દરેક પેરેન્ટ્સ ખાસ વાંચી આ આર્ટિકલ, બાળકોને પાર્ક અને મેદાનમાં રમવા મોકલતા પહેલા અને પછી કઇ બાબતોનુ રાખશો ખાસ ધ્યાન

કોરોનાના ભય વચ્ચે નિષ્ણાંતોની માતા-પિતાને સલાહ, તાજી હવામાં વાઈરસથી સુરક્ષિત રહી શકાય છે

સેનીટાઈઝ કરતા પહેલાં બાળકના હાથ ધોઈ લેવા, ગંદા હાથ પર સેનિટાઈઝરની અસર નથી થતી

પાર્ક અથવા મેદાનમાં જાવ તો હેન્ડ સેનિટાઈઝ રાખવું, 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકને માસ્ક ન પહેરાવવું

હાલમાં જ્યારે લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે, અને દેશ આખો અનલોક થઈ ગયો છે. એવા સમયે બાળકોને રમવા માટેની જગ્યાઓ જેવી કે પાર્ક અને મેદાનો પણ ખુલ્લા મુકાઈ રહ્યા છે. આ સમાચાર બાળકો માટે સારા છે, પણ આનાથી માતાપિતાની ચિંતાઓ વધી રહી છે. કારણ કે કોરોના વાઈરસ હવે દેશભરમાં બમણી ગતિએ ફેલાઇ રહ્યો છે, બીજી બાજુ આની વેક્સીન ક્યારે આવશે એ વિશે કોઈ પણ જાતની સ્પષ્ટ જાણકારી નથી. આ સ્થિતિમાં બાળકો માટે રમતના મેદાન ખુલ્લા મૂકવા કે નહી?

જરૂરી પ્રશ્નોના જવાબ : નિષ્ણાંતો અનુસાર

શું રમત માટેના મેદાનો સુરક્ષિત છે?

image source

આ બાબતે ચોક્કસ કાઈ ન કહી શકાય, કારણ કે અહી આવનારા લોકોમાં સાફ સફાઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને અલગ અલગ વિચારધારા હોઈ શકે છે. જો કે તાજી હવા એ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, જો જરૂરી અંતર જાળવવામાં આવે અને ભીડ એકત્ર ન થાય તો દરવાન જરૂર રહેતી નથી. રમતના મેદાન જાહેર લોકો માટે હોવાથી સાવચેતીના અભાવમાં આવા સ્થળો પર કોરોના વાઈરસનું જોખમ વધારે હોય છે.

જો કે ખુલ્લા વિસ્તારની તુલનામાં મોલ જેવી જગ્યામાં જોખમ વધારે હોય છે. અહીંની હવા બહાર નથી જતી, પરિણામે શ્વાસમાંથી નીકળતા ડ્રોપ્લેટ્સ હવામાં જ તરતા રહે છે. નિષ્ણાતોના મતે બહારની હવાનો ફ્લો વાઈરસ ઘટાડવામાં મદદ કરે છે. જો કે, ભીડવાળા વિસ્તારથી દુર રહેવું જ લાભદાયી રહે છે.

image source

શું આ વાયરસ મેદાની સપાટી પર રહે છે?

આ બાબતે ઘણા મતભેદ છે. હજી સુધી સ્પષ્ટ માહિતી નથી કે, પ્લાસ્ટિક અથવા મેટલની સપાટી પર વાઈરસ કેટલો સમય રહી શકે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા જણાવાયેલ સાવચેતીના પગલા મુજબ કોઈ પણ વાયરસ યુક્ત સપાટી સાથેના સ્પર્શ પછી જો હાથને નાક અથવા આંખોને સ્પર્શવામાં આવે તો તમે કોરોનાની ઝપટમાં આવી શકો છો. જો કે સપાટી એ ફેલાવાનું મૂળ કારક નથી.

ધ લાન્સેટમાં પ્રકાશિત અન્ય અહેવાલ જોઈએ તો વાઈરસ સ્ટેઈનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિક પર 4 દિવસ સુધી રહી શકે છે. જો કે નિષ્ણાંતોના મતે આ વસ્તુઓ પરથી વાઈરસ કાઢવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તે અચાનક જ સપાટીને સ્પર્શ કરવાની નથી.

image source

ધ ન્યૂ ઇંગ્લેંડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આ વાઈરસ સૌથી વધારે સમય સુધી પ્લાસ્ટિક અને સ્ટેઈનલેસ સ્ટીલની સપાટી પર રહે છે. જેનો સમયગાળો 72 કલાક સુધીનો હોય છે.

આ સપાટીને ડિસઈન્ફેક્ટ કરવી જરૂર છે?

WHOના જણાવ્યા પ્રમાણે રીસર્ચ લેબના માહોલમાં આ કરવામાં આવ્યું હતું. જ્યાં ન તો સપાટી સાફ કરવામાં આવી ન ડિસઈન્ફેક્ટ એટલા માટે દુનિયાને આ બાબતે આપવામાં આવતી જાણકારી સાવધાનીપૂર્વક આપવી જોઈએ.

image source

કેટલાક સંશોધનો મુજબ સૂર્યનો પ્રકાશ સપાટી પર રહેલા વાઈરસને નાશ કરવામાં મદદ કરે છે. જો કે આ અંગેનું કોઈ પણ રીસર્ચ હજુ સુધી રમતના મેદાનો પર કરવામાં આવ્યું નથી.

હજું એ પણ સ્પષ્ટ નથી થયું કે જે વાઈરસની સંશોધકોએ શોધ કરી હતી, તેના સંપર્કમાં આવનાર લોકોને જ આનો ચેપ લાગ્યો હતો કે નહીં. CDCના પ્લેગ્રાઉન્ડમાં મેટલ અને પ્લાસ્ટિકની સપાટીને સફાઈ કરવાની સલાહ જરૂર આપે છે, પણ તેને ડિસઈન્ફેક્ટ કરવાની જરૂર નથી.

શું રમતના મેદાનમાં પણ બાળકોએ માસ્ક પહેરવા જોઈએ?

image source

CDC પ્લેગ્રાઉન્ડમાં માસ્ક પહેરવાની સલાહ આપે છે. એટલે સુધી કે ફેસ માસ્ક ઉપયોગની વિરુદ્ધમાં રહી ચૂકેલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ જૂન મહિનામાં સરકાર સાથે માસ્કના પ્રચારની વાત કરી હતી. જો કે એમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય લોકો જે કોટન માસ્કનો ઉપયોગ કરે છે, તે સર્જિકલ માસ્ક અને N95 રેસ્પિરેટર જેટલા અસરકારક ભલે ન હોય પણ ડ્રોપ્લેટ્સ સામે રક્ષણ જરૂર આપે છે

અમેરિકન એકેડમી ઓફ પેડિયાટ્રિક્સ કમિટિના વાઈસ ચેરમેન અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સીન ઓ લિયરીએ કહ્યું હતું કે, ઘણી વાર નાના બાળકો માટે માસ્ક પહેરવું જોખમી થઇ શકે છે. એટલે માસ્ક પહેરવામાં પણ સાવધાની રાખવી જરૂરી છે.

image source

ડોક્ટર સીનના જણાવ્યા મુજબ જો તમારું બાળક સતત પોતાના ચહેરાને સ્પર્શ કરે છે અને માસ્કને એડજસ્ટ કરી રહ્યું છે તો આ ચેષ્ટા એને પણ સંક્રમિત કરી શકે છે. CDCના જણાવ્યા મુજબ, 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકને માસ્ક પહેરવા જોઈએ નહી. કારણ કે માસ્કથી ગૂંગળામણનું જોખમ પણ રહે છે.

આવા મેદાનમાં બાળકો અને સ્વની સુરક્ષા માટે શું કરવું જોઈએ?

તમે જાઓ છો ત્યાં જો બાળકો વધારે હોય, તો ઘરે પાછા ફરો અને ખાલી સમયમાં જાઓ. જો આવી જગ્યાએ આસપાસ હાથ ધોવા માટે કોઈ વ્યવસ્થા નથી તો CDC હેન્ડ સેનિટાઈઝર રાખવાનું સૂચન કરે છે. હાથ પર સેનિટાઈઝર લગાવવું અને બાળકોને હાથ સાફ કરવા માટે કહેવું. આવા સમયે કઈ પણ ખાતા પહેલાં પણ બાળકોના હાથ સાફ કરવા જરૂરી છે.

image source

જો સેનિટાઈઝરનો ઉપયોગ કરવો હોય અને તમારા હાથ ગંદા થતા હોય, તો પાણીની બોટલ પણ સાથે જ રાખો. કારણ કે CDCના મત પ્રમાણે, ગંદા હાથ પર સેનિટાઇઝર ઓછું અસરકારક હોય છે. એટલે બાળકના હાથ પહેલા પાણીથી ધોઈ લો અને પછી સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

ડોક્ટર લિયરીના મત મુજબ, બાળકોને વાઈરસના ફેલાવનું કારણ માનશો નહીં, કારણ કે મોટા લોકો બાળકોની તુલનાએ વાઈરસને વધુ ઝડપથી ફેલાવે છે. યાદ રાખો બાળકની સંભાળ લેતા સમયે મોટા લોકોએ પણ એકબીજાથી દુરી રાખવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.