જેલના કેદીઓ જેલમાં બેઠા-બેઠા કોરોના સામે લડવા કરી રહ્યા છે અનોખી મદદ, કોઇ PPE કીટ બનાવવામાં વ્યસ્ત છે, તો કોઇ બનાવે છે માસ્ક

જેલના કેદીઓ

image source

ચીનમાંથી નીકળીને કોરોના વાયરસ સંક્રમણએ આખી દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો ત્યારે ભારત દેશના બધા જ નાગરિકો પોતપોતાના સ્તરે પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી રહ્યા ત્યારે ભારત દેશની જેલમાં રહેલ કેદીઓ કેવી રીતે પાછળ રહી શકે છે.

image source

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સાબરમતી જેલમાં રાખવામાં આવેલ કેદીઓ પણ આ મહામારીના સમયમાં મદદ કરવામાં પાછળ રહ્યા નથી. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ અત્યાર સુધી માસ્ક બનાવવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે હવે આ કેદીઓ પીપીઈ કીટ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે.

image source

રાજ્યની ત્રણ જેલ અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેલના કેદીઓએ લાખોની સંખ્યામાં માસ્ક બનાવીને લોકોને કોરોના વાયરસ સંક્રમણથી બચાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ જેલના કેદીઓએ પીપીઈ કીટ બનાવવાનું શરુ કર્યું છે. અત્યારે આ પ્રાયોગિક સ્તર પર આ કીટ જેલના કર્મચારીઓ માટે બનાવવામાં આવી રહી છે. આ કીટ રાજ્યની અન્ય ૨૮ જેલોમાં પણ જરૂરિયાત મુજબ વિતરણ કરવામાં આવી રહી છે. જેલ પ્રસાશન માટે પર્યાપ્ત પીપીઈ કીટ બનાવી લીધા પછી અન્ય સંસ્થાઓની માંગ મુજબ પીપીઈ કીટ બનાવવામાં આવી રહી છે.

image source

રાજકોટ શહેર જેલના કેદીઓ બનાવે છે ૪૫ હજાર માસ્ક.

રાજકોટ જેલના કેદીઓએ અત્યાર સુધી ૪૫ હજાર માસ્ક બનાવ્યા છે દરજી વિભાગના ૧૭ પુરુષ સજા ભોગવી રહેલ કેદી અને ૧૦થી વધારે મહિલા કેદીઓએ ઘણા ઓછા સમયમાં માસ્કનો ઓર્ડર પૂરો કર્યો છે. આ માસ્ક રાજ્યની અલગ અલગ જેલ, એસઆરપી ગ્રુપ ઘંટેશ્વર, ચેલ્લા, બેડી (જામનગર), રાજકોટ જીલ્લા પોલીસ, જીલ્લા સ્વાસ્થ્ય વિભાગ- પોરબંદર, જીલ્લા સત્ર ન્યાયાલય- રાજકોટ, રાજકોટ જીલ્લા બાર એસોસીએશન, એનએસઆઈડી તકનીક સેવા કેન્દ્ર, રાજકોટ રેલ્વે પોલીસ સહિત વિભિન્ન સરકારી સંસ્થાઓ અને પ્રાઈવેટ સંસ્થાનો ને પુરા પાડવામાં આવી રહ્યા છે. ૧૦૦ પ્રતિશત સુતરાઉ કાપડ માંથી બનેલ આ માસ્કની કીમત ૮ રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.