જાણો ફેમિલી પ્લાનિંગ કરતા પહેલા કઇ-કઇ બાબતોનુ રાખવુ જોઇએ ખાસ ધ્યાન
શું તમે પણ ફેમિલી પ્લાનિંગ માટે વિચારી રહ્યા છો? જો તમે બેબી માટેનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એના પહેલા તમારે ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે જોઇએ તો નવા નવા માતા પિતા બન્યા બાદ જીવનમાં ઘણા બધા બદલાવ આવે છે પરંતુ ફેમિલી પ્લાનિંગની પહેલા થોડી ઘણી નાની નાની વાતોનુ પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. આવું કરવાનું મુખ્ય કારણ એ પણ છે કે પરિવારને કોઈ પણ પ્રકારની તકલીફોનો સામનો ના કરવો પડે. નવા માતા-પિતા બન્યા બાદ જીવનમાં ઘણા બધા બદલાવ આવે છે અને સાથે સાથે બન્ને પાર્ટનરે પોતાની ઘણી બધી આદતો પણ છોડવી પડે છે. ફેમિલી પ્લાનિંગ પછી આવતા બદલાવ માટે જો તમે પહેલાથી જ થોડા તૈયાર રહો તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે તકલીફનો સામનો નહીં કરવો પડે. તો જાણી લો કઇ-કઇ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ.

બાળકની સામે ગુસ્સો કરવો નહીં
જો તમે ફેમિલી પ્લાનિંગ કરવાનું નક્કી કરી લીધું છે તો તમે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે તમારા પાર્ટનરની સાથે બાળકની સામે ગુસ્સાથી લડવું ઝગડવું કે પછી મોટેથી ગુસ્સા સાથે વાત કરવી નહીં. જો તમે તમારા બાળકની સામે ગુસ્સા સાથે લડાઈ ઝગડો કરશો તો એની સીધી અસર તમારા બાળક પર પડશે. પોતાના ગુસ્સાને કે પછી નારજગીને દબાવી રાખવું ખૂબ મુશ્કેલ ભર્યું કામ પણ છે તમારે તમારા બાળક માટે આ કરવું જ પડશે જો તમે તમારો ગુસ્સો નહીં દબાવો અને લડાઈ ઝગડો કરશો તો તમારું બાળક પણ આવું જ શિખશે. ફેમિલી પ્લાનિંગની પહેલાજ આ વાતનું ખાસ ધ્યાન રાખીને એને અપનાવી લો જેથી કરીને આગળ જઈને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને તમે સરળતાથી આનો ઉકેલ લાવી શકો.

ખરાબ શબ્દનો ઉપયોગ કરવો નહીં
કોઈ પણ પ્રકારની ઘટના કે બનાવ કે પછી કઈ પણ વસ્તુ બાળક જલ્દીથી એને પકડી લે છે પછી એ સાચું હોય કે ખોટું. બાળકની સામે કોઈ પણ પ્રકારના ખરાબ શબ્દો ગાળા-ગાળી કરવી નહીં. એટલેજ તમારે માનસિક રીતે તૈયાર થઈ જવાનું કે તમે તમારો ગુસ્સો અને તમારી નારાજગી બાળકથી દૂર રાખશો જેથી કરીને તમારું બાળક જલ્દીથી કોઈ પણ ખરાબ આદત શીખે નહીં.

નવા નવા માતા-પિતા બન્યા હોય એમના માટે સૌથી કપરો સમય હોય છે રાત્રે એમના ઊંઘવાનો સમય, પરંતુ બાળક રાત્રે કોઈને કોઈ કારણોસર જાગે છે જેની સીધી અસર પેરેંટ્સની ઊંઘ પર પડે છે. બાળક રાત્રે જાગે છે જેના કારણે એમની ઊંઘ પૂરી થતી નથી. આવા સમયે પેરેન્ટ્સ ચિડિયા થઈ જાય છે જેના કારણે એકબીજા પર ગુસ્સો નિકાળે છે. પરંતુ તમારે અને તમારા પાર્ટનરને આ તકલીફનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે બાળક તો રાત્રે જરૂરથી જાગશે જ એની અસર તમારી ઊંઘ પર પડશે જ આના માટે તમે પહેલાથી જ માનસિક રીતે તૈયાર રહો.

શારીરિક સંબધ
જ્યારે તમે પેરેન્ટ્સ બની જાઓ છો પછી જરૂરી નથી કે તમારો પાર્ટનર તમને વધુ સમય આપી શકે. જ્યારે તમે પેરેન્ટ્સ બની જશો પછી એ એક માતા તરીકે એટલી બધી વ્યસ્ત થઈ જશે કે એ તમને શારીરિક સંબધ માટે પૂરતો સમય ના પણ આપી શકે. એટલે તમારે પહેલાથી આ સમસ્યાનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. તમે ફિમિલી પ્લાનિંગની પહેલા જ તમારા પાર્ટનરની સાથે આ પ્રકારના સંબધ મજબૂત કરી દો જેને કારણે આગળ જઈને કોઈ સમસ્યાનો સ્મનો ના કરવો પડે.

પાર્ટીઓમાં જવાનું ઓછું કરી દો.
જો તમે પાર્ટીમાં જવાના શોખીન છો તો તમારે તમારા શોખ પર થોડો સમય રોક લગાવી જરૂરી છે. આની સાથે જ પાર્ટીમાં જઈને સિગારેટ પીવી કે પછી દારૂનું સેવન કરવું એ તમારી સાથે સાથે તમારા બાળકના સ્વાસ્થ પર પણ આની ખરાબ અસર પડશે જે યોગ્ય નથી, તો વળી ઘણી વાર બાળકો પાર્ટીમાં જઈને ખૂબ કંટાળી જાય છે જેના કારણે પેરેંટ્સએ પણ આનો સ્મનો કરવો પડે છે. એટલે જ બને એટલિ કોશિશ કરો કે તમે પાર્ટીમાં ના જાઓ જેના કારણે તમે તમારા બાળક સાથે ઘરમાં જ સમય વિતાવી શકો, એની સાથે રમી શકો , એને સમય આપી શકો જેના કારણે એ ખુશ રહેશે.

બાળક માટે કરો પૈસાનું સેવિંગ
પેરેંટ્સ બન્યા પછી સૌથી પહેલું પ્લાનિંગ કરવાનું હોય તો એ છે પૈસા બચવાનું કારણ કે પેરેંટ્સ બન્યા પછી પરિવાર માટે ઘણી બધી વસ્તુ માટે વિચરવું પડે છે. તમારે બાળકને ભણાવા માટે અને સારી પરવરીશ માટે પૈસા બચાવા ખૂબ જરૂરી બની જાય છે. એના માટે તમે તમારા ફાલતુ ખર્ચ બંધ કરી દો. તમે તમારી મોંઘી મોંઘી ચીજ વસ્તુઓ ખરીદવાની આદત પર પણ રોક લગાવી જરૂરી બની જાય છે. તમે તમારા આ કોટા ખર્ચ પર રોક લગાવીને એ પૈસાની બચત કરો જે ભવિષ્યમાં તમારા બાળકને કામ આવી શકે છે.