“તારક મહેતા કા ઉલટા ચશ્મા” ના સેટ પર શરૂ થઈ પ્રિયા આહુજા એટલે કે રીટા રિપોર્ટર ની પ્રેમ કહાની, જાણો કોની સાથે કર્યા છે એને લગ્ન.

“તારક મહેતા કા ઉલટા ચશ્મા” ના સેટ પર શરૂ થઈ પ્રિયા આહુજા એટલે કે રીટા રિપોર્ટર ની પ્રેમ કહાની, જાણો કોની સાથે કર્યા છે એને લગ્ન.

પ્રિયા આહુજા સાથે જોડાયેલી એક નવી વાત સામે આવી રહી છે જે કદાચ તમને પણ ખબર નહિ હોય.પ્રિયા એ ગયા વર્ષે 27 નવેમ્બરે એક બેબી બોય ને જન્મ આપ્યો છે પણ શું તમે જાણો છો કે પ્રિયાનું લગ્ન ગુજરાતી ડાયરેકટર માલવ રાજદા સાથે થયું છે? અને માલવ તારક મહેતા કા ઉલટા ચશ્મા ના ચીફ ડાયરેકટર પણ છે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માં ટેલિવિઝન જગતના સૌથી પોપ્યુલર સીરીયલો માની એક છે. કોરોના વાયરસ મહામારી ના કારણે થયેલા લોકડાઉન ના લીધે આ સિરિયલ ના દર્શકો સીરિયલના નવા એપિસોડને ઘણું યાદ કરી રહ્યા છે. જોકે લોકો કંટાળો ના અનુભવે એ માટે ચેનલ જુના એપિસોડ્સને ફરી ટેલિકાસ્ટ કરી રહી છે.

image source

એ જ નહીં, તારક મહેતા કા ઉલટા ચશ્મા ના કલાકારો પણ આજ કાલ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે વાતચીત કરી રહ્યા છે. એમાંની જ એક કલાકાર છે પ્રિયા આહુજા ઉર્ફે રીટા રિપોર્ટર. એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી જ એક્ટિવ જોવા મળે છે અને રમુજી વિડીયો શેર કરીને ચાહકોને મનોરંજન પૂરું પાડતી રહે છે.

સેટ પર થયો પ્રેમ

image source

પ્રિયા અને માલવ ને એકબીજ સાથે તારક મહેતા કા ઉલટા ચશ્માં ના સેટ પર જ પ્રેમ થઇ ગયો હતો. અને પછી બંને એ 19 નવેમ્બર 2011 ના રોજ લગ્નગ્રંથી થી જોડાઈ ગયા. પ્રિયા અને માલવ વચ્ચે ઘણી સારી સમજણ છે અને એ એકબીજા ને ખૂબ પ્રેમ પણ કરે છે. એ ક્યારેક સાથે મળીને કોઈક રમુજી વિડીયો પણ બનાવે છે અને એમની કેમેસ્ટ્રીને લોકો પસંદ પણ કરી રહ્યા છે.

image source

રીટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજા હવે પોતાની મેટરનીટી લિવ પુરી કરી ફરી તારક મહેતા કા ઉલટા ચશ્માં માં જોવા મળી શકે છે.હા,તમે બરાબર જ વાંચી રહ્યા છો.પ્રિયા ના પતિ માલવ રાજદા કે જે તારક મહેતા કા ઉલટા ચશ્માં સીરિયલના ચીફ ડિરેકટર છે એમને એમના સોસીયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે જેમાં પ્રિયા રીટા રિપોર્ટર ની જેમ ડાયલોગ બોલતી નજરે પડી રહી છે.

એમને આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપ્સનમાં લખ્યું હતું કે “રીટા પરત ફરી રહી છે એના મેટરનીટી બ્રેક પછી, એ ઘણું જ આનંદદાયક હોય છે જ્યારે એને મારા ઓર્ડર માનવા જ પડે છે