ટ બટન દબાવવાનું હોય છે ત્યાર બાદ તેઓ કેટલા રૂપિયાની પકોડી ખાવા ઇચ્છે છે તેની રકમ ત્યાં એન્ટર કરે છે. આ રકમ એન્ટર કર્યા બાદ તેમણે મશીનની બાજુ પર આવેલા એક ખાનામાં રૂપિયાની નોટ નાખવાની રહે છે જે મશીન નોટને સ્કેન કરીને અંદર ખેંચી લે છે. ત્યાર બાદ ગ્રાહકે એન્ટર બટન દબાવવાનું રહે છે અને તેમની સમક્ષ તેમની પસંદગીની પાણીપુરી હાજર થઈ જાય છે.

વેસ્ટ વસ્તુઓએમાંથી મશીન તૈયાર કરવામા આવ્યું

ભરત ભાઈ આ મશીન વીષે વધારાની જાણકારી આપતા જણાવે છે કે તેમને આ મશીન બનાવવામાં લગભગ 5-6 મહિનાનો સમય લાગ્યો છે. તેમણે નક્કામી વસ્તુઓમાંથી આ મશીન બનાવ્યું છે. હાલના સંજોગોમાં કે જ્યારે કોરોનાની મહામારી વકરી રહી છે ત્યારે આવું મશીન પાણી પુરી રસિયાઓ માટે ઘણું અનુકુળ રહે તેમ છે.

image source

ભરત ભાઈ ઇલેક્ટ્રીક – મોબાઈલની દુકાન ચલાવે છે

image source

રવિયાણા જેવા નાનકડા ગામમાં રહેતા ભરતભાઈ વ્યવસાયે ઇલેક્ટ્રીક તેમજ મોબાઈલની દુકાન પર વ્યવસાય કરે છે. તેમના કુટુંબમાં તેમને ત્રણ દીકરા પણ છે. લોકડાઉન શરૂ થયું તે પહેલાં તેમને પાણીપુરી એટીએમ મશીન બનાવાનો વિચાર આવ્યો હતો. અને લોકડાઉનના લાંબા સમયગાળા દરમિયાન તેમને મશીન બનાવવા માટે ભરપુર સમય મળી ગયો અને તેમણે છેવટે મશીન બનાવી જ લીધું. ધન્ય છે ભરત ભાઈ ને કે તેમણે કોઈ પણ ડીગ્રી વગર પકોડીનું આટલું અદ્ભુત વેન્ડિંગ મશીન બનાવી લીધું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.