ઇરફાન ખાન નું નિધન: પત્ની માટે જીવવા માંગતા હતા ઈરફાન ખાન, ચાલો જાણીએ કોણ કોણ છે એમના પરિવારમાં?

અભિનેતા ઈરફાન ખાનનું ગઈકાલે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઈરફાન ખાનની તબિયત સારી નહોતી, જેના કારણે એ પછી એમને મંગળવારે ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2018માં ઈરફાન ખાન ને ખબર પડી હતી કે પોતે ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર થી પીડાઈ રહ્યા છે. છેલ્લા બે વર્ષથી ઈરફાન આ બીમારી ની સારવાર કરાવી રહ્યા હતા.ઈરફાન એમની પાછળ એમની પત્ની અને 2 દીકરાઓને મૂકીને સ્વર્ગ સિધાવી ગયા છે.

image source

ઈરફાન ખાનનું આખું નામ સાહબજાદે ઈરફાન અલી ખાન છે.એમનો જન્મ રાજસ્થાનના ટોંક જિલ્લા માં થયો હતો. હમણાં ચાર દિવસ પહેલા જ ઇરફાનની માતા નું નિધન થયું હતું.લોકડાઉનના કારણે ઈરફાન પોતાની માતાની અંતિમયાત્રા માં સામેલ નહોતા થઈ શક્યા. ઈરફાન ના પિતા યાસીન ખાનનું ઘણા વર્ષો પહેલા જ મૃત્યુ થઈ ચૂક્યું છે.

image source

ઈરફાન ખાન એમની પત્ની સૂતાપા સિકંદરને ખૂબ જ પ્રેમ કરતા હતા.ઈરફાન અને સુતાપા ના લગ્ન 1995માં થયા હતા. તે સમયે ઈરફાન ખાને ફિલ્મજગતમાં પગ મુક્યો હતો. ઈરફાન ખાનની પત્ની સૂતાપા સિકંદર પણ સ્ક્રીન પ્લે રાઇટર છે.એક ઇન્ટરવ્યૂમાં ઇરફાને પોતાની પતનું સૂતાપા વિશે વાત કરતા જણાવ્યું હતું કે- એ મારા માટે 24×7 ઉભા પગે રહી છે. મારી કાળજી લીધી અને એના કારણે મને ઘણી મદદ મળી. હું હજી સુધી છું, એનું એ બહુ મોટું કારણ છે અને જો મને વધુ જીવવા નો મોકો મળશે તો હું મારી પત્ની માટે જીવવા માંગુ છું.

image source

ઈરફાન ખાનનના મોટા દીકરાનું નામ બાબીલ ખાન અને નાના દીકરાનું નામ અયાન ખાન છે. ઇરફાને પોતાના બાળકો સાથે ઘણો સમય પસાર કર્યો છે.એમને મોટા થતા જોયા છે. ઈરફાન ની વાત કરીએ તો એમની માતા એમને લેક્ચરર બનાવવા માંગતી હતી.પણ ઇરફાને અભિનેતા બનીને એમના માતાપિતાનું નામ ઉજ્જવળ કર્યું. ઈરફાન ખાન ના મૃત્યુએ એમના આખા પરિવાર ને ઊંડા આઘાતમાં ધકેલી દીધા છે.

image source

ઇરફાનના કરિયરની શરૂઆત ટેલિવિઝન સિરિયલ થી થઈ હતી. પોતાના કરિયરના શરૂઆતના દિવસો માં એ ચાણક્ય, ભારત એક ખોજ, ચંદ્રકાંતા જેવી સીરિયલમાં જોવા મળ્યા હતા.ઇરફાન એમની ફિલ્મો મકબુલ, રોગ, લાઈફ ઇન અ મેટ્રો, સલ્મડોગ મિલેનિયર, પાન સિંહ તોમર , ધ લંચબોક્સ થી ખૂબ જાણીતા બન્યા હતા. મળ્ય.આ સિવાય ઈરફાન ખાને હૈદર, ગુંડે, પીકુ અને તલવાર જેવી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ઈરફાન ખાનને અભિનય માટે 20100 માં પદ્મશ્રી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

image source

ઈરફાન ખાને કેટલીક ઇન્ટરનેશનલ ફિલ્મો પણ કરી છે જેવી કે “ધ વોરિયર”, “ધ નેમશેક”, “ધ દાર્જિલિંગ લિમિટેડ”, “ધ અમેઝિંગ સ્પાઇડર મૅન”,”જુરાસિક વર્લ્ડ”,”લાઈફ ઓફ પાઈ”.ઇરફાનનો અભિનય ખરેખર વખાણવા લાયક હતો.