‘પ્રધાનમંત્રી જન સન્માન યોજના’માં સરકાર દરેકને આપશે આખા 90,000 હજાર, એ પણ સીધા ખાતામાં? જાણી લો શું છે સત્ય

જો તમે ક્યાંય પણ કોઈ વીડિયો જોયો હોય કે સાંભળ્યો હોય કે પછી ક્યાંય વાંચ્યું હોય એમાં એવું લખ્યું હોય કે, કેન્દ્ર સરકાર ‘પ્રધાનમંત્રી જન સન્માન યોજના’ (Pradhan Mantri Jan Samman Yojana 2020) હેઠળ બધાના બેંક એકાઉન્ટમાં 90,000 રૂપિયા જમા કરવાની છે અથવા કરી રહી છે. તો જરાં પણ આવી ખબરો પર વિશ્વાસ ના કરો.

image soucre

આ સમાચાર સંપૂર્ણ રીતે ફેક છે. ખરેખર બન્યું એવું કે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટ અને તેની સાથેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ પોસ્ટ અને વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર દરેકના બેન્ક એકાઉન્ટમાં ‘પ્રધાનમંત્રી જન સન્માન યોજના’ અંતર્ગત 90,000 રૂપિયા જમા કરે છે. જો તમને પણ આ પ્રકારનો મેજેસ કે વીડિયો મળ્યો છે, તો સાવચેત રહેજો. અન્યથા તમારો કોઈ મોટો ગેરલાભ લઈ શકે છે અને તમને પારાવાર નુકસાન પણ થઈ શકે છે.

સરકાર નથી ચલાવતી પ્રધાનમંત્રી જન સન્માન યોજના

image source

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) ફેક્ટ ચેક જણાવે છે કે આ દાવો સંપૂર્ણપણે નકલી અને ફેક છે. કોઈએ આવા બનાવટી દાવાને વેગ આપ્યો છે અને વાયરલ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. વળી તમને જણાવી દઈએ કે પીઆઇબી, સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થતા આવા સમાચારો વિશે લોકોને ચેતવણી આપતી રહે છે અને સત્ય જણાવતી રહે છે.

બેંક ખાતું પણ થઈ શકે છે ખાલી

image soucre

પીઆઇબીનું આ અંગે કહેવું છે કે જો તમને કોઈ આવો મેસેજ વાયરલ થઈને આવે છે અથવા લિંક આવે છે, તો તેના પર રત્તી ભાર પણ વિશ્વાસ ન કરો. આ ઉપરાંત તેમા આવેલ લિંક ઉપર ક્લિક ન કરો. જો ભૂલથી પણ ક્લિક કર્યું તો તમારો ડેટા લીક થવાની અથવા તો બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે.

દાવો ખોટો અને નકલી છે

image soucre

વીડિયો વાયરલ થયા પછી લોકો પ્રધાનમંત્રી જન સન્માન યોજના હેઠળ બેંક ખાતા ખોલવાની હરીફાઈ કરી રહ્યા છે. આ વીડિયો અને પોસ્ટ વાયરલ થતાંની સાથે જ ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા આ દાવાની તપાસ કરવામાં આવી અને સત્ય બહાર આવ્યું. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ કહ્યું કે આ દાવો ખોટો અને નકલી છે.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની નીતિ / યોજનાઓ / વિભાગો / મંત્રાલયો વિશેની ખોટી માહિતી ફેલાવાને રોકવા માટે કામ કરે છે. સરકારને લગતા કોઈ સમાચાર સાચા છે કે ખોટા, તે જાણવા પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈપણ, સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા વ્હોટ્સએપ સમાચારના યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા તેને [email protected] પર મેઇલ કરી શકો છો. જેથી તે લોકો આ વિશે તમને માહિતી જણાવી દેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span