આજે જ જાણી લો, PNG ગેસ કનેક્શનની ડિપોઝિટને લઇને શું થયા મોટા ફેરફાર

શું તમે PNG ગેસનું કનેક્શન લેવા વિશે વિચારી રહ્યા છો? અથવા તમે લઇ રહ્યા છો, તો હવે PNG ગેસ કનેક્શન બાબતે આ ખબર તમારા માટે જાણવી ખુબ જ જરૂરી છે. PNG ગેસ કનેક્શન લેવું ગ્રાહકોને હવે પહેલા કરતા થોડુક મોઘું પડવા જઈ રહ્યું છે.

IMAGE SOURCE

હવે ગ્રાહકોએ PNG કનેક્શન લેવા માટે માત્ર 5000 નહિ પણ પુરા 10000 રૂપિયા કંપનીને ડીપોઝીટ તરીકે ચુકવવા પડશે. ઉલ્લેખનીય છે કે પાછળના કેટલાક સમયથી PNGRB દ્વારા ડોમેસ્ટિક PNG કનેક્શન મેળવવા માટેની રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ સ્ટ્રક્ચરની પ્રક્રિયામાં બદલાવ માટેની પ્રક્રિયા શરુ કરી દીધી છે. જો કે અત્યાર સુધી આ રકમ માત્ર 5000 રૂપિયા જ હતી, જે હવે વધીને 10000 જેટલી થઇ શકે છે.

ગ્રાહકો માટે કંપનીએ ત્રણ વિકલ્પ તૈયાર કર્યા

IMAGE SOURCE

નવા બદલાયેલા સ્ટ્રક્ચર મુજબ ગ્રાહકો માટે કંપનીઓએ ત્રણ વિકલ્પો તૈયાર કર્યા છે. જો કે નિયમો પ્રમાણે કોઈ પણ કંપની ગ્રાહકો પાસેથી સિક્યોરિટી સ્વરૂપે દશ હાજર રૂપિયા લેશે તો એણે બદલામાં વ્યાજ પણ ચુકવવું પડશે. આ સાથે જ લોકો જો સ્માર્ટ મીટર, પ્રીપેડ કાર્ડ અને અન્ય સુવિધા ન લેવા ઈચ્છે તો એણે 5000 રૂપિયા રીફંડ મળવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. વાસ્તવમાં આ બદલાવ કંપનીઓને એવો અધિકાર આપે છે કે પડતર વધતા એ રકમને ગ્રાહકો પાસેથી વસુલવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ વિકલ્પો હજુ વિચારાધીન છે, આ બાબતે 27 જુલાઈ સુધીમાં તમામ પક્ષોના અભિપ્રાય માંગવામાં આવ્યા છે.

ગ્રાહકોને મળશે PNG ઓનલાઈન પેમેન્ટ સુવિધા

IMAGE SOURCE

આ પ્રક્રિયા બાદ PNGનું બીલ પણ ઓનલાઈન ભરી શકાશે. આ માટે ગ્રીન ગેસનું ભારત બીલ પેમેન્ટ સીસ્ટમ સાથે કરાર કરવામાં આવ્યો છે. જો કે હવે ઈન્ટરનેટ બેન્કિંગ, પેમેન્ટ વોલેટ અથવા યુપીઆઈ એપ જેવી ઘણી એપ્લીકેશન જેવી કે પેટીએમ, ફોનપે, ગુગલ પેથી દ્વારા પણ પૈસા ચૂકવી શકાય છે. આ સાથેજ પાછળના બીલની કોપીને પણ ગ્રાહક વેબસાઇટ પર જઈને સરળતાથી મેળવી શકશે.

PNG કનેક્શન માટે અરજી કેવી રીતે કરશો

IMAGE SOURCE

· PNG કનેક્શન માટે અરજી કરવા તમારે સૌપ્રથમ કંપનીની વેબસાઇટ એટલે કે ગ્રીન ગેસ લિમિટેડની સાઈટ www.gglonline પર જવાનું રહેશે.

· આ સાઈટમાં આવીને તમારે જરૂરી વિગતો જેવી કે નામ, સરનામુ, ફોન નંબર, ઇમેલ આઇડી વગેરે ભરવાની રહેશે.

· આ માહિતી સાથે કનેક્શન લેવા માટેના જરૂરી દસ્તાવેજ સ્વરૂપે તમારે ઓળખ પત્ર અને આવાસ પ્રમાણપત્ર એટલે કે વીજળીનું બિલ અથવા હાઉસ ટેક્સની પાવતીની સ્કેન કોપીને ત્યાં જોડવાની રહેશે.

· આટલું કર્યા પછી એની પુરતી તપાસ કંપની દ્વારા થશે.

IMAGE SOURCE

· તપાસ થયા પછી અરજદારના મોબાઇલ અને ઇમેલ આઇડી પર ચુકવણી માટેની એક લિંક શેર કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.