ઓફિસમાં બપોરના સમયે ઉંઘવું શરીર માટે છે અત્યંત ફાયદાકારક, શરીરને મળે છે નવી ઉર્જા

કેટલાક લોકોને દિવસ દરમિયાન થોડી વાર સૂવાની ટેવ હોય છે. જો કે આ આદત માત્ર સ્ત્રીઓમાં જોવા મળતી નથી, પરંતુ પુરૂષો પણ ઓફિસના લંચ ટાઇમમાં નિદ્રા લે છે. જો કે ઘણા લોકો દિવસ દરમિયાન નિદ્રા લેનારા લોકોને આળસુ માને છે, પરંતુ વાસ્તવમાં તે તમારા માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ કેવી રીતે.

તમારું શરીર ફરીથી રિચાર્જ થઈ જશે

image source

જ્યારે તમે થોડીવાર માટે ઉંઘ લો છો ત્યારે તમારું શરીર ફરીથી રિચાર્જ થાય છે. આની મદદથી, તમે તમારૂ કાર્ય ઝડપથી અને સંપૂર્ણ શક્તિ સાથે પુરુ કરી શકો છે.

image source

આ ઉપરાંત, જે લોકો પાવર નેપ લે છે, તેમનું મગજ વધુ સચેત બને છે. તેમજ તેની યાદશક્તિ પણ સારી રહે છે. નેપિંગની સીધી અસર સીધી અસર તમારી કાર્યક્ષમતા પર પડે છે.

ઊંઘની ઝપકીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

image source

યૂનિવર્સિટી ઑફ પેનસિલ્વેનિયાના આસિસ્ટન્ટ પ્રોફેસરે બપોરે ઊંઘની ઝપકીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું, ‘બપોરે ઊંઘવાથી કમમાં વધારે મન લાગે છે. મૂડ ફ્રેશ રહે છે. શોધકર્તાઓનું માનવું છે કે તેનાથી ઇમ્યૂનિટી પણ મજબૂત થાય છે. આ ઉપરાંત હૃદય સંબંધિત બિમારી થવાનું જોખમ પણ ઓછું થાય છે.’ જો કે, બપોરના સમયમાં ઊંઘ લેવાથી તમને રાત્રે ઊંઘવામાં પરેશાની થઇ શકે છે. એટલા માટે તમારા માટે આ જાણવું જરૂરી છે કે દિવસમાં કેટલા સમય માટે ઊંઘવું જોઇએ.

15થી 30 મિનિટની ઝપકી લઇ શકો છો

image source

દિવસના સમયમાં 15થી 30 મિનિટની ઝપકી લઇ શકો છો. જો ત્યાર બાદ પણ તમને ઊંઘ આવે તો યોગ્ય રહેશે કે તમે 90 મિનિટની ઊંઘ લો. કારણ કે ઊંઘ પૂરી ન થવાથી તમે પહેલાંથી વધારે થાકેલા અને માથાનો દુખાવો અનુભવી શકો છો. પરંતુ 90 મિનિટની ઊંઘ પૂરી કરવાથી તમે થકાવટનો અનુભવ થશે નહીં અને તમે પોતાના કામને સારી રીતે કરી શકશો.

વર્કઆઉટ અને ઉંઘ

image source

શોધકર્તાઓનું માનવું છે કે વર્કઆઉટ કર્યાના તુરંત બાદ ઊંઘવાનું ટાળો. એક્સરસાઇઝ કરવાથી ઓછામાં ઓછા 2 કલાક બાદ જ ઊંઘો. દિવસમાં જો ઊંઘવાની આદત હોય તો ઊંઘવાનો સમય નક્કી કરી લો.

બધા લોકો માટે દિવસમાં ઊંઘની ઝપકી લેવાની જરૂર નથી

image source

જો તમને દિવસે ઊંઘ નથી આવતી તો ઊંઘવાનું ટાળો. એક સ્ટડીના રિપોર્ટમાં આ વાતની ખાતરી થઇ ચુકી છે કે લગભગ 50 ટકા લોકોને બપોરે ઊંઘવાથી ફાયદો થતો નથી. આ લોકોમાં સરકેડિયન રિધમ હોય છે. સરકેડિયન રિધમ શરીરને જણાવે છે કે ક્યારે ઊંઘવું છે, ક્યારે ઉઠવું છે. જો તમને દિવસના સમયે ઊંઘ નથી આવતી તો તેનાથી જાણી શકાય છે કે તમારા શરીરને આરામની જરૂર નથી.