વિદેશમાં નીકળ્યો ચાંદ… નિક માટે પ્રિયંકાએ રાખ્યું વ્રત રેડ સાડીમાં દેશી ગર્લની સુંદરતામાં લાગ્યા ચાર ચાંદ…

ભારતમાં કરવા ચોથની ઉજવણી સામાન્ય સ્ત્રીઓથી લઈ બોલિવૂડ સિલેબ્સે કરી છે. તેમના ફોટો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી ચુક્યા છે. તેવામાં દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડાના ફોટો પણ વાયરલ થયા છે. વિદેશની ધરતી પર ભારતનો ચાંદ ખીલ્યો હોય તેવી તસવીરો વાયરલ થઈ છે. પ્રિયંકા ચોપડાએ તેના ઈંસ્ટા પર તેના વ્રતની તસવીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

વિદેશમાં પતિ સાથે રહેતી પ્રિયંકા ભારતીય સંસ્કૃતિ અનુસાર દરેક વ્રત કરે છે. તે વાતનું ઉદાહરણ આ વર્ષે પણ કરવા ચોથ પર મળ્યું છે. પ્રિયંકાએ નિક જોનસ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પ્રિયંકાનું આ બીજું કરવા ચોથનું વ્રત છે. આ પહેલા ગત વર્ષે પણ પ્રિયંકાએ કરવા ચોથનું વ્રત કર્યું હતું. આ સમયે જોનસ બ્રધર્સનો શો હતો, શો દરમિયાન પ્રિયંકા રેડ સાડીમાં પહોંચી હતી અને અહીં તેણે વ્રત પૂર્ણ કર્યું હતું.

image soucre

જ્યારે આ વર્ષે પણ પ્રિયંકા ચોપરાએ તેના કરવા ચોથના વ્રતના ફોટો શેર કર્યા છે. આ વર્ષે પણ તેણે વ્રત કર્યું હતું. તેણે રેડ સાડીમાં સુંદર ફોટો શેર કર્યા છે. જેમાં એકમાં તે હાથમાં પૂજાની સાડી સાથે જોવા મળે છે તો બીજામાં તે નિક સાથે જોવા મળે છે. ફોટો શેર કરી પ્રિયંકાએ તેના ફોલોવર્સને પણ કરવા ચોથની શુભેચ્છા પાઠવી હતી.

image soucre

પ્રિયંકાએ લગ્ન પણ ભારતમાં અને ભારતીય વિધિ વિધાન સાથે કર્યા હતા અને હવે જ્યારે પ્રિયંકા તેના સાસરે કેલિફોર્નિયામાં લોસ એન્જલસમાં રહે છે ત્યારે પણ તે ભારતીય પરંપરા અનુસાર દરેક વ્રત કરે છે. જેમાં કરવા ચોથનું વ્રત મુખ્ય છે.

image source

જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક લોકડાઉનમાં પણ ચર્ચામાં રહ્યા હતા. તેઓએ એકબીજા સાથે સમય પસાર કર્યો હતો. તેઓ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિયંકાએ હાલમાં જ તેની પહેલી બુક ‘અનફિનિશ્ડ’ લોન્ચ કરી છે જ્યારે હવે તે નેટફ્લિક્સ પરની ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’માં રાજકુમાર રાવ સાથે જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.