લો બોલો, પોતાના જ પુત્રથી પ્રેગનન્ટ થઇ મહિલા, પૂરી ઘટના વાંચીને તમારું મગજ પણ ચડી જશે ચકડોળે

આ કપલ એક સમયે મા અને પુત્ર હતા હવે પતિ પત્ની બની ગયા, સોશિયલ મીડિયામાં થઇ રહ્યા છે વાયરલ

પ્રેમ એક માત્ર એવી લાગણી છે, ક્યારે અને કોની સાથે થઇ જાય એ વિશે કોઈ પણ વ્યક્તિ ચોક્કસ પણે કાઈ જ કહી શકતું નથી. જો કે આવી જ એક વિચિત્ર અને માન્યામાં પણ ન આવી શકે એવી પ્રેમ કહાની રશિયાથી સામે આવી છે, આ જોડી વિશે જાણીને તમે ખરેખર આશ્ચર્ય ચકિત થઇ જશો. એક સમયે જે માતા અને પુત્ર હતા, અત્યારે એ કપલ પતિ અને પત્ની બની ગયા છે. જો કે આ માનવામાં નથી આવતું, પણ આ જ સત્ય છે.

image source

આ વસ્તુ વિચારીને જ ખુબ અતડું લાગે છે પણ હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહી છે. આ વિડીયોમાં કપલનો પ્રેગ્નેન્સીનો ટેસ્ટ પોઝીટીવ આવ્યા હોવાથી બંને જણા ખુશ જોવા મળી રહ્યા છે. આ પ્રેગ્નેંસી ટેસ્ટ પોઝિટીવ આવ્યા પછી મરીનાએ કહ્યું હતું કે, તે ખૂબ જ ખુશ છે કે તે જલ્દી જ માં બનવાની છે.

વ્લાદિમીર મરીનાના સોતેલા પુત્ર છે

image source

ધ સનમાં છપાયેલી આ ખબર મુજબ રશિયાના સ્વાવયંક ઑન કુબાનમાં રહેનાર વ્લાદિમીર મરીનાના સોતેલા પુત્ર છે. આ પહેલા મરીનાના લગ્ન વ્લાદિમીરના પિતા અલેક્સી શૈવરિન સાથે થયા હતા. જો કે અમુક કારણો સર શેવરિન અને મરીનાના છૂટાછેડા થઇ ગયા હતા અને આ સમય દરમિયાન વ્લાદિમીર અને મરીના એકબીજાનાની નજીક આવી ગયા. જો કે વ્લાદિમીરનો એક ભાઇ પણ છે, જેનું નામ વિક્ટર છે.

અલેક્સીએ મરીનાને તલાક આપ્યા હતા

image source

આપને જણાવી દઈએ કે એલેક્સીથી લગ્ન પછી મરીનાને કોઇ બાળક હતું નહી. જો કે મરીનાએ ૫ બાળકોને દત્તક જરૂર લીધા છે. છૂટાછેડા અંગે અલેક્સીએ કહ્યું હતું કે એક દિવસ એમણે પત્ની મરીનાને એમના જ પુત્ર વ્લાદિમીર સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઇ હતી. ત્યારબાદ એમણે મરીનાથી દુર થઇ જવાનો નિર્ણય લીધો હતો. એણે કહ્યું હતું કે મરીનાનો જો કોઇ અન્ય પુરુષ સાથે સંબંધ હોત તો કદાચ હું તેને માફ પણ કરી શક્યો હોત, પણ જ્યારે મરીનાએ તેના પોતાના જ પુત્ર સાથે સંબંધ બનાવ્યો તો તે આ વાતને સહન ન કરી શક્યા. આ કારણે અલેક્સીએ મરીનાને તલાક આપ્યા હતા.

મરીના જાણી જોઇને પુત્રને ફસાવે છે : પતિ

image source

ઉલ્લેખનીય છે કે વ્લાદિમીરની ઉંમર હજુ માત્ર 20 વર્ષ છે. આ અંગે અલેક્સીએ જણાવ્યું છે કે, “મરીના જાણી જોઇને પુત્રને પોતાના પ્રેમજાળમાં ફસાવી રહી છે. મરીના જાણે છે કે વ્લાદિમીરની કોઇ ગર્લફ્રેન્ડ નથી.” ઉલ્લેખનીય છે કે હાલમાં વ્લાદિમીર અને મરીના તેમના નવા બાળકના આવવાની ખુશીમાં જ ખુશ છે. આ ખુશીને વ્યક્ત કરવા માટે એમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પણ પોસ્ટ કર્યા છે. આ વિડીયોને ઘણા લોકોએ પસંદ કર્યા છે. જો કે હાલમાં સોશિયલ મીડિયામાં આ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.