ખરેખર આવા પણ દીકરાઓ હોય છે જાણીને ખરેખર નવાઈ લાગે છે…

image source

આજે અમે આપને એવી ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને આપની આંખો નવાઈથી પહોળી થઈ જશે. આ ઘટના હરિયાણા રાજ્યના રોહતક જીલ્લામાં બની છે. આ ઘટના કઈક એવી રીતે બની છે જેમાં એક દીકરાએ પોતાના પિતાની મૃત્યુના થઈ ગયાના ૮ વર્ષ સુધી મૃત પિતાના નામે પેન્શન લેવા આવતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અધિકારીઓને આ ઘટનાની જાણ થઈ ત્યાં સુધીમાં તો આ વ્યક્તિએ સરકારને ૯૨.૬૧ લાખ રૂપિયા પેન્શનના નામે મેળવી લીધા હતા. હવે જયારે આ ઘટના પધીકારીઓના ધ્યાનમાં આવી ગઈ છે તો આ ઘટનાની બધી જ માહિતી ટ્રેજરી અધિકારી રાજવીર સિંહએ સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દેવામાં આવી છે અને હવે આ ઘટનાની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.

image source

ટ્રેજરી ઓફિસર રાજવીર સિંહના જણાવ્યા મુજબ, પિતાની મૃત્યુ થઈ ગયાના ૮ વર્ષ પછી પણ તેમના દીકરાએ પોતાના પિતાના નામથી સરકાર પાસેથી પેન્શન મેળવતો રહ્યો અને અધિકારીઓને આ વિષે ખબર પણ પડી નહી. ટ્રેજરી ઓફિસર રાજવીર સિંહએ પોલીસને ફરિયાદ કરાવતા જણાવે છે કે, સેવાનિવૃત કર્મચારી એ.સી. ભરની મૃત્યુ થઈ ગયા પછી પણ તેમના દીકરા નરેશ કુમારએ ૮ વર્ષ સુધી સતત છેતરામણી કરીને પેન્શન લેતા રહ્યા. આ ૮ વર્ષના સમયગાળા દરમિયાન નરેશ કુમારએ પોતાના પિતાનું જીવિત હોવાનું સર્ટીફીકેટને પણ ટ્રેજરી ઓફીસ અને બેંકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

આવી રીતે કરવામાં આવી છે છેતરપીંડી.:

image source

સરકારી નિયમાનુસાર, સેવાનિવૃત કર્મચારી એ. સી. બહરાનીનું મૃત્યુ ૧ ડીસેમ્બર, ૨૦૧૧ના રોજ મૃત્યુ થઈ જવાથી બીજા જ દિવસથી જ એ. સી. બહરાનીનું પેન્શન બંધ કરી દેવામાં આવું જોઈએ. પણ કર્મચારી એ. સી. બહરાનીનું પેન્શન તેમના મૃત્યુ પછી પણ સતત ૮ વર્ષ સુધી શરુ રાખવામાં આવ્યું હતું. મૃતક કર્મચારી એ. સી. બહરાનીના દીકરા નરેશ કુમારએ કોઈ વાર ATM કે પછી ચેક કે પછી ઓનલાઈન શોપિંગ કરીને પણ પિતાના પેન્શનની રકમનો ઉપયોગ કરવામાં આવતી હતી.

મૃત્યુ પ્રમાણપત્રના બદલે જીવિત પ્રમાણપત્ર મોકલી દીધું.:

image source

એ. સી. બહરાનીનું મૃત્યુનું પ્રમાણપત્રને ટ્રેજરી ઓફીસમાં મોકલી આપવાના બદલે એ. સી. બહરાનીનું જીવિત પ્રમાણપત્ર મોકલી દેવામાં આવ્યું. જેના લીધે ટ્રેજરી ઓફીસ માંથી મૃત કર્મચારી એ. સી. બહરાનીના પેન્શનને અટકાવવામાં આવ્યું નહી. ફરીદાબાદના ટ્રેજરી ઓફિસર એસ. કે. બંસલ (હાલમાં સેવાનિવૃત)એ ૧૭ એપ્રિલ, ૨૦૧૭ અને ૭ ડીસેમ્બર, ૨૦૧૮ના રોજ મૃતક કર્મચારી એ. સી. બહરાનીનું નકલી જીવિત પ્રમાણપત્ર પર ખોટી સહી કરીને બહાર પાડવામાં આવતું રહ્યું.

image source

એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, પોતાના પિતાની જગ્યાએ કેટલીક વાર ઓફિસોમાં આવીને પિતાની હાજરી પણ નોંધવામાં આવી અને ખોટી સહી કરવામાં આવતી. તાજેતરમાં સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ કરી દેવામાં આવી છે અંને તેની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.