અંધવિશ્વાસ સમજી રહ્યા હોવ તો તમે ભૂલ કરી રહ્યા છો, જાણી લો આ 10 હિન્દુ પરંપરાઓ પાછળ છુપાયેલા આ વૈજ્ઞાનિક કારણો વિશે

જો તમને કોઈ એવું કહી રહ્યું છે કે ભારતની સંસ્કૃતિ તેમજ એની પૌરાણિક સભ્યતા સૌથી ધનવાન અને દુર્લભ અને સભ્ય સાથે ભવ્ય પણ છે તો એમાં જરાય ખોટું નથી. આનું ઉદાહરણ તમને ભારતીય ગ્રંથોમાંથી સરળતા પૂર્વક મળી રહે છે. ભલે આજે આપણે ગમે તેટલા આધુનિક થઇ ગયા છીએ પણ આપણી કેટલીક પરંપરાઓ અને રીવાજો આજે પણ એવાના એવા જ છે, જેવા આપણે પૌરાણિક સમયમાં નિભાવતા આવ્યા છીએ. તો આજે અમે આવા જ કેટલાક હિંદુ ધર્મના પરંપરાગત રીતી અને રીવાજો વિષે જણાવવા જઈએ છીએ, જેનું વૈજ્ઞાનિક મહત્વ પણ ઘણું છે.

૧. નમસ્તે – બન્ને હાથ જોડીને નમસ્કાર કરવું

image source

આપણે ભારતીય તરીકે કોઈ પણ વ્યક્તિને મળીએ છીએ તો સૌથી પહેલા એને અભિવાદન રૂપે હાથ જોડીને નમસ્કાર કહીએ છીએ. આ કોઈ પણ અપરિચિત અને મહેમાન સાથે પરિચય કેળવવા માટેની આપણે અહી પૂર્વ શરત ઘણાય છે. એનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આ બાબતનું વૈજ્ઞાનિક કારણ પણ છે, જેમકે જ્યારે પણ તમે કોઈને મળીને અભિવાદન રૂપે નમસ્કાર કરો છો ત્યારે તમારા હાથની આંગળીઓની ટોચ એક બીજા સાથે જોડાય છે. આ ટોચનો ભાગ કાન, આંખ અને મગજ માટેના પ્રેશર પોઈન્ટ હોય છે. જયારે બંને હાથ જોડીને નમસ્કાર કરવામાં આવે છે, તો પ્રેશર પોઈન્ટ સક્રિય થઇ જાય છે, જેના કારણે કોઈ પણ વ્યક્તિને લાંબા સમય માટે સરળતાથી યાદ રાખી શકાય છે.

૨. સ્ત્રીઓના પગમાં પહેરવામાં આવતી વિછુડી (પગની વીંટી)

image source

સ્ત્રી દ્વારા વિછુડી પહેરવાનું અનેરું મહત્વ છે, જો કે વર્તમાન સમયમાં આ માત્ર એક ફેશન બની ચુકી છે. આ વિછુડી પગની આંગળીઓમાં પહેરવામાં આવે છે. જેનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે એનાથી લોઈનું પરિભ્રમણ વ્યવસ્થિત રહે છે, ચાંદીની વિછુડી પહેરવાથી ધ્રુવની ઉર્જાનું શોષણ કરીને એ શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

૩. હાથ અને પગ બંનેમાં મહેંદી લગાડવી

image source

સામાન્ય રીતે મહેંદી એ હવે ફેશન આઇકન માત્ર રહી ગઈ છે. જો કે એવું પણ જોવામાં આવે છે કે લગ્ન સમયે અથવા પ્રસંગોમાં સ્ત્રીઓ અને પુરુષો બંને હાથ અને પગમાં મહેંદી લગાડતા હોય છે. કહેવાય છે કે મહેંદી લગાડવાથી સમસ્યાઓ ઓછી થાય છે એટલે વર અને વધુ બંને મહેંદી લગાડે છે. જો કે મહેંદી એ શરીમાંથી ગરમી શોષી લે છે, મહેંદીનો ઉપયોગ જેના શરીરમાં ગરમી વધુ હોય એના પગના તળવામાં લગાડવા પણ થાય છે.

૪. કાનમાં કાણા પડાવવા (પુરુષ પણ પડાવે છે)

image source

ભારતમાં કાનમાં કાણા પડાવવાની ઘણી જૂની પ્રથા છે. જો કે આ પાછળ એવું વૈજ્ઞાનિક કારણ પણ આપવામાં આવે છે કે કાનમાં કાણા પડાવવાથી તમારી બોલવાની ભાષામાં સંયમ રહે છે. આ ઉપરાંત કાનમાં કાણા પડાવેલા હોય તો મનમાં વિકારો ઓછા આવે છે, તેમજ ખરાબ વિચારો આવતા નથી.

૫. જમીન પર બેસીને જમવાની વ્યવસ્થા

image source

સામાન્ય રીતે જમવાની સૌથી સારી તરકીબ છે નીચે બેસીને જમવાનું. જો કે આ વ્યવસ્થા પાછળ વૈજ્ઞાનિક કારણ એ હોય છે કે, જ્યારે પણ આપણે જમીન પર બેસીને જમીએ છીએ. આ સમયે જમીન પર બેસવાથી આપણું શરીર શાંત રહે છે અને આહાર પચાવવાની ક્ષમતામાં વધારો થાય છે. પરિણામે મસ્તિષ્કને પણ સંકેત મળે છે, પરિણામે જમવાનું પચવામાં સરળતા રહે છે.

૬. મસાલા વાળું જમ્યા પછી મીઠું ખાવાની પરંપરા

image source

સામાન્ય રીતે લોકો જમ્યા પછી મીઠું ખાવાનું પસંદ કરે છે, જો કે આ વ્યવસ્થા ઘણી જૂની છે. જેમ કે મસાલેદાર ભોજનમાં પાચક રસ અને એસિડને સક્રિય થવામાં મદદ કરતા હૈ, જેનાથી શરીરમાં ભોજન પચવાની પ્રક્રિયા સારી રીતે કાર્ય કરી શકે છે. જો કે મસાલા વાળા જમ્યાથી શરીરમાં સર્જાતી અવ્યવસ્થા પછી મીઠું ખાવાથી જમવામાં સર્જાતા કાર્બોહાઈડ્રેટ પચેલા ભોજનને નીચે ખેંચી લે છે.

૭. માથા ઉપર તિલક લગાડવાની પરંપરા

image source

ભારતીય સંસ્કૃતિમાં માથા પર તિલક લગાડવાની પરંપરા ઘણી જૂની છે. કોઈ પણ મંદિરમાં અલગથી તિલક માટેની વ્યવસ્થા હોય છે. કારણ કે માથા પર તિલક લગાડવાનું અલગ જ મહત્વ છે. માથા પર લગાડેલ તિલકથી શરીર એકાગ્ર બને છે. આ સિવાય તિલક શરીરની ઉર્જાને નષ્ટ થવાથી બચાવે છે. આજે પણ જ્યારે કોઈ પણ જગ્યાએ પૂજા કરવામાં આવે છે, તો માથા પર તિલક જરૂર લગાડવામાં આવે છે.

૮. નદીમાં સિક્કા નાખવાની પરંપરા

image source

આપણા પૌરાણિક સમયમાં જતા આવતા નદીમાં સિક્કા નાખવાની પરંપરા હતી. આજે પણ ક્યાંક ક્યાંક જુના સમયના અમુક લોકોને તમે આમ કરતા જોઈ શકો છો. નદીમાં સિક્કાને ફેંકવાથી નસીબ સુધરે છે એવું માનવામાં આવે છે. કારણ કે આ સિક્કો ફેંકવા પાછળ વૈજ્ઞાનિક મહત્વ છે, કારણ કે એ સમયમાં સિક્કાઓ કોપરના હોતા ને આ સિક્કા પાણીમાં નાખવાથી. નદીના પાણીમાં કોપર ભળી જાય છે, આ પાણી પછી જયારે પીવામાં ઉપયોગમાં લેવામાં આવે છે તો શરીરમાં કોપરનું સંતુલન જળવાઈ રહે છે.

૯. મંદિરમાં ઘંટડી લગાડવી અથવા વગાડવી

image source

દુનિયાના લગભગ મંદિરોમાં પ્રવેશની સાથે જ ઘંટી લગાડવામાં આવે છે. આ લગભગ દરેક મંદિરના પ્રવેશ પર જ બાજુમાં લગાડવામાં આવે છે, જેથી કરીને મંદિરમાં આવતા દરેક ભક્તો આવતા જ એ બેલ વગાડે અને પછી જ પ્રવેશ કરે છે. ઘંટી વગાડવા પાછળ એવું વૈજ્ઞાનિક કારણ છે કે જ્યારે પણ તમે આ બેલ વગાડો છો ત્યારે એની ગુંજ ૭ સેકન્ડ સુધી રહે છે. આ ગુંજ આપણા શરીરના સાત હિલીંગ કેન્દ્રોને સક્રિય કરે છે. આ કેન્દ્રો સક્રિય થાવાથી આપણા મગજના નકારાત્મક વિચારો નષ્ટ થઇ જાય છે.

૧૦. સુતી વખતે માથું ઉત્તર તરફ રાખીને ના સુવું જોઈએ

image source

હિંદુ ધર્મમાં ઉત્તર દિશામાં માથું રાખીને સુઈ જવું એ અશુભ માનવામાં આવે છે. આ પાછળ વૈજ્ઞાનિક કારણ પણ આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે જયારે આપણે ઉત્તર દિશામાં પગ રાખીને સુઈએ છીએ તો પૃથ્વી તરફ શરીરમાં ચુંબકીય ક્ષેત્ર હોવાથી એ વિષમ સ્થિતિ બની જાય છે. એના કારણે શરીરમાં બ્લડ પ્રેશર માથાનો દુખાવો, સંજ્ઞાત્મક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span