આ કારણોને લીધે ગુનેગારોને સવારમાં જ આપવામાં આવે છે ફાંસી, શું તમે જાણો છો આ વાત?

મોટેભાગે આપણે ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે તેમાં ગુન્હેગારોને દોરડા વડે ફાંસીની સજા આપવામાં આવતી હોય છે. જો કે વાસ્તવિક જીવનમાં પણ ભારત દેશમાં ગંભીર ગુન્હામાં સજા પામેલા અનેક ગુન્હેગારોને ફાંસી આપવામાં આવી છે. જો કે આ ફાંસી કઈ રીતે આપવામાં આવે છે તેનું ફિલ્મોની જેમ સામાન્ય માણસો જોઈ શકે તેવું કોઈ લાઈવ ટેલિકાસ્ટ નથી હોતું. અને ફાંસીની એ કાર્યવાહી ગુપ્ત રીતે જ કરી દેવામાં આવતી હોય છે.

image source

સામાન્ય રીતે ફાંસીની સજા પામેલા ગુન્હેગારને ફાંસીની સજા સવારના સમયે જ આપી દેવામાં આવે છે. અને તેના માટેનું પણ એક ખાસ કારણ હોય છે. અને એ સિવાય પણ સજા પામેલા ગુન્હેગારને ફાંસી આપ્યા પહેલા અમુક ખાસ પ્રક્રિયા કરવામાં આવે છે. તેના વિષે થોડું જાણીએ.

image source

ફાંસીની સજા આપ્યા પહેલા જેલ તંત્રના અધિકારીઓ સજા પામેલા ગુન્હેગારને તેના જીવનની અંતિમ ઈચ્છા પૂછે છે. જો કે ગુન્હેગારની અંતિમ ઈચ્છા જેલ મેન્યુઅલ અંતર્ગત હોય તો જ પુરી કરવામાં આવે છે.

image source

ગુન્હેગારને જે વ્યક્તિ ફાંસી આપે તેને જલ્લાદ કહેવામાં આવે છે અને ફાંસી આપ્યા પહેલા જલ્લાદ ગુન્હેગારને હિન્દી ભાષામાં એમ કહે છે કે ” મુજે માફ કર દિયા જાએ, હિન્દૂ ભાઈઓ કો રામ-રામ, મુસલમાન ભાઈઓ કો સલામ, હમ ક્યા કર સકતે હૈ હમ તો હૈ હુકમ કે ગુલામ ”

image source

ફાંસી આપી દીધા બાદ ગુન્હેગારને 10 મિનિટ સુધી એમને એમ જ લટકેલો રાખવામાં આવે છે અને ત્યારબાદ ડોક્ટરોની એક ટીમ તેનું મૃત્યુ થઇ ગયું છે કે કેમ તેની તપાસ કરે છે. સત્તાવાર રીતે મૃત્યુ પામ્યાની જાહેરાત થઇ ગયા બાદ જ ગુન્હેગારના મૃત શરીરને નીચે ઉતારવામાં આવે છે.

ફાંસી આપવાની આ કાર્યવાહી સમયે જેલ અધિક્ષક, કાર્યકારી મેજિસ્ટ્રેટ જલ્લાદની હાજરી ફરજીયાત હોય છે આ પૈકી કોઈપણ એકની ગેરહાજરી હોય તો કાર્યવાહી અટકી પડે છે.

image source

ફાંસી દેવાનો સમય સવારનો એટલા માટે નક્કી કરવામાં આવે છે કારણ કે જેલના કાયદા મુજબ જેલની તમામ કાર્યવાહી સૂર્યોદય બાદ જ શરુ કરવામાં આવે છે અને ફાંસીની સજા આપવાને કારણે જેલના અન્ય કાર્યોમાં ખલેલ ન પડે એટલા માટે ફાંસીની સજા પામેલા ગુન્હેગારને સવાર-સવારમાં જ ફાંસી દેવામાં આવે છે. એ સિવાય એક કારણ એ પણ છે કે ફાંસી આપ્યા પહેલા અને ફાંસી આપ્યા બાદ જેલના અધિકારીઓને અનેક કાનૂની પ્રક્રિયાઓ કરવાની રહે છે જેમ કે મેડિકલ ટેસ્ટ, રજીસ્ટરમાં એન્ટ્રી, અનેક જગ્યાએ નોટ્સ મોકલવી વગેરે.. આ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ જ મૃતકના પરિવારજનોને તેની લાશ સોંપવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.