બટાકાથી ખીલી ઉઠે છે ચહેરો, આ રીતે કરો તમે પણ ઘરે તેનો ઉપયોગ, સાથે દૂર થશે ચહેરા પરના ડાધા-ધબ્બા પણ

ત્વચાને નિખારવા અને દાગ- ધબ્બાને દુર કરવા માટે બજારમાં ઘણા બધા મોંઘા પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે આ સાથે જ ઘરે પણ કેટલી બધી
વસ્તુઓ લગાવવા માટે જણાવવામાં આવે છે. જો કે, દરેક સમયે ઉપલબ્ધ હોતી નથી. આવામાં આપે મુંઝાવાની જરૂરિયાત નથી. બટાકા તો લગભગ બધા જ ઘરમાં હોય છે. આ સાથે જ ભોજન માટે રોજ ઉપયોગ કરવામાં આવે છે. તો બસ કાપેલા બટાકાની મદદથી આપને
ગ્લોઇન્ગ સ્કીન મળી શકે છે અને આપને વધારાની મહેનત કરવાની પણ જરૂરિયાત પડશે નહી. તો ચાલો જાણીએ કેવી રીતે કાચા બટાકાનો ઉપયોગ કરીને ત્વચાને નિખારવા માટે કરવામાં આવે છે.

બટાકા અને હળદરનો ફેસપેક.:

image source

બટાકા જ્યાં ત્વચાની રંગતને નિખારવામાં મદદ કરે છે ત્યાં જ હળદરના એંટીબેક્ટેરીયલ ગુણ દાણા અને એક્નેની મુશ્કેલીથી છુટકારો
અપાવશે. આ બંનેને ભેળવીને બનાવવામાં આવેલ ફેસ પેક ચહેરા માટે ફાયદાકારક છે. ફેસ પેક બનાવવા માટે બટાકાને છીણી લેવું. છીણી
રાખેલ બટાકામાં એક ચપટી હળદર ભેળવીને ચહેરા પર અડધા કલાક માટે લગાવીને રહેવા દો. ત્યાર બાદ તેને ચોખ્ખા પાણીથી ચહેરાને ધોઈ લો. અઠવાડિયામાં બે દિવસ આ પેકનો ઉપયોગ કરવાથી આપને થોડાક દિવસમાં જ ફર્ક જોવા મળશે.

બટાકા અને ઈંડાનો ફેસ પેક.:

image source

બટાકા અને ઈંડાના ફેસ પેકને તૈયાર કરવા માટે અડધા બટાકાને છીણીને તેનો રસ કાઢી લેવો. ત્યાર બાદ એમાં એક ઈંડાના સફેદ ભાગને
ભેળવીને સારી રીતે મિક્સ કરી લો. આ તૈયાર થયેલ પેકને આપ ચહેરા પર અને ગરદન પર લગાવીને ૨૦ મિનીટ માટે રહેવા દેવું જોઈએ.
ત્યાર બાદ આ ફેસ પેકને સાદા પાણીથી ચહેરાને ધોઈ લેવો. એની અસર આપને તરત જ જોવા મળશે. આપને જણાવી દઈએ કે, બટાકા
અને ઈંડાનું ફેસ પેક લગાવવાથી ચહેરા પર ગ્લો આવવાની સાથે જ આપના ચહેરાના પોર્સ પણ ટાઈટ થાય છે.

બટાકા અને દહીંનો ફેસ પેક:

image source

બટાકાની સાથે દહીંને ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે. એના માટે કાચા બટાકાને પીસીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાં દહીંને ભેળવીને થોડાક સમય માટે રહેવા દો. અંદાજીત ૧૫ થી ૨૦ મિનીટ સુધી ચહેરા પર લગાવીને રહેવા દો. બટાકા અને
દહીંના ફેસપેક ચહેરાની ત્વચાને ટાઈટ કરવાનું પણ કામ કરે છે. જેનાથી ચહેરા પરની ઝુરીઓની સમસ્યા પણ દુર થાય છે.

બટાકા અને લીંબુનો ફેસપેક:

image source

આપે સૌથી પહેલા બટાકાની પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ બટાકાની આ પેસ્ટમાં એક ચમચી લીંબુનો રસ ભેળવવો અને ચહેરા પર લગાવી લેવો. ૧૫ મિનીટ સુધી ચહેરા પર લગાવી રાખો ત્યાર બાદ આપે ચહેરાને ધોઈ લેવો જોઈએ. આ નેચરલ ફેશિયલ બ્લીચનું કામ કરે છે. આ ફેસપેક આપની ડાર્ક સ્કિન કોમ્પ્લેકશનને દુર કરવામાં મદદ કરે છે.

image source

એક મોટી ચમચી બટાકાના રસમાં બે ચમચી લીંબુનો રસ અને બે ચમચી મુલતાની માટીને ભેળવીને ફેસપેક તૈયાર કરો. હવે આ ફેસપેકને દસ થી પંદર મિનીટ સુધી ચહેરા પર લગાવીને રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો. એનાથી આપના ચહેરા પરના દાગ દુર થઈ જશે અને ચહેરા પર ચમક આવી જશે.