બહાનું કરીને પત્નીને પતિથી અલગ રાખી, અને એકાંતમા વિધી કરવાનું કહીને બાબાએ મહિલાને બોલાવી, પછી વાંરવાર કર્યું…

ઢોંગી બાબાઓ ધર્મના નામે ધૂતવાનું કામ આજકાલના નથી કરી રહ્યા. આપણા દેશમાં આ પહેલાં અને હજુ પણ એવી કેટલીય ઘટનાઓ સામે આવી છે કે બાવાઓ અને ખોટા સાધુઓએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોય. ત્યારે હાલમાં કંઈક એવી જ ઘટના સામે આવી છે જે જાણીને તમે કંપી ઉઠશો. એક તો માહોલ એવો બની ગયો છે કે, આજકાલ મહિલાઓનું પોતાને સુરક્ષિત અનુભવવું એક મોટો પ્રશ્ન બની ગયો છે. હવસના ભૂખ્યા લોકો કોઈને કોઈ રીતે તેમને પોતાનો શિકાર બનાવે છે. ત્યારે આ કિસ્સો વડોદરાના એક વિસ્તારનો છે જ્યાં રહેતા એક ઠગબાજે તેની પત્ની સાથે મળીને ભાવનગરમાં પીયર ધરાવતી એક મહિલા તથા તેના ભાઈ-ભાભી, બહેન-બનેવી પાસેથી તાંત્રિક વિધિ કરાવવાના બહાને રૂપિયા 31 લાખ જેટલી રકમ પડાવી લીધી અને અનેક વાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

image source

જો વિગતવાર આપણે વાત કરીએ તો ભાવનગર શહેરમાં પીયર ધરાવતાં અને વડોદરામાં સાસરૂં ધરાવતાં બે સંતાનોની માતા એવા મહિલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આપવીતી જણાવી હતી. મળતી માહિતી મુજબ આ ભાવનગર સ્થિત ભાઈ-ભાભી વચ્ચે ઘરકંકાસ ચાલતો હોય વડોદરાના તરસાલી શરદ નગર સાંઈ મંદિર પાસે રહેતા હિરેન નરેન્દ્રભાઈ પુરોહિત નામક શખ્સનો જ્યોતિષ હોવાના કારણે સંપર્ક કર્યો હતો. હિરેન પુરોહિતે ભાવનગર સ્થિત મહિલાના ભાઈના ઘરે આવી ગૃહદોષ અને અનિષ્ટ તત્વોના નિવારણ માટેની વિધિ કરવાના બહાને મહિલાના ભાઈ પાસેથી રૂપિયા 90,000 લીધા હતા. ત્યાર બાદ એવી માહિતી મળી છે કે જેમાં હિરેન પુરોહિત મહિલાના સંપર્કમાં હોવાથી તેણે મહિલાના ઘરે કથા કરવાના બહાને આવી તેમને પ્રસાદ આપ્યા બાદ મહિલાની શારીરિક હાલત બગડી હતી. જે અંગે મહિલાના પતિએ હિરેન પુરોહિતને પુછતાં તેણે મહિલામાં અનિષ્ટ તત્વો પ્રવેશી ગયા હોવાનું જણાવી ભાવનગર પીયરમાં રહેવા મોકલી દેવા સલાહ આપતાં મહિલા ભાવનગર પીયર ખાતે રહેવા આવી ગઈ હતી.

image source

આટલું થયા પછી વાત મેદાને આવી ગઈ હતી. બસ એના થોડા જ દિવસો બાદ હિરેને ભાવનગર આવી એકાંતમાં વિધિ કરવાના બહાને તેના જ ઘરે કંઈ ખવડાવી દઈ તેણીને અર્ધબેભાન કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં પણ હિરેને મહિલાના માતા-પિતા અને ભાઈને તેની 15 માસ સુધી વિધિ કરવાની હોવાનું કહી વડોદરા પતિ સાથે ન રહેવા દેવાનું કહ્યું અને ભાવનગર પીયરમાં જ રહેવા જણાવ્યું હતું.

image source

આ સમયે મહિલાના બહેન અને બનેવી પણ હિરેનના સંપર્કમાં આવ્યા હતા અને જેથી હિરેન પુરોહિતે મહિલાના બહેનના શરીરમાં પણ અનિષ્ટ તત્વોનો વાસ હોવાનું કહી વિધિ અને સુખાશાંતિ તથા ધંધો સારો ચાલશે તેમ કહીને તેમની પાસેથી રોકડા રૂપિયા 7 લાખ તથા રૂપિયા બે લાખના દાગીના પડાવી લીધા હતા. જો કે, આ તમામ પ્રવૃતિ વચ્ચે મહિલાની વિધિ ચાલતી હોવાથી તે વડોદરા સ્થિત હિરેન પુરોહિતના ઘરે ગઈ હતી. ત્યારબાદ જ્યાં હિરેન પુરોહિતે તેના પત્ની મિતલની હાજરીમાં વિધિના નામે નિર્વસ્ત્ર થવા કહ્યું હતું. જેનો મહિલાએ વિરોધ કરતાં હિરેન પુરોહિતે મહિલાને ભાવનગર સ્થિત મકાનમાં મહિલાના લીધેલા આપતિજનક તસવીરો વાયરલ કરવાની ધમકી આપી સાત દિવસ સુધી ઘરમાં રાખી એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યો હતું.

image source

આ સિવાય ઠગબાજે મહિલા અને તેના ભાઈની વિધિના બહાને મહિલાના ભાઈ પાસેથી રૂપિયા 22 લાખ પડાવ્યા હતા. બનાવ અંગે ભરતનગર પોલીસ વડોદરામાં રહેતા હિરેન પુરોહિત અને તેના પત્ની મિતલ સામે તાંત્રિક વિધિના નામે ઠગારી આચરી મહિલાના ભાઈ પાસેથી વિધિના બહાને કટકે કટકે રૂપિયા 22.41 લાખ તથા મહિલાના બહેન બનેવી પાસેથી રૂપિયા 7 લાખ રોકડા તથા રૂપિયા બે લાખના દાગીના પડાવી પતિ-પત્નીએ એકબીજાને મદદગારી કરી ગુનો આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસના સૂત્રો મુજબ આઈપીસી કલમ 406, 420, 376, 328, 344, 506(2) તથા 34 અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

image source

જ્યારથી આ બનાવ સામે આવ્યો છે ત્યારથી જ ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ ફરિયાદના અંતે મહિલાએ જણાવ્યું કે, હિરેન પુરોહિતે વડોદરા પોલીસને આપેલ અરજીના આધારે પોલીસે કરેલી કાર્યવાહીના પગલે તેની પાસેથી પરત લીધેલ પોતાની માહિલીકીના રૂપિયા 12 લાખ, હિરેને આપેલ કબૂલાતનામું તથા કારના કાગળો પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધા હતા. મહિલાએ પોલીસ ફરિયાદમાં ઉમેર્યું કે, તાંત્રિક વિધાના નામે હિરેન પુરોહિતે પ્રથમ મહિલાને વડોદરાથી ભાવનગર મોકલી પતિ-પત્નીને અલગ કર્યા હતા. બાદમાં સમય જતાં પતિ દ્વારા જ પત્ની પર મેલું કરાવવામાં આવ્યું હોવાનું કહી બન્ને વચ્ચે છૂટાછેડા પણ કરાવી દીધા હતા.

image soucre

જો કે, હાલ આ મુદ્દે કોર્ટ મેટર ચાલું હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં ઉમેર્યું હતું. મહિલાએ પોલીસ ફરિયાદમાં વિગત આપતા જણાવ્યું કે, ઠગ તાંત્રિકની અરજીના આધારે પોલીસે જવાબો લીધા બાદ હિરેને પરિવારને સામે થવાનું પરિણામ જોઈ લીધું તેમ કહીને જીવતા નહીં રહેવા દેવાની તથા ફોટા વાયરલ કરી દેવાની વધુ એક વખત ધમકી આપી હતી. મહિલાએ પોલીસ સમક્ષ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે, ભાવનગર આવેલા હિરેન પુરોહિતનો પોતે ઢોંગી અને તાંત્રિક વિધિના બ્હાને નાણા પડાવ્યા હોવાનો ભાંડોફોડ થઈ જતાં બધી વાત સામે આવી હતી. પોતે કઢંગી હોવાનો સ્વીકાર કરી નાણાં પરત આપવાની ખાત્રી આપી હતી.

image source

આ પછી એવું બન્યું કે, પરિવારના સભ્યોને લઈ હિરેન પોતાની કાર લઈ વડોદરા ગયો હતો અને ઘરમાંથી રૂપિયા 11 લાખ રોકડા તથા પોતાની કારનું ટીટીઓ ફોર્મમાં સહી કરી આપી હતી. બીજા દિવસે વડોદરાના પોલીસ સ્ટેશનમાં ભાવનગર સ્થિત પરિવાર વિરુદ્ધ રૂપિયા 12 લાખ રોકડા અને કારની લૂંટ ચલાવ્યાની અરજી આપી હતી. ત્યારે ઘટના પછી હવે આજુબાજુના લોકોમાં પણ આ મુદ્દે ચર્ચા થવા લાગી છે અને હાહાકાર મચી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.