આજે જ તમારા બાળકો ને દેશી ટેસ્ટ સાથે ખવડાવો આ વિદેશી ડીશ “પાવભાજી પાસ્તા”

આજે જ તમારા બાળકો ને દેશી ટેસ્ટ સાથે ખવડાવો આ વિદેશી ડીશ “પાવભાજી પાસ્તા”

સામગ્રી:

 • બટર: ૨ ચમચી
 • તેલ: ૨ ચમચી
 • ઝીણી સમારેલી કેપ્સીકમ: ૧/૨ નંગ
 • ઝીણી સમારેલી ડુંગળી: ૧/૨ નંગ
 • ઝીણા સમારેલા ટામેટા: ૧ નંગ
 • લીલા વટાણા: ૧/૨ કપ
 • હળદર: ૧/૪ ચમચી
 • લાલ મરચું: ૧ ચમચી
 • પાવભાજી મસાલો:૧ ચમચી
 • મીઠું: સ્વાદ અનુસાર
 • બાફેલા પાસ્તા: ૧ મોટો બાઉલ
 • ક્રીમ: ૧/૨ કપ
 • લીલા ધાણા: ગાર્નીસિંગ માટે

રીત:

– સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં બટર એડ કરો.

– બટર મેલ્ટ થઇ જાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સીકમ એડ કરો.

– ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઇ જાય એટલે તેમાં લીલા વટાણા એડ કરો અને ૨-૩ મિનીટ ચડવા દો.

– હવે તેમાં હળદર, લાલ મરચું, મીઠું અને પાવભાજી નો મસાલો નાખી અને ૧-૨ મિનીટ માટે બરાબર ચડવા દો.

– મસાલો ચડી જાય એટલે પેન ની વચ્ચે જગ્યા કરી તેમાં કટ કરેલા ટામેટા નાખી તેને ૧ મિનીટ ચડવા દો.

– ટામેટા ૧ મિનીટ ચડે પછી બધી જ સામગ્રી ને બરાબર મિક્ષ કરી લો અને વધુ ૧-૨ મિનીટ ચડવા દો.

– ભાજી માંથી જેમ તેલ છુટું થવા લાગે એટલે તેમાં ક્રીમ એડ કરો.

– જો વધુ ગ્રેવી વાળા પાસ્તા ખાવા હોઈ તો તમે વધુ ક્રીમ એડ કરી શકો છો.

– જો ઘર માં હેવી ક્રીમ ના હોઈ તો મલાઈ વાળું દૂધ પણ વાપરી શકો છો.

– હવે ૧ મિનીટ ક્રીમ ને ચડવા દીધા બાદ આ મિક્ષર માં બાફેલા પાસ્તા એડ કરી અને બરાબર મિક્ષ કરી લો

અને ૩-૪ મિનીટ પકવવા દો જ્યાં સુધી પાસ્તા માં બરાબર મસાલો ચડે ત્યાં સુધી.

– પાસ્તા બરાબર રેડી થઇ જાય ત્યારબાદ તેમાં થોડું મોઝરેલા ચીઝ નાખો જેના લીધે પાસ્તા ક્રીમી પણ બનશે અને જો હેવી ક્રીમ ની જગ્યા એ દુઘ નાખ્યું હોઈ તો દૂધ ફાટી નઈ જાય.

– હવે અંત માં સમારેલી કોથમીર એડ કરી અને ગરમા ગરમ પાસ્તા ને ગાર્લિક બ્રેડ દાથે સર્વ કરો.

-તો તૈયાર સરસ મઝા ના ટેસ્ટી દેશી ટચ વાળા “પાવભાજી પાસ્તા”

વિડીયો માટે ની લીંક:

The Mommie Universe ને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો👇🏼👇🏼

https://instagram.com/the.mommie.universe?igshid=itb0c3dm1bej

રસોઈ ની રાણી: દર્શિતા પટેલ (અમેરિકા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.