પ્રિયંકા-નીકના ઘરે ધાર્યા કરતા પણ મોટુ છે ડાઇનિંગ ટેબલ, તસવીરોમાં જોઇ લો તમે પણ

પ્રિયંકા અને નિકનું સ્વર્ગ

આખી દુનિયામાં ચાલી રહેલ નોવેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે મોટાભાગના દેશોએ લોકડાઉન લાગુ કરી દીધું છે ત્યારે હોલીવુડ અને બોલીવુડનું સેલેબ્સ કપલ એવા બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને હોલીવુડ સિંગર નિક જોનાસના મેરેજ થયાને લગભગ દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ બંને એકબીજા સાથે ખુબ જ ખુશ જોવા મળે છે. પ્રિયંકા ચોપડા હાલમાં મોટાભાગે લોસ એન્જીલ્સમાં જ રહે છે

image source

કોઈ ખાસ અવસર પર જ પ્રિયંકા ચોપડાનું ભારત આવવા જવાનું થાય છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનાસએ આ વર્ષે એક શાનદાર અને લક્ઝુરીયસ બંગલો ખરીદ્યો છે. મેરેજ પછી પ્રિયંકા ચોપડાએ પોતાનું ઘર છોડી દીધું અને હવે પ્રિયંકા ચોપડા પોતાના પતિ નિક જોનાસની સાથે નવા અને શાનદાર ઘરમાં રહે છે. જેના ફોટોઝ હાલમાં જ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

image source

આ વર્ષે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસનું આ નવું ઘર ખુબ જ શાનદાર અને ખુબસુરત છે. લોસ એન્જીલ્સમાં આવેલ પ્રિયંકા અને નિકનું આ ઘર કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય બની ગયું છે. પ્રિયંકા ચોપડાને આ શાનદાર નઝારો વાળો બંગલો નિક જોનાસએ પ્રિયંકા ચોપડાને ગીફ્ટમાં આપ્યો છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ બંનેએ સાથે મળીને લોસ એન્જીલ્સના બંગલાનું ઇન્ટીરીયર ડેકોરેશન ડીઝાઇન કરવામાં આવ્યું છે.

image source

નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાનું આ ઘર કોઈ લક્ઝુરીયસ બંગલોથી ઉતરતું નથી. રીપોર્ટસ મુજબ, નિક અને પ્રિયંકાનો આ બંગલો ૨૦ હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલું છે અને આ ઘરમાં ૭ બેડરૂમ અમે ૧૧ બાથરૂમ છે. આ ઘરને ખુબ જ અલગ અંદાજમાં ડીઝાઇન કરવામાં આવ્યું છે. સામે આવેલ ફોટોઝમાં આપ ઘરની અંદરની ડીઝાઇન પણ જોઈ શકો છો.

image source

એટલું જ નહી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના આ લક્ઝુરીયસ બંગલોમાં મુવી થીયેટર, બાર, ઇન્ડોર બાસ્કેટ બોલ કોર્ટ, વિશાળ સ્વીમીંગ પુલ અને મિરર વોલ્સની સાથે જીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંગલો માંથી માઉન્ટેન વ્યુ પણ જોવા મળે છે. પ્રિયંકા ચોપડા મોટાભાગે તેના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતી રહે છે.

image source

નિક અને પ્રિયંકાનો આ બંગલો ૨૦ હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલ આ ઘરની કીમત અંદાજીત ૧૫૧ કરોડ જણાવવામાં આવી રહી છે. ઘરની અંદરની જે ફોટોઝ સામે આવી છે તેને જોયા પછી આપની આંખો અચરજથી પહોળી થઈ જશે. પ્રિયંકા ચોપડા અને નિક જોનાસનો આ બંગલો બધી જ સુખ સુવિધાઓ સજ્જ છે. ઉપરાંત આ બંગલોના ઇન્ટીરીયર ડીઝાઇન પણ ખુબ જ બારીકાઈથી કરવામાં આવ્યું છે.

Source: amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.