ફિલ્મોમાં જોવા મળતા હેન્ડસમ પોલીસમેન જેવા જ આઈપીએસ અધિકારી, જેમના પાછળ સ્ત્રીઓ ક્રેઝી છે

સામાન્ય રીતે ફિલ્મોમાં હીરો ટાઈપના પોલીસમેન આપણે જોતા હોઈએ છીએ, અથવા હીરો જ પોલીસમેન હોય છે. ફીટ, ફાઈન અને હેન્ડસમ પોલીસમેન માત્ર ફિલ્મોમાં જ જોવા મળે છે એવું નથી ઉદાહરણ તરીકે દબંગ ફિલ્મમાં સલમાન ખાન અથવા પછી સિંઘમ ફિલ્મમાં અજય દેવગણ.

image source

જો કે જ્યારે પણ આપણે વાસ્તવિક પોલીસ ઓફિસરોને જોઈએ છે તો એ લોકો એકેય એંગલથી અથવા ચહેરા અને શરીરથી પણ એમની સાથે મેળ ખાતા નથી. કારણ કે વાસ્તવિક દુનિયામાં પોલીસમેન મોટા ભાગે અનફીટ જોવા મળે છે. જો કે આપને જાણીને આશ્ચર્ય થશે કે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં એક આઈપીએસ ઓફિસર એવા છે, જે સુદ્રઢતા અને દેખાવની બાબતમાં કોઈ પણ મોટા ફિલ્મ અભિનેતાને પણ ટક્કર આપી શકે છે.

ફીટ અને હેન્ડસમ આઈપીએસ સચિન અતુલકર

image source

34 વર્ષીના સચિન અતુલકર પોતાના હીરો જેવા દેખાવ અને સુદ્રઢ શરીરના કારણે હંમેશા સોશીયલ મીડિયામાં છવાયેલા રહે છે. જો કે સચિનને શરૂઆતથી જ બોડી બનાવવાનો શોખ છે. નિયમિત કસરત કરતા રહેવાના કારણે એમનો દેખાવ અને શરીર કોઈ હેન્ડસમ ફિલ્મી હીરોથી જરાય ઓછો નથી લાગતો. કદાચ આ જ એ કારણ છે જેના કારણે છોકરીઓ સચિનની દીવાની છે. જ્યારે પણ સચિન સોશિયલ મીડિયામાં પોતાની તસ્વીર શેર કરે છે ત્યારે પણ હજારો છોકરીઓના દિલ ઝડપથી ધડકવા લાગે છે.

છોકરા, મોટા, ઘરડા અને બાળકો પણ ચાહકો છે

image source

સચિન પ્રત્યેના છોકરીના ક્રેજનો અંદાજ તમે આ બાબત પરથી લગાડી શકો છો કે હાલમાં જ પંજાબના હોશિયારપુરની રહેવાશી એક છોકરી ખાસ કરીને માત્ર સચિન અતુલકરને મળવા માટે ઘરેથી ભાગીને ઉજ્જૈન આવી ગઈ હતી. જો કે સચિન માટે હવે આ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ અનેક ફેન્સ એમને મળવા માટે દુર દુરથી આવ્યા છે. મજાની વાત તો એ છે કે માત્ર છોકરીઓ જ નહિ પણ છોકરા, મોટા, ઘરડા અને બાળકો પણ સચિન અતુલકરના જબરા ચાહકો છે.

image source

સચિન એમના જીવનનો એક કિસ્સો જણાવતા કહે છે કે, એકવાર એક સાત વર્ષનું બાળક મમ્મી-પપ્પા પાસે જીદ કરવા લાગ્યું હતું કે એને સચિન સરને મળવું છે અને એમનો ઓટોગ્રાફ પણ જોઈએ છે. જો આ થશે તો જ એ જમશે. આ સાંભળીને બાળકના માતા પિતાએ બાળકને લઈને ઉજ્જૈન આવવું પડયું હતું. ત્યાં સચિન અતુલકર બાળકને મળ્યા હતા અને એને પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો.

સચિન રોજ આકારો નિયમ ફોલો કરે છે

image source

તો આજે અમે આપને એ પણ જણાવી દઈએ કે સચિનની ફિટનેસનું રહસ્ય શું છે. વાસ્તવમાં સચિન રોજનો એક આકારો નિયમ ફોલો કરે છે. આ નિયમ મુજબ તેઓ રોજ દોઢ કલાક સુધી જીમમાં ફરજીયાત પણે પરસેવો પાડે છે. જો કે જીમમાં કરવાની કસરતને એમણે અઠવાડિયા આધારે વહેચીને રાખી છે.

image source

આ વહેચણી અનુસાર અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં ચેસ્ટ અને ટ્રાયસેપ્સની કસરત કરે છે. પછી આગળના દિવસે ખભા અને પગની કસરત કરે છે. બાકીના દિવસોમાં બાયસેપ્સ સાથે બેકની કસરતો કરે છે. આ બધા સિવાય તેઓ કાર્ડીઓ કસરત પણ કરે છે. જે દિવસે સચિન જીમ નથી જતા એ દિવસે તેઓ દોડવાનું, સાઈકલ ચલાવવાનું અથવા યોગ કરવાનું પસંદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.