તમને જાણીને નવાઈ લાગશે કે આ કિનારે જ દુનિયાની અનેક મોટી મોટી નદીઓ પ્રશાંત મહાસાગરમાં ભળે છે.

એ તો તમે જાણતા જ હશો કે દુનિયામાં કુલ પાંચ મહાસાગરો આવેલા છે અને તે એટલા વિશાળ છે કે તેના લીધે પૃથ્વીનો 71 ટકા ભૂ ભાગ ઢંકાયેલો છે. પરંતુ શું તમે એ જાણો છો કે દુનિયાનો સૌથી મોટો મહાસાગર કયો છે ?

image source

તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે વિશ્વનો સૌથી મોટો મહાસાગર પ્રશાંત મહાસાગર છે જે 6,36,34,000 માઈલના ક્ષેત્રફળમાં પથરાયેલો છે તેની વિશાળતા બીજા શબ્દોમાં કહીએ તો એ વિશ્વના બીજા સૌથી મોટા મહાસાગર એટલાન્ટિક કરતા બે ગણા કરતા પણ વધુ વિસ્તાર ધરાવે છે. પ્રશાંત મહાસાગર અમેરિકા અને એશિયાને અલગ પાડે છે.

image source

પ્રશાંત મહાસાગર ફિલિપાઇન્સ કિનારેથી લઇ પનામા સુધી 9,455 પહોળો અને બેરિંગ જલડમરુમધ્યથી લઈને દક્ષિણ એન્ટાર્કટિકા સુધી 10,492 માઈલ લમ્બો છે.

image source

જો કે તેનો ઉત્તર કિનારો ફક્ત 36 માઈલના બેરિંગ જલડમરુમધ્ય દ્વારા આર્કટિક સાગરથી જોડાયેલો છે. આટલા મોટા વિસ્તારમાં ફેલાયેલો હોવાથી અહીંના નિવાસી, વનસ્પતિઓ, પશુઓ અને માણસોના રહન-સહન વિશ્વના અન્ય મહાસાગરો પાસે વસતા લોકો અને પશુઓ કરતા ઘણી અલગ હોય છે.

image source

પ્રશાંત મહાસાગરની સરેરાશ ઊંડાઈ લગભગ 14000 ફૂટની છે જયારે વધુમાં વધુ ઊંડાઈ 36201 ફૂટની છે. તેના પૂર્વ અને પશ્ચિમ કિનારા દરમિયાન પણ ભારે અંતર છે. પૂર્વ કિનારે પર્વતોની શૃંખલા આવેલી છે અથવા સાંકડા સમુદ્રી મેદાનો છે જયારે પશ્ચિમ કિનારે તેનાથી વિપરીત કોઈ પર્વતો નથી પરંતુ અનેક ટાપુઓ, ખાડીઓ, પ્રાયદ્વીપ અને ડેલ્ટા આવેલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કિનારે જ દુનિયાની અનેક મોટી મોટી નદીઓ પ્રશાંત મહાસાગરમાં ભળે છે.

image source

પ્રશાંત મહાસાગરનો આકાર ત્રિભુજકાર છે. તેની ટોચ બેરિંગજલડમરુમધ્ય પર છે જે જેનો આકાર ઘોડાની ટાપ જેવો છે. જ્વાર ભાટા અહીંની મુખ્ય વિશેષતા છે. આ મહાસાગરની સપાટીની વાત કરીએ તો મુખ્યત્વે પશ્ચિમ તરફનો વિસ્તાર મોટી મોટી ખાઈઓથી ભરચક્ક છે જેમાં મારિયાન ટ્રેન્ચ ખાઈનો પણ સમાવેશ થાય છે. મારિયાન ટ્રેન્ચ ખાઈ મહાસાગરો નજીક આવેલી ખાઈઓમાં સૌથી ઊંડી ખાઈ છે. તેની ઊંડાઈ લગભગ 10,994 મીટર એટલે કે 36,070 ફૂટ છે.

image source

પ્રશાન્ત મહાસાગરનું નિર્માણ કરી રીતે થયું તેના વિષે કોઈ માહિતી ઉપલબ્ધ નહિ. જો કે ઘણા ભૂ-વૈજ્ઞાનિકોએ આ મહાસાગરનો પ્રારંભિક ઇતિહાસ જાણવા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ કોઈ એક સર્વમાન્ય સિદ્ધાંત નથી કાઢી શક્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.