વિવાદિત મૉડલ પૂનમ પાંડે હવે ચારેકોરથી મુશ્કેલીમાં ઘેરાઈ, તેના વિરુદ્ધમા ગોવામાંથી ફાટી આ મામલે FIR

હાલમાં જ તેના લગ્ન અંગે ચર્ચામાં આવેલી પૂનમ પાંડે હવે મુશ્કેલીઓથી ઘેરાયેલી જોવા મળી રહી છે. પૂનમ પાંડે વિરુદ્ધ ગોવા ફોરવર્ડ પાર્ટીની મહિલા વિંગ પછી એક અજ્ઞાત સામે કેનાકોના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. આરોપ છે કે તે અજ્ઞાત બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડેના અશ્લીલ વીડિયો શૂટ કરી રહ્યો હતો, ત્યારબાદ તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

image source

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર અગાઉ ગોવા ફોરવર્ડ પાર્ટીની મહિલા વિંગે પણ પૂનમ પાંડે સામે ફરિયાદ નોંધાવી છે. ખરેખર પૂનમ પાંડે ચાપોલી ડેમ પર અશ્લીલ વીડિયો શૂટ કરી રહી હતી, ત્યારબાદ મહિલા વિંગે આ કાર્યવાહી કરી છે.

ગોવામાં આ પહેલાં પૂનમ પાંડે ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે હનીમૂન દરમિયાન તેના પતિ વચ્ચેની લડત બાદ અભિનેત્રીએ તેના પતિ સેમે તેના પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ પોલીસે સેમને કસ્ટડીમાં લીધો હતો . જો કે, થોડા દિવસ પછી, પૂનમ અને સેમ બોમ્બે વચ્ચે સમજૂતી થઈ હતી. સેમ સાથેના તેના સંબંધો વિશે બોલતા પૂનમે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે અમે ફરી વખત એક સાથે છીએ. ઉલ્લેખનીય છે પૂનમ પાંડેએ વર્ષ 2013માં ફિલ્મ નશા સાથે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.

કરી હતી આવી ફરિયાદ

image soucre

લગ્ન બાદ પૂનમ હનીમૂન પર પણ જતી જોવા મળી હતી. લગ્નના 21 દિવસ બાદ પૂનમ પાંડેએ તેના પતિ પર હુમલો કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, આ મામલો એટલો ગંભીર બની ગયો કે તેના પતિની પણ પોલીસે ધરપકડ કરી હતી. પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બેની મંગળવારે ગોવામાં ધરપકડ કરવામાં આવી હતી. અભિનેત્રીએ તેના પતિ સામે છેડતી, ધમકી અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી હતી.

image source

એક પોલીસ અધિકારીએ આ બાબતે જણાવ્યું છે કે, આ ઘટના દક્ષિણ ગોવાના કેનાકોના ગામની છે જ્યાં પાંડે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. કેનાકોના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તુકારામ ચૌહાણે કહ્યું, “પૂનમે સોમવારે મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિ સેમ બોમ્બેએ તેના પર હુમલો કર્યો હતો અને તેના ભયંકર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.

image source

2019ના વર્લ્ડ કપ દરમિયાન લોકપ્રિય મોડલ-અભિનેત્રી પૂનમ પાંડેએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતની ભવ્ય જીતને વધાવતા તેણે પોતાનો અર્ધ નગ્ન ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો. પૂનમ પાંડેએ પોતાના ટ્વીટર હેન્ડલ પર ઓસ્ટ્રેલિયા સામે ભારત મેચ જીતતા તેને પોતાનો અર્ધનગ્ન ફોટો શેર કર્યો હતો. અને આ ફોટોમાં તે બ્લેક કલરની બિકીનીમાં જોવા માટે મળી રહી હતી. ઉલ્લેખનીય છે કે, તેણે 2011ના વર્લ્ડ કપ દરમિયાન કહ્યું હતું કે, જો ભારત આ કપ જીતે છે તો તે સ્ટ્રિપ ન્યૂડ થઇને ઉજવણી કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.