પોસ્ટ ઓફિસના આ નિયમમાં થયો મોટો ફેરફાર, જાણી લો જલદી નહિં તો એકાઉન્ટ થઇ જશે બંધ અને ભરવો પડશે આટલો બધો દંડ

અવાર નવાર તારીખો બદલે એમ સરકારી અને પ્રાઇવેટ બેન્કને લગતા નિયમોમાં પણ ફેરફાર આવતા રહે છે. જો એક ગ્રાહક તરીકે તમે સજાગ ના રહો તો તમારે ક્યારેક મોટી નુકસાની વેઠવી પડી શકે છે. એ જ રીતે હાલમાં પોસ્ટ વિભાગે તેના બચત ખાતાને લગતા નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવે જો ખાતાધારક ખાતામાં ઝીરો રૂપિયા બેલેન્સ રાખશે તો યુઝરે દંડ ભરવો પડશે. પોસ્ટલ વિભાગે પોસ્ટ ઓફિસમાં બચત ખાતા પર ઓછામાં ઓછું બેલેન્સ રાખવાની મર્યાદા રૂ .50 થી વધારીને 500 કરી દીધી છે.

image source

એટલે હવે જો પોસ્ટ વિભાગના તમારા બચત ખાતામાં 500 રૂપિયાથી ઓછા હશે તો તમારે દંડ ભરવો પડશે. નિયમ પ્રમાણે જો તમારા ખાતામાં 500 કરતા ઓછા રૂપિયા જમા હશે તો દરેક નાણાકીય વર્ષના અંતે તમારી પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે, જે આપમેળે ખાતામાંથી કાપવામાં આવશે. અને જો આ સો રૂપિયાનો દંડ ભરતા ભરતા તમારું ખાતું જ ખાલી થઈ જશે તો આપમેળે એકાઉન્ટ બંધ થઈ જશે. માટે જો બેલેન્સ પર ધ્યાન ન આપ્યું તો તમે તમારું એકાઉન્ટ પણ ગુમાવી શકો છો.

image source

જો નાણાકીય વર્ષ 2012-13થી પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવેલા બચત ખાતામાં વ્યાજ રૂપે દર વર્ષે 10 હજાર રૂપિયા છે, તો તેના પર ટેક્સ લાગશે નહીં. 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના સગીર પણ પોસ્ટ ઓફિસમાં એક એકાઉન્ટ ખોલી અને સંચાલિત કરી શકે છે.

image source

આધાર અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર કનેક્ટ કરવો જરૂરી નથી, પરંતુ સરકારી સબસિડી જેવી કે પેન્શન, એલપીજી સબસિડી વગેરે મેળવવા માટે તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર આપવો જરૂરી છે.

પોસ્ટ વિભાગે પણ હાલમાં જ આ સંદર્ભમાં એક આદેશ જાહેર કર્યો છે, એ મુજબ જે લોકો પોસ્ટ ઓફિસના બચત ખાતામાં સરકારના સીધા ટ્રાન્સફર બેનીફિટનોનો લાભ લેવા માંગતા હોય તેઓએ તેમના એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું જોઈએ.

પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલવાનાં ફાયદા

image source

ખાતું ખોલવા માટેની ન્યૂનતમ રકમ 20 રૂપિયા છે. વ્યક્તિગત/ સંયુક્ત એકાઉન્ટ્સમાં વાર્ષિક 4.0% વ્યાજ મળે છે. ખાતું ફક્ત રોકડ દ્વારા ખોલી શકાય છે. નોન-ચેક સુવિધા ખાતામાં લઘુત્તમ બેલેન્સ 500 રૂપિયા જરૂરી છે.

500 રૂપિયા સાથે ખાતું ખોલવા પર ચેકની સુવિધા ઉપલબ્ધ છે અને તેથી આવા ખાતામાં ન્યૂનતમ બેલેન્સ 500 રૂપિયા હોવું જરૂરી છે. કોઈ પણ હાલના ખાતામાં ચેકની સુવિધા પણ મેળવી શકાય છે.

image source

એક પોસ્ટ ઓફિસમાં એક ખાતું ખોલાવી શકાય છે. સગીર વ્યક્તિના નામે પણ ખાતું ખોલાવી શકાય છે અને 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના સગીર પણ ખાતું ખોલાવી અને સંચાલન પણ કરી શકાય છે. સંયુક્ત ખાતું બે કે ત્રણ વયસ્કો દ્વારા ખોલી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span