બચ્ચન પરિવાર માટે પોરબંદર અને સૌરાષ્ટ્રના ચાહકો કરી રહ્યા ખાસ આ રીતે પૂજા-પાઠ

અમિતાભ બચ્ચન અને તેમના પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યા બાદથી દેશભરમાં તેમના માટે પૂજા-અર્ચના શરુ થઈ ગઈ છે. તેવામાં સૌરાષ્ટ્રની ધરા પર પણ બે એવા વ્યક્તિ છે જેમણે અમિતાભ બચ્ચન માટે પ્રાર્થના અને પૂજા શરૂ કરી દીધી છે. અમિતાભ બચ્ચનના આવા એક ફેન છે પોરબંદરના દિવ્યાંગ ચાહક. જ્યારથી અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં છે ત્યારથી તેઓ ગાયત્રી ચાલીસાના અખડં પાઠ કરી રહ્યા છે.

image source

અમિતાભ બચ્ચને શનિવારે રાત્રે ટવીટ કરીને જણાવ્યું હતું કે તે અને અભિષેક કોરોના પોઝિટિવ છે. આ સમાચાર સાંભળતા જ પોરબંદરના રહેવાસી અને અમિતાભ બચ્ચનના ચાહક મનિષ વાઘેલાએ બચ્ચન પરિવારની સ્વસ્થતા માટે ગાયત્રી ચાલીસાના અખડં પાઠ શરૂ કરી દીધા છે.

image source

જણાવી દઈએ કે પોરબંદરના મનિષ વાઘેલા અમિતાભ બચ્ચનના દિવ્યાંગ ચાહકોમાંથી એક છે. તે દર વર્ષે અમિતાભના જન્મદિવસની ઉજવણી ધામધૂમથી તેના ઘરે પણ કરે છે. એટલું જ નહીં તેણે અભિષેકને ભાઈ માન્યો છે અને તે હવે બચ્ચન પરિવારના સભ્યોની કામના અર્થે સવાર સાંજ માતા ગાયત્રીના પાઠ કરે છે.

noble gesture Photos | Images of noble gesture - Times of India ...
image source

આ વ્યક્તિ કેટલીક હદે અમિતાભને ચાહે છે આ વાતનો ખ્યાલ તેના પરથી આવે કે તેણે પોતાની સાયકલ, ટીવી, મકાન પર પણ ‘જય અમિતાભ’ લખાવ્યું છે. તેઓ જણાવે છે કે તેઓ કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. આ સમયે તેમણે અમિતાભ બચ્ચન સાથે કુલી સમયે થયેલી દુર્ઘટના પછી બીગ બી જેવી રીતે ઊભા થયા તે વાતથી પ્રેરણા લઈ કેન્સરને મ્હાત આપી છે.

image source

આ સાથે જ રાજકોટમાં પણ અમિતાભના ડુપ્લીકેટ તરીકે જાણીતા ફિરોઝ ધંધુકીયાએ પણ મહાદેવની પૂજા બચ્ચન પરિવારની સલામતી માટે કરી હતી. રાજકોટમાં અમિતાભ બચ્ચનનું ફેન ક્લબ પણ ચાલે છે તેના 300 જેટલા સભ્યોએ મહાદેવની ખાસ પૂજા પણ કરી હતી. ફિરોઝ ધંધુકીયાએ પણ પોતાના ઘરનું નામ જલસા રાખ્યું છે.

image spurce

ફિરોઝ સિવાય રાજકોટમાં દરજી કામ કરતાં અને બચ્ચન ફેન ક્લબના એક સભ્ય છે શૈલેષભાઈ. તેઓ પણ અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર કોરોનાના સંકટમાંથી હેમખેમ પાર ઉતરે તે માટે ખાસ પૂજા કરી ચુક્યા છે. શૈલેષભાઈની દુકાન પણ અમિતાભ બચ્ચનના ફોટોથી ભરચક છે. અમિતાભ બચ્ચનના આ ચાહકો વિશ્વાસ ધરાવે છે કે તેઓ આ સંકટમાંથી ઝડપથી પાર ઉતરી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span