લ્યો હવે આ જ જોવાનું રહી ગયું હતું, ભારતમાં આ જગ્યાએ છે પત્ની પીડિત પુરુષ માટે આશ્રમ, જાણો પુરી કહાની

માત્ર ભારત જ નહીં, વિશ્વભરમાં ઘણા પ્રકારના આશ્રમો છે. એમાં અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમનો સમાવેશ થાય છે. જે બાળકોને ઘર નથી મળતું અથવા તેમના માતાપિતા દ્યારા જેને હાંકી કાઢવામાં આવે છે તેવા બાળકોને આ પ્રકારના અલગ અલગ આશ્રમોમાં મુકવા આવે છે. પરંતુ જો અમે તમને કહીએ કે ભારતમાં એક આશ્રમ એવો પણ છે કે જ્યાં પતિઓનો આશ્રમ છે.

image soucre

એવા પતિઓ કે જેની પત્નીઓ દ્વારા સતાવણી કરવામાં આવે છે. આવા માણસો કે જેના પર પત્ની જુલમ કરતી હોય અને એના કારણે ઘર અને સમાજથી દૂર રહ્યાં છે. તેઓ અહીં આવીને રહે છે. પરંતુ અહીં પ્રવેશ માટે તેમને કેટલાક માપદંડને પાર કરવા પડે છે. જો તેઓ આ બાબતોને લાયક હોય તો જ તેઓને આશ્રમની અંદર રહેવાની છૂટ આપવામાં આવે છે.

image soucre

પત્ની પીડિત પુરષ આશ્રમ કોઈ પુસ્તકમાં હોય એવા આશ્રમ જેવો નથી. તે ખરેખર અસ્તિત્વમાં છે. આ આશ્રમ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ખોલવામાં આવ્યો છે. આ આશ્રમથી માત્ર 12 કિમી દૂર મુંબઇ-શિરડી હાઇવે છે. તે ખાસ કરીને એવા લોકો માટે ખોલવામાં આવ્યો છે કે જે પત્ની દ્વારા સતાવણીનો ભોગ બનેલા છે.

image soucre

આ આશ્રમની સ્થાપના ભારત ફુલારેએ કરી હતી. તે તેની પત્ની દ્વારા સતાવણીનો ભોગ બન્યો હતો. તેની પત્નીએ તેના પર ચાર કેસ નોંધાવ્યા હતા. આને કારણે ભારતનું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. ભારતના કોઈ પણ સબંધીએ તેની સાથે વાત કરી નહોતી અને તેમને મળવાનું ટાળ્યું હતું. 4 કેસને કારણે તે ઘણા મહિનાઓ સુધી તેના ઘરે પણ જઇ શક્યો ન હતો. ઘણી વાર તેને આત્મહત્યા કરવાનું મન થયું.

image soucre

આ સમય દરમિયાન તેની મુલાકાત આવા જ બીજા બે ત્રણ અન્ય લોકો સાથે થઈ કે જે લોકો પત્ની દ્વારા સતાવણીનો ભોગ બન્યાં હતા. આ બધા લોકોએ પોતાનું દુખ કહ્યું અને તેની વચ્ચે રડ્યા હતા. પછી નક્કી કર્યું કે તેઓ એકબીજાને મદદ કરશે. તેમણે મદદ સાથે કાનૂની સલાહ લીધી અને પત્નીઓના જુલમથી બહાર આવ્યા.

image source

ત્યારબાદ તેણે પત્નીઓને સતાવેલા બાકીના લોકોને મદદ કરવાનું નક્કી કર્યું. આ માટે, આશ્રમનો પાયો 19 નવેમ્બર 2016ના રોજ પુરૂષોના અધિકાર દિન પર નાખ્યો હતો. પત્નીઓ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવતા લોકો જ આ આશ્રમમાં આવીને જીવી શકે છે. પરંતુ આ આશ્રમમાં એન્ટ્રી માટે અમુક નિયમો પૂરા કરવા જરૂરી છે.

image soucre

આમાં પ્રથમ શરત એ છે કે તે વ્યક્તિ પર ઓછામાં ઓછા 40 કેસ નોંધાયેલા હોવા જોઈએ. હા, આ આશ્રમમાં એ જ વ્યક્તિ રહી શકે છે કે જેની પત્નીએ તેમના ઉપર 40થી વધુ કેસ કર્યા હોય. અથવા તેની પત્નીનો કેસ નોંધાવવા માટે અને ભરણપોષણ ભથ્થું ચૂકવવા સક્ષમ ન હોવાને કારણે તેને જેલમાં જવું પડ્યું હોય. તેમજ કેસને કારણે નોકરી પર જતાં લોકો પણ આ આશ્રમમાં રહી શકે છે.

image soucre

આ આશ્રમમાં રહેતા લોકો તેમની ક્ષમતા પ્રમાણે કામ કરે છે અને પૈસા કમાય છે અને તેને ફંડમાં જમા કરે છે. તેનાથી આશ્રમનો ખર્ચ પુરો થાય છે. ઘણા લોકો વર્ષોથી અહીં રહી રહ્યા છે. તેમના માટે આ હવે એક કુટુંબ જેવું બની ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.