પ્રિયંકા ચોપડાએ બીયરની બોટલ હાથમાં લઈને આપ્યું અમેરિકન અંદાજમાં ઇન્ટરવ્યુ, વાયરલ થઈ રહ્યો છે વિડીયો.

પ્રિયંકા ચોપડાએ બીયરની બોટલ હાથમાં લઈને આપ્યું અમેરિકન અંદાજમાં ઇન્ટરવ્યુ, વાયરલ થઈ રહ્યો છે વિડીયો.

બોલીવુડની દેશી ગર્લ અભિનેત્રી પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પણ સક્રિય રહે કે ના રહે તેમના ફોટોઝ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે. જેને તેમના ફેંસ પણ પસંદ કરે છે. પ્રિયંકાએ હાલમાં જ પોતાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા જેમાં તે લોકોને કોરોના વાયરસના ખતરા પ્રત્યે જાગૃત કરી રહી હતી. હવે હાલમાં જ તેનો એક વિડીયો અન્ય વિડીયો વાયરલ થયો છે.

image source

પ્રિયંકા ચોપડાના આ વાયરલ થઈ રહેલ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહ્યો છે. આ વિડીયોને પ્રિયંકાના ફેંસ ખુબ પસંદ કરી રહ્યા છે. સાથે સાથે શેર પણ કરી રહ્યા છે. જો કે, પ્રિયંકાનો આ વિડીયો જુનો છે. તેમછતાં પણ આ વિડીયો લોકોને ખુબ આકર્ષિત કરી રહ્યો છે. આ વિડીયોમાં પ્રિયંકાના બોલવાના અંદાજની તારીફ કરવામાં આવી રહી છે.

વાયરલ થઈ રહેલ પ્રિયંકા ચોપડાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર સેલેબ્રીટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા શેર કરાયો છે. આ વિડીયોમાં પ્રિયંકા અમેરિકન અંદાજમાં વાત કરી રહી છે. પ્રિયંકા કોઈને ઇન્ટરવ્યુ આપી રહી છે. આ દરમિયાન તે અમેરિકન એસેંટમાં વાત કરતા ખુબ મજાક કરી રહી છે. પ્રિયંકાના આ અમેરિકન અંદાજ બધાને ખુબ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

વિરલ ભાયાણીના આ વિડીયોને અપલોડ કરતા જ તેની પર હજારો વ્યુઝ આવી ગયા હતા. આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ લીધો છે. આ વિડીયોને પ્રિયંકાના ફેંસ પણ ખુબ પસંદ કરી રહ્યા છે. પ્રિયંકાના આ વિડીયો પર તેમના ફેંસ તમની એસેંટની ઘણી પ્રસંશા કરી રહ્યા છે. ફેંસનું માનવું છે કે, પ્રિયંકા દરેક ભાષાને ઘણી સારી રીતે બોલે છે. પછી તે ભલે અમેરિકન એસેંટની હોય, સ્પેનીશ હોય કે પછી ભારતીય, મરાઠી કે મણિપુરી. પ્રિયંકા દરેક વસ્તુમાં પોતાનું ૧૦૦% આપે છે.

ધ્યાન આપવાની વાત છે કે, પ્રિયંકા ચોપડા આ દિવસોમાં પોતાના પતિ નિક જોનાસની સાથે લોસ એન્જીલસમાં રહે છે. પ્રિયંકા ત્યાં લોકડાઉનનું પૂરી રીતે પાલન કરી રહી છે. સાથે સાથે જ પોતાના ફેંસને પણ પણ સોશિયલ મીડિયા દ્વારા પ્રિયંકા ચોપડા જોડાયેલ રહે છે. પ્રિયંકા મોટાભાગે પોતાના ફેંસને લોકડાઉનનું પાલન કરવાની સલાહ આપતી રહે છે. તેમજ પ્રિયંકા ચોપડાએ હાલમાં જ પીએમ કેર્સ ફંડમાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું.