ફોનને ચાર્જ કરતી વખતે આ 4 વાતોનું ધ્યાન રાખશો તો, લાંબી ચાલશે બેટરી
ફેસ્ટિવ સીઝનમાં નવા નવા સ્માર્ટફોન બજારમાં આવી ગયા છે. આપણે જ્યારે ફોન લેવા જઈએ છે ત્યારે તેની બેટરી કેટલા એમએએચની છે તે પૂછીએ છીએ. ફોનની બેટરી ખૂબ જ મહત્વ ધરાવે છે. જેથી આજે અમે તમને જણાવીશું કે બેટકી ચાર્જ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આપણા જીવનમાં હવે સ્માર્ટફોનનો સમાવેશ સૌથી મહત્ત્વના ઊપકરણમાં થવા લાગ્યો છે અને ઘણા લોકોનું મોટા ભાગનું કામ પણ તેના પર આધારિત હોવાથી લોકો સાથે જોડાઈ રહેવામાં પણ તે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેના માટે આવશ્યક્તા હોય છે કે ફોન દિવસભર ચાર્જ્ડ રહે જેથી તમે આખો દિવસ તમારા ફોનનો ઉપયોગ કરી શકો. આવો જાણીએ કેટલીક ભ્રામક માન્યતાઓ અને તેની પાછળની સાચી વાત સાચુ કારણ.
તમારા સ્માર્ટફોનની બેટરી લાઇફ વધારવા અનુસરો આ ટીપ્સ:-
રાતે ચાર્જિંગ લગાવીને મૂકી દેવું નહીં

બધી જ બેટરીઓની એક્સપાયરી ડેટ હોય છે અને સ્માર્ટફોનની બેટરી પર પણ એ જ બાબત લાગુ પડે છે. તમે તમારા સ્માર્ટફોનનો કેવી રીતે ઉપયોગ કરો છો તેની સીધી અસર બેટરી લાઇફ પર પડે છે. ઘણાં લોકોમાં ફોનને ચાર્જિંગમાં લગાવીને છોડી દેવાની આદત હોય છે. પણ આવું કરવાથી બેટરી ઓવરચાર્જ થઈ જાય છે અને તેના કારણે ફોનના પર્ફોમન્સ પર પણ અસર પડે છે.
ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો

દરેક કંપની ફોન માટે ખાસ ચાર્જર બનાવે છે. ઘણીવખત લોકો ફોનના ઓરિજિનલ ચાર્જરમાં ચાર્જ કરવાની જગ્યાએ કોઈપણ ચાર્જરનો ઉપયોગ કરી લે છે. આવું કરવાથી બેટરી અને ફોન બંનેને નુકસાન પહોંચે છે.
કવર કાઢીને ફોનને ચાર્જ કરો
ફોનને પ્રોટેક્ટ કરવા માટે લોકો દમદાર કવર પણ લગાવે છે. જેથી કવરની સાથે જ ફોનને ચાર્જ કરવા પર બેટરી ગરમ થવાની સમસ્યા પણ થઈ શકે છે અને જો ચાર્જિંગ બંધ ન કર્યું તો બેટરી ફાટી પણ શકે છે. જેથી કવર કાઢીને ફોન ચાર્જ કરવો.
પાવર બેંકછી ચાર્જ કરતી વખતે ફોન યુઝ કરવો નહીં

ઘણીવખત લોકો પાવર બેંકથી ફોન ચાર્જ કરે છે અને આ દરમિયાન ફોન યુઝ પણ કરે છે. પણ આવું કરવાથી ફોનના પર્ફોમન્સ બેટરી ડિસ્પલેને એકસાથે નુકસાન પહોંચે છે. જેથી આવી ભૂલ કરવી નહીં
સસ્તા ચાર્જરનો મોહ ત્યજો

ક્યારે પણ રસ્તા પર મળતા સસ્તા ચાર્જર લેવા જોઈએ નહીં. આવા ચાર્જરમાં ઓવર ચાર્જિંગ અને વધુ પડતા પાવરથી બચવા માટેની કોઈ સિસ્ટમ હોતી નથી.
ફાસ્ટ ચાર્જરનો વધુ ઉપયોગ નુકસાનકારક
હંમેશા ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ બેટરી માટે યોગ્ય નથી. ફાસ્ટ ચાર્જિંગમાં ફોનની બેટરીમાં વધુ કરંટ પસાર કરવામાં આવે છે. જો તમારા સ્માર્ટફોનના બેટરી સેટિંગ્સમાં નોર્મલ ચાર્જિંગનો આપ્શન હોય તો હંમેશા તેને જ પસંદ કરો.
થર્ડ પાર્ટી બેટરી એપનો યુઝ ન કરો

થર્ડ પાર્ટી બેટરી એપનો યુઝ ન કરો. કેમ કે તે સતત બેકગ્રાઉન્ડમાં રન થશે અને તમારી બેટરી પર ખરાબ અસર પાડશે. જેના કારણે ફોનની બેટરી બચવાના બદલે વધુ વપરાશે.