PUBG પાછળ કલાકોના કલાકો પસાર કરી નાખતા કીશોરે ખાલી કરી નાક્યું પિતાનું અકાઉન્ટ

ગયા વર્ષે એવા ઘણા બધા કિસ્સા આપણી જાણમાં આવ્યા હતા કે પબજી મોબાઈલ ગેમ પાછળ કીશોરો તેમજ યુવાનો પોતાની માનસિક સ્થિતિને ખરાબ કરી રહ્યા છે. અને તેના કારણે કેટલાક કીશોરોના તો મૃત્યુ પણ નીપજ્યા હતા. પબજી ભારતીય યુવાધન માટે હંમેશા ખતરારૂપ જ રહી છે તે સીધી જ યુવાનોની માનસિક ક્ષમતા પર અસર કરે છે. તેમને ગેમ સિવાય બીજા કશાનો ખ્યાલ નથી રહેતો.

image source

તેઓ સતત 12-13 કલાક ગેમ રમ્યા કરે છે તેમને ભૂખ- તરસનો પણ ખ્યાલ નથી રહેતો. પણ હવે તો પબજી આર્થિક રીતે પણ લોકોને રડાવી રહી છે. પંજાબમાં થોડા સમય પહેલા એક કિસ્સો બની ગયો જેમાં એક છોકરાએ પબજી રમવા માટે પોતાના પિતાના અકાઉન્ટમાંથી 16 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા અને હવે ફરી પાછો આ જ પ્રકારનો એક કિસ્સો તાજેતરમાં બની ગયો છે.

image source

મળેલા અહેવાલ પ્રમાણે પંજાબના મોહાલીમાં એક 15 વર્ષિય કીશોરે પોતાના મોબાઈલમાં પબજી રમવા માટે પોતાના દાદાના અકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. અહેવાલ પ્રમણે કીશોરે પોતાના દાદાના પેન્શનના રૂપિયા ખર્ચી નાખ્યા છે.

પબજી ગેમમાં ગેમરને ઘણી બધી લલચાણમી ઓફર આપવામાં આવતી હોય છે જેમ કે તેની સ્કિન બદલવી, ક્રેટ્સ જેવી ગેમિંગ આઇટમ ખરીદવી અને આજ લાલચમાં આવીને અનનોન કેશ હેઠળ કિશોરે પોતાના દાદાના ખાતામાંથી રૂપિયા ગાયબ કરી દીધા છે. તેણે છેલ્લા બે મહિનામાં 30 ટ્રાન્ઝેક્શન કર્યા છે. તાજેતરમાં જ તેણે પેટીએમ દ્વારા ગેમમાં પેમેન્ટ કર્યું છે.

image source

હવે તમને કૂતુહલ એ થતું હશે કે 30-30 ટ્રાન્ઝેક્શન થયા છતાં ઘરના લોકોને તેના વિષે જાણ ન થઈ ? તો તમને જણાવી દઈ કે તેના કુટુંબીજનોને આ ટ્રાન્ઝેક્શનની ત્યારે ખબર પડી જ્યારે બેંકમાં પાસબુક અપડેટ કરાવવા ગયા. અને સત્ય સામે આવતા જ કીશોરે બે લાખ રૂપિયા ખર્ચી નાખ્યાની કબૂલાત પરિવાજનો સમક્ષ કરી હતી. આ બાબતે બાળકની શાળાના એક સિનિયર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, કારણ કે તેણે જ બાળકને તેના દાદાના અકાઉન્ટમાંથી પેમેન્ટ કરવા માટે પ્રેર્યો હતો અને આ પેમેન્ટ તેમના બન્નેના પબજી અકાઉન્ટમાં થયું હતું.

image source

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ એક 17 વર્ષના બાળકે પોતાના પિતાના ખાતામાંથી 16 લાખ રૂપિયા પબજી રમવામાં ઉડાવી મૂક્યા હતા. તેણે પોતાની માતાના મોબાઈલમાંથી બધું પેમેન્ટ કર્યુ હતું. કુટુંબીજનોએ પોતાની આ બચત સારવાર માટે રાખી હતી.

image source

PUBG એટલે કે પ્લેયર અનનોન્સ બેટલગ્રાઉન્ડ એક ઓનલાઈન મલ્ટી પ્લેયર બેટલ ગેમ છે જેને PUBG કોર્પોરેશન દ્વારા પબ્લીશ કરવામાં આવી છે અને તે સાઉથ કોરિયન વિડિયો ગેમ કંપની બ્લુહોલની સબસીડરી કંપની છે. માત્ર ભારતમાં જ પબજી ગેમ 50 મિલિયન એટલે કે પાંચ કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે જેમાંથી 33 મિલિયન એટલે કે 3.3 કરોડ લોકો તેને સક્રીય રીતે વાપરી રહ્યા છે. અને આ ગેમની માઠી અસર ભારતના યુવાધન પર પડી રહી છે. અને તેના દાખલા પૂરા પાડતા ઘણાબધા કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.