દેવાના દબાણ હેઠળ દબાયેલા મિત્રો માટે આ અચૂક ઉપાય, શાસ્ત્રોમાં પણ આ રસ્તો બતાવ્યો છે…

જીવનમાં બનતી ઘટનાઓ વિનાકારણ નથી હોતી. તેનો સંબંધ બે વસ્તુઓ સાથે હોય છે, એક વ્યક્તિના કર્મ અને બીજી ગ્રહોની દશા. ક્યારેક સુખી-સંપન્ન વ્યક્તિ પણ દુર્ભાગ્યનો શિકાર થઈ જાય છે અને પળવારમાં જ તેની દુનિયા બદલાઈ જાય છે. દોમદોમ સાહેબી ભોગવતી વ્યક્તિ પણ કરજના ખાડામાં પડી જાય છે. આવી સ્થિતીમાં વ્યક્તિ ભગવાનના શરણે જવાનું સૌથી પહેલાં વિચારે છે. શાસ્ત્રોમાં પણ આ પ્રકારનું કષ્ટ ભોગવતાં લોકો માટે અચૂક ઉપાય જણાવામાં આવ્યા છે.

image source

વિષ્ણુ ધર્મેત્તર પુરાણમાં એક શાસ્ત્રીય વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ધનની ખામી હોય તેવા લોકો કરે તો તેમની તિજોરી ધનથી છલકવા લાગે છે. મેરૂતંત્ર અનુસાર આ એક એવો ઉપાય છે જે ખરાબથી ખરાબ દશાને પણ સુધારી દે છે અને વ્યક્તિને ધનવાન બનાવે છે. પરંતુ આ ઉપાય મહિનામાં આવતી બંને અગિયારસ પર કરવાથી જ ફળ આપે છે.

image source

એકાદશીની તિથિ પર રાત્રિના સમયે આ ઉપાય કરવાનો હોય છે. તેના માટે રાત્રે સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરી અને પૂજા સ્થળ પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની છબી સ્થાપિત કરવી. તેમની સમક્ષ એવી રીતે બેસવું કે સાધકનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ રહે. છબી સામે ગુલાબી રંગનું વસ્ત્ર પાથરવું અને તેના પર લાલ ફૂલ, મિસરી અને એલચી દાણા રાખવા. ભગવાન સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો અને ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક લક્ષ્મી સહસ્ત્રનામનો પાઠ કરવો. પાઠનો એક એક મંત્ર પૂર્ણ થાય એટલે લક્ષ્મી-નારાયણના ચરણોમાં એક ફૂલ અને એક એલચી પધરાવવી.

આ પાઠ ચાલે ત્યાં સુધી દીવો પ્રજ્વલિત રાખવો. આ પાઠ કરતી વખતે મનમાં કોઈ માટે ઈર્ષા કે રોષ ન રાખવો. પાઠ કર્યા બાદ માતા લક્ષ્મીને આર્થિક સ્થિતી સુધરે તે માટે પ્રાર્થના કરવી. દર અગિયારશ પર આ ઉપાય કરવાથી ઝડપથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.