જો તમે પણ ઘરમાં પૂજા સમયે કરતા હોવ આ 3 ભૂલો તો થઇ જશો બર્બાદ, જાણી લો આ વિશે આજે જ…

પ્રત્યેક ઘરમાં ભગવાન માટે પૂજા ઘરની કે પછી મંદિરની વ્યવસ્થા જરૂરથી કરવામાં આવે છે. ઘરમાં મંદિરનું હોવું વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ ખુબ જ શુભ અને અતિઆવશ્યક માનવામાં આવે છે એવું એટલા માટે કેમ કે, ઘરમાં મંદિર હોવાથી આપના ઘરમાં સકારાત્મક ઉર્જાનો સતત સંચાર થતો રહે છે. પરંતુ કેટલીક વાર આપણે ઘરના મંદિરની નજીક કે પછી પૂજાઘરમાં એવી કેટલીક ભૂલો કરી દઈએ છીએ. જેના લીધે આપના ઘરમાં મંદિરના કારણે સકારાત્મક ઉર્જાનો સંચાર થવાને બદલે આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે છે. એટલા માટે જો આપ આપના ઘરમાં મંદિર છે તો આપે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બની જાય છે.

આરતીના દીવા:

image source

ઘરના મંદિરમાં રોજ દીવો પ્રગટાવીએ છીએ. મંદિરમાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે અને દીવો સકારાત્મકતા અને આશાનું પ્રતિક માનવામાં આવે છે. તેમ છતાં ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે કે, જે દીવામાં આપ મંદિરમાં કરો છો તેમાં ધૂળ જામી જાય છે જો આપ ધૂળ જામી ગયેલ દીવામાં દીવો પ્રગટાવો છો તો આપ પોતાના ઘરમાં નકારાત્મક ઉર્જાને સામેથી આમંત્રણ આપવા જેવું થઈ જાય છે એટલા માટે આપે દીવાને હંમેશા ધોઈને સાફ કરી રાખી રાખેલ દીવાનો જ ઉપયોગ કરવો જોઈએ.

પીળા કે પછી લાલ કપડાનો પ્રયોગ:

image source

કોઇપણ ધાર્મિક કાર્યમાં કપડાને ઉપયોગ લેવા માટે ખાસ કરીને લાલ અને પીળા રંગના કપડાને જ પસંદ કરવામાં આવે છે. લાલ અને પીળા રંગના કપડાને પસંદ કરવાનું ખાસ કારણ એટલા માટે કેમ કે, આ બંને રંગ અત્યંત શુભ માનવામાં આવે છે. ત્યાં જ આપે ક્યારેય મંદિરમાં કાળા રંગનું, બ્રાઉન રંગનું કે પછી સફેદ રંગના કપડાને ક્યારેય પણ મંદિરમાં ઉપયોગ કરવા માટે વર્જિત માનવામાં આવે છે.

ખંડિત મૂર્તિ:

image source

આપે આપના ઘરમાં કે પછી મંદિરમાં કોઇપણ પ્રકારની ખંડિત મૂર્તિ એટલે કે તૂટી ગયેલ કે પછી તિરાડ પડી ગયેલ કે પછી મૂર્તિનો કોઇપણ એક ભાગ તૂટી ગયો હોય તેવી મૂર્તિને ઘરના મંદિરમાં કે પછી ઘરમાં રાખવી જોઈએ નહી. ઉપરાંત આપે મંદિરની અને મંદિરમાં સ્થાપિત કરેલ મૂર્તિની સમયે- સમયે સાફ- સફાઈ કરીને તેને સ્વચ્છ રાખવી જરૂરી છે. મંદિરની નિયમિત રીતે યોગ્ય સફાઈ કરવાથી આપના ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહેશે અને આપના ઘરમાં ખુશીઓનું વાતાવરણ નિર્માણ થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,