ના હોય! આ દેશમાં બે કિલો બટાકા આવે છે 1 લાખ રૂપિયાના, એક સમયે અમીર ગણાતા આ દેશની એવી હાલત થઈ ગઈ કે લોકો કરી રહ્યા છે લૂંટફાટ

સમયની થપાટ કેવી હોય છે તે વેનઝુએલાના લોકોને પુછો. એક સમયે ધનવાન ગણાતો આ દેશ અત્યારે કંગાલી પર આવી ગયો છે. લોકો રસ્તા પર ઉતરી રહ્યાછે. દક્ષિણ અમેરિકામાં આવેલો વેનેઝુએલા નામના દેશની ગણતરી એક સમયે દુનિયાના સૌથી અમીર દેશોમાં થતી હતી. પરંતુ વર્તમાન સમયે વેનેઝુએલાની ચલણી નોટોની કિંમત પસ્તી બરાબર છે. વેનેઝુએલામાં ફુગાવો અને મોંઘવારી એટલી બધી વધી ગઇ છે કે એક કપ ચા થવા તો કોફી માટે લોકો થેલો ભરીને નોટો લઇ જવી પડે છે. હવે આ સમસ્યાને દૂર કરવા માટે વેનેઝુએલા સરકાર ફરી એક વખત મોટા મુલ્યની નોટ બહાર પાડવા જઇ રહી છે. સમાચાર વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે કેશના સંકટના કારણે વેનેઝુએલા કરન્સી બનાવવા માટેનું પેપર પણ બહારથી મંગાવે છે.

આ નોટ વડે તમે માત્ર બે કિલો બટાટા જ ખરીદી શકો છો

hyperinflation in venezuela inflation in venezuela is so much that only 2 kg of potatoes are available in 1 lakh bolivars know how it all happened vwt | महंगाई इतनी कि 1
image source

વેનેઝુએલા અત્યાર સુધી એક ઇટાલિયન કંપની પાસેથી 71 ટન કરતા વધારે કરન્સી પેપર ખરીદી ચુક્યું છે. વેનેઝુએલાની કેન્દ્રિય બેન્ક હવે 1,00,000 બોલિવરની નોટ બહાર પાડવા જઇ રહી છે. બોલિવર એ વેનેઝુએલાનું ચલણ છે. આ અત્યાર સુધીના સૌથી મોટા મૂલ્યની નોટ હશે. જો કે 1,00,000 બોલિવરના આ નોટની કિંમત માત્ર 0.23 ડોલર જ હશે. એટલે કે આ નોટ વડે તમે માત્ર બે કિલો બટાટા જ ખરીદી શકો છો.

ફુગાવો દૂર કરવાના તમામ પ્રયત્નો નિષ્ફળ

image soucre

તો બીજી તરફ વેનેઝુએલામાં ગયા વર્ષે મોંઘવારીનો દર 2,400 ટકા હતો. આ પહેલા પણ વેનેઝુએલા સરકારે 50,000 બોલિવરના નોટ છાપ્યા છે. વેનેઝુએલાની અર્થવ્યવસ્થા સતત સાતમા વર્ષે પણ મંદીનો સામનો કરી રહી છે. તેવામાં આ વર્ષે કોરોના મહામારી અને પેટ્રોલ ડિઝલની આવકમાં ઘટાડો થતા વધારે 20 ટકા મંદી વધી શકે છે. અત્યાર સુધી સરકારે ફુગાવો દૂર કરવા કરેલા તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. લોકોનો રોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે.

30 લાખ લોકોએ વેનેઝુએલા છોડ્યું

image source

એક સમયે ધનના ઢગલામાં આરોટતા લોકો અત્યારે ગરીબી થઈ ગયા છે. વેનેઝુએલાના તમામ લોકો હવે અમેરિકી ડોલરનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો તો એવા છે જેઓ જીવન જરુરી સામાન પણ નથી ખરીદી શકતા. ગરીબી અને ભુખમરાથી બચવા માટે 30 લાખ લોકો વેનેઝુએલા છોડી ચુક્યા છે.

સાંજે દુકાનમાં લૂંટફાટ પણ શરૂ થઈ જાય છે

image source

વેનેઝુએલામાં વર્ષ 2017 પછી ફુગાવો સતત વધી રહ્યો છે. મોટા ભાગના લોકો માલ પણ ખરીદી શકતા નથી. સાંજે દુકાનમાં લૂંટફાટ પણ શરૂ થઈ જાય છે.4 અંકના ફુગાવા ના કારણે, વેનેઝુએલા ના ચલણમાં હવે પૈસાની કોઈ કિંમત રહી નથી. ગ્રાહકોને કાં તો પ્લાસ્ટિક અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાન્સેકશન કરવાની ફરજ પડી છે અથવા તો તેઓ ડોલર્સ તરફ વળ્યા છે. પરંતુ બસો સહિતની અનેક સુવિધાઓ માટે, બોલીવરમાં જ ચૂકવણી જરૂરી છે.

તેલની કિંમત ઘટ્યા બાદ પડતી શરૂ થઈ

image source

તેલની કિંમત ઘટ્યા બાદ વેનેઝુએલાની પડતી શરૂ થઈ હતી. 2014મા આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત ઘટયા બાદ વેનેઝુએલા સહિતના ઘણા દેશો અસરગ્રસ્ત થયા હતા. વેનેઝુએલાના કુલ નિકાસમાં 96 ટકાનો હિસ્સો પેટ્રોલિયમનો જ છે. ચાર વર્ષ પહેલાં તેલનો ભાવ છેલ્લા 30 વર્ષમાં સૌથી નીચલા સ્તરે ગયો હતો. નાણાકીય સંકટને કારણે સરકારે નોટો છાપવાનું ચાલુ રાખ્યું, જેનાથી હાયપર ફુગાવાની સ્થિતિ સર્જાઈ અને ચલણ બોલીવરની કિંમતમાં સતત ઘટાડો થતો રહ્યો.

અમેરિકા છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિના વિરોધમાં

image source

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોએ તેમના દેશના આર્થિક વિનાશ માટે Organization of the Petroleum Exporting Countries (OPEC) દેશોના પ્રતિબંધોને દોષી ઠેરવ્યા છે. યુએસ પણ નિકોલસ માદુરો ને વેનેઝુએલાની સત્તામાંથી કાઢી નાખવા આર્થિક પ્રતિબંધો દ્વારા દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, માદુરોના ટીકાકારો કહે છે કે બે દાયકાથી નિકોલસ માદુરોના શાસન દરમિયાન ફેલાયેલી અરાજકતા અને ભ્રષ્ટાચારને કારણે દેશમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span