મહિને ₹6 લાખની આવક ધરાવતા પાયલટને બનવું પડ્યું ડિલીવરી બોય

કોરોના જેવા ખતરનાક વાયરસના સંક્રમણ રોકવા માટે ઘણા દેશોએ સમગ્ર દેશને લૉકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો.. જેના કારણે લોકોએ બહારનું ખાવા પીવાનું, હરવા ફરવાનું, શોપિંગ કરવાનું બધું જ બંધ કરી દીધું હતું અને એના કારણે ઘણા બધા ધંધા બંધ થઈ ગયા.અને એના પરિણામે દુનિયામાં બેરોજગારોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે.

image source

ઘણા લોકો તો એવા છે કે જેમને રોજના જમવાના પણ ફાંફા પડી રહ્યા છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે જો આ લોકો કોરોનાથી બચી જશે તો કદાચ બેરોજગારી અને ભૂખમરો એમનો જીવ લઈ લેશે. કોઈ એવું સેક્સન નથી જે આ મંદીનો ભોગ ન બન્યું હોય.એવિએશન સેક્ટરમાં પણ ઘણી મંદી જોવા મળી રહી છે. અનેક કોમર્શિયલ પાયલટ આજે બેરોજગાર બનીને બેઠા છે. અને આવી સ્થિતિમાં આ લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કંઈ પણ નોકરી કરવા તૈયાર થઈ રહ્યા છે. જેમ કે થાઈલેન્ડના આ પાયલટને જ જોઈ લો, જે એક સમયે આકાશમાં વિમાન સાથે ઉડતા પણ આજે આ કોરોના વાયરસે લાળેલી બેરોજગરીને કારણે ડિલીવરી બોય બનીને ઘરે-ઘરે સામાન પહોંચાડી રહ્યા છે.

image source

Nakarin intaની ઉંમર 42 વર્ષની છે અને એ છેલ્લા 4 વર્ષોથી કમર્શિયલ પાયલય તરીકે કામ કરી રહ્યા હતા. પરંતુ હાલ ચાલી રહેલા ભયાનક કોરોના સંકટને કારણે એક કમર્શિયલ પાયલટને ફૂડ ડિલીવરી બોય બનાવી દિધા છે. ‘સીએનએન ટ્રેવલ’ને તેમણે કહ્યું હતું કે ‘એરલાયન્સે પોતાના મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પગાર આપ્યા વિના જ રજા પર મોકલી દીધા છે. અને જેમને પગાર આપવામાં આવી રહ્યો છે તે પણ ખૂબ જ ઓછો છે. અને એટલું જ નહીં ઘણા બધા લોકોને નોકરી માંથી કાઢી પણ મૂકવામાં આવ્યા છે.’

image source

તેઓ વધુમાં જણાવે છે કે, ‘આ મુશ્કેલ સમયમાં પોતાના ઘર પરિવારના ગુજરાન માટે મારા ઘણા સાથીઓ સાઈડ જોબ્સ કરી રહ્યા છે. બધા નોકરી પર પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. જે લોકોને નોકરી પરથી નથી કાઢવામાં આવ્યા તેમને પણ જરૂરી ફ્લાઈટ્સ માટે જ પૈસા આપવામાં આવી રહ્યા છે.’ એક સમયે આ પાયલટ 4- 6 લાખ રૂપિયા મહિને કમાતા હતા પરંતુ કોરોનાના આ સંકટના સમયમાં તેમના માટે 2 હજાર રૂપિયા કમાવવા પણ ઘણી મોટી બાબત સાબિત થઈ રહી છે.

image source

તે પોતાની વાત આગળ ચલાવતા કહે છે કે, ‘હું પોતાના સાથીઓ, કેપ્ટન, કેબિન ક્રૂ, ડિસ્પેંચર અને અન્ય કર્મચારીઓને ખૂબ યાદ કરું છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.