આવું તે કેવું, આ હોટ હસીનાઓ કપડાથી નહિં, પણ ઓશિકાંથી ઢાંકી રહી છે પોતાનુ શરીર

શું ક્યારેય ઓશિકું વ્યક્તિની ફેશનનો ભાગ બની શકે ખરૂં! જાણો વાયરલ થયેલી વિગતો

લોકડાઉન વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વિચિત્ર ચેલેન્જ ચાલી રહી છે. આ તમામ ચેલેન્જમાં સૌથી ચર્ચિત ‘પિલો ચેલેન્જ’ રહી છે. આ ચેલેન્જ દરમિયાન અનેક સેલેબ્સ ફક્ત પિલો પહેરેલા નજરે આવી રહ્યાં છે. સોશિયલ મીડિયાના પડકારો ઘણાં ઓનલાઇન યુઝર્સને એક કરે છે અને કરોડોને વ્યસ્ત પણે રાખે છે કારણ કે હાલમાં લોકો કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન પોતાને સોશિયલ મિડીયા પર એક્ટિવ રાખે છે. ઘરેથી કામ કરવું એ એક નવું ફેશન વલણ લાવી રહ્યું છે અને તે જેવું સંભળાય છે તેટલું જ આરામદાયક છે. મહિલાઓ સૂવાના સમયે એક્સેસરીઝ અને ગાઉન પોશાક તરીકે પહેરે છે. તેઓ પાસે #PillowChallenge હતી જે થોડા અઠવાડિયા પહેલા વાયરલ થઇ હતી. સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ, જેમ કે હેલ બેરી અને એની હેથવે જેવા સેલેબ્સ સહિત પોતાને ડ્રેસની બદલે શરીરને ઢાંકવા માટે મોટા ઓશીકાનો ઉપયોગ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Kashvi Pal (@_poolkashvi_) on

તેના વિશે કંટાળાજનક કંઈ નથી. ઓશિકા અને ધાબળાઓને સ્ટાઇલિશ બેલ્ટથી કમર પર બાંધવામાં આવે છે. સોશિયલ મીડિયા યુઝર્સ લુક સાથે શાનદાર એક્સેસરીઝની ટોટલ પણ કરી રહ્યા છે જેવા કે બેલ્ટ, ગ્લેર્સ, હીલ્સ, ફ્લોરલ ક્રાઉન, તેમજ ઓશીકું અને ટોઇલેટ રોલ જેવી ઓફબીટ આઈટમ્સનો ઉપયોગ કરીને. ખરેખર તે સરળ છે, સ્ટાઇલમાં મોટાભાગના લોકો ઓશીકું અને તેને પટ્ટાથી પહેરે છે તો સ્ટ્રક્ચર્ડ મીની-ડ્રેસ જેવું લાગે છે. ક્રેઝ ફક્ત આંતરરાષ્ટ્રીય સેલેબ્સમાં કે સોશિયલ મીડિયા પર જ ફેમસ નથી. પરંતુ આપણા બોલીવુડ સેલેબ્સ પણ આ ચેલેન્જને ખૂબ પસંદ કરી રહ્યાં છે. પરંતુ મોટાભાગના ઓશિકા સાથેના સ્ટાઇલ સેટમાં સેલેબ્સ તેને વિરોધાભાસી બ્લેક બેલ્ટ સાથે ક્લાસિક લુક રાખે છે.

હોલીવુડ એક્ટ્રેસ એની હેથવેએ આ પડકાર ઝીલ્યો

image source

આ ટ્રેન્ડને ફૉલો કરતી હોલીવુડ એક્ટ્રેસ એની હેથવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તકિયા સાથે એક ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરતાં તેણે લખ્યું, એક રાણી ક્યારેય મોડું નથી કરતી, બાકી દુનિયામાં બધુ સમય પહેલા છે.

પિલો ચેલેન્જએ લોકોમાં હાહાકાર મચાવી દીધો છે

 

View this post on Instagram

 

A post shared by All about Fashion (@fashions.super) on

એક્ટ્રેસીસની આ પિલો ચેલેન્જ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. આજકાલ આ ટ્રેન્ડ ખૂબ જ ચર્ચામાં છે. સામાન્ય લોકો પણ આ ટ્રેન્ડની પાછળ દિવાના થયા છે.

પાયલ રાજપૂત પણ લોકોની નજરમાં

પાયલે પિલો ચેલેન્જ એક્સેપ્ટ કરી છે. તે કપડાના બદલે બેલ્ટથી યલો કલરનો તકિયો બાંધેલી નજરે આવી રહી છે.પંજાબી અને તેલુગુ ફિલ્મો બાદ ટીવી દ્વારા લોકો વચ્ચે ફેમસ થયેલી પાયલ રાજપૂત પોતાના નવા આઉટફિટના કારણે ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal) on

લોકડાઉનમાં નવી એક્ટિવિટી

આ ચેલેન્જ દરમિયાન લોકો કંટાળો દૂર કરવામાં લાગ્યા છે. પાયલે તેની સાથે કેપ્શનમાં લખ્યું કે ક્વોરન્ટાઇન છે અને તેને ઘરે કંટાળો આવી રહ્યો છે. કંટાળો દૂર કરવાની આ જબરદસ્ત ટ્રિક વાયરલ થઇ રહી છે. હોલીવુડ બાદ તેનું ચલણ બોલીવુડમાં પણ જોવા મળ્યું, હવે તે ઝડપથી સામાન્ય લોકોમાં પણ ફેલાઇ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.