પાણીપુરી વાળાની ગજબ લવસ્ટોરી, પાણીપુરી ખાવા આવતી યુવતી સાથે આંખ મળી, લગ્ન થવાના જ હતાં ત્યાં ઘટી દુર્ઘટના

પ્રેમના જેટલા અજીબ કિસ્સા સાંભળવા મળે એટલા ઓછા છે. કારણ કે રોજ સવારે કોઈને કોઈ મજનુ લેલા તો ઘરેથી ભાગતા જોવા મળે છે. કોઈને પરિવારની સમસ્યા હોય તો વળી કોઈને નાત જાતના વાંધા હોય. ત્યારે એ બધાની વચ્ચે એક પાણીપુરી વાળાની પ્રેમ કહાની સામે આવી છે, પણ એ કહાની અધુરી રહી ગઈ છે. મુંબઈ ભાગી જવાની ફિરાકમાં પ્રેમી યુગલ આખરે નિષ્ફળ ગયું. ભાગી જવાની કોશિશ કરતાં પ્રેમી પ્રેમિકાને પોલીસે પકડી લીધા અને પોલીસ સ્ટેશનનો રસ્તો બતાવી દીધો. છોકરી અને દુકાનદાર વચ્ચે પાણીપુરી ખાવામાં અને ખવડાવવા વચ્ચે ક્યાંક પ્રેમમાં પડ્યો. પછી ભાગી જવાનો પ્લાન કર્યો પરંતુ પોલીસે તેના સપના પર પાણી ફેરવી દીધું.

પહેલો પ્રેમ પાણીપુરી અને બીજો પ્રેમ પાણીપુરીવાળો બની ગયો

image source

આખો મામલો વારાણસીના મિર્ઝામુરદ વિસ્તારનો છે જ્યાં યુવતીનો પહેલો પ્રેમ પાણીપુરી હતી, ત્યારબાદનો પ્રેમ પાણીપુરી વેચનાર બની ગયો. તમને વિશ્વાસ નહીં આવે એવી આ પ્રેમની સ્થિતિ પણ આશ્ચર્યજનક છે, મંગળવારે આ ક્ષેત્રમાં આ મામલો સામે આવ્યા બાદ લોકોમાં આવી જ ચર્ચા થઈ હતી. દુકાન પર પાણીપુરી ખાતાં ખાતાં યુવતીનું દિલ ક્યારે એ લારીવાળા પર આવી ગયું એ કંઈ ખબર ન પડી.

પ્રેમમા એટલા પાગલ થયાં કે ઘર છોડીને ભાગવા રાજી થયાં

image source

પાણીપુરી ખાવા-ખવડાવવાનું ખંજર દિલ પર એટલી હદે ઘુસી ગયું કે બંનેએ ઘરમાંથી ભાગીને દૂર એક અલગ વિસ્તારમાં પોતાનું ઘર કરવાનું મન બનાવી લીધું. મંગળવારે આ પ્રિયયુગલ મુંબઈ જવા ઘરેથી નીકળ્યા હતા કે થનાપ્રભારી સુનીલ દત્ત દુબેએ પકડી પાડ્યા હતા. આ રીતે પોલીસે તેના સપના પર પાણી ફેરવી નાંખી યુવકને જેલભેલો કર્યો તો યુવતીને તેના પરિવારના લોકોને સોંપી દીધી હતી. લોકઅપલમાં બેઠો બેઠો યુવક રડતો હતો એવું પણ કહેવામાં આવી રહ્યું છે.

પાણીપુરી ખાતાં ખાતાં થયો પ્રેમ

image source

પોલીસના જણાવ્યા અનુસાર, મીરઝામુરાદના ઠટરા ગામનો રહેવાસી યુવક કછવાંરોડ ચોક પર ચાટ પાણીપુરીની દુકાન લગાવીને ઉભો રહે છે. છતેરી ગામની નિવાસિની છોકરી પાઁણીપુરી ખાવા માટે પહેલા દુકાન પર આવતી રહેતી હતી. એક વર્ષ પહેલા બંનેની આંખો મળી અને પછી પ્રેમ વધ્યો. બંને જુદા જુદા સમુદાયના આ પ્રેમી પંખીડાઓએ મુંબઈ જઇને લગ્ન કરવાનું નક્કી કર્યું.

બસ પકડતાં હતા અને પોલીસે ઝડપી પાડ્યાં

image source

મીરઝામુરદ થાનાપ્રભારી સુનિલદત્ત દુબે અને એસઆઈ ઉમેશ રાય મંગળવારે બપોરે 3 વાગ્યે કછવાનોડ નજીક બસને પકડતાં પ્રેમીઓને જોઈ ગયા અને તેના પર નજર પડી. બંને લાંબા સમય સુધી પોલીસને આમતેમ ઘુમાવતા હતા.

image source

તો વળી યુવતીની માંગમાં સિંદૂર પણ હતો. અંદાજો લગાવીને પોલીસે તે બન્ને પ્રેમી પંખીડાને પકડી પાડ્યા અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્યરબાદ તેમના પરિવારજનોને માહિતી આપવામાં આવી હતી. જ્યારે યુવતીને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી, ત્યારે યુવકને લોકઅપમાં પુરી દેવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span