ભારતનું એક માત્ર મંદિર જ્યાં પૂજારી પોતાના આંખ, નાક અને મોઢા પર પટ્ટી બાંધીને કરે છે પૂજા
ભારતનું એકમાત્ર મંદિર જ્યાં પુજારી પોતાના આંખ, નાક અને મોઢા પર પટ્ટી બાંધીને કરે છે પૂજા
ભારતમાં એવા કેટલાએ બધા રહસ્યમયી મંદીરો છે જેની વિચિત્ર વાતો તમને મુંઝવણમાં મુકી દે છે. આ મંદીરો સાથે જોડાયેલી કેટલીક રહસ્યમયી વાતો લોકોને અવારનવાર ચોંકાવી દે છે.

આવા જ એક મંદિર વિષેની જાણકારી આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ જેમાં ભગવાનના દર્શન માટે ભક્તો મંદિરમાં પ્રવેશ નથી કરી શકતા પછી તે ગમે તેવી મોટી વ્યક્તિ કેમ ન હોય તેને મંદીરમાં પ્રવેશવાની પરવાનગી જરા પણ નથી.

હવે તમને એવો વિચાર આવતો હશે કે દર્શનાર્થીઓ વગર મંદીર કેવી રીતે હોઈ શકે તો તમને જણાવી દઈએ કે અહીં ભગવાનની પૂજા કરતા પૂજારીઓએ પણ કેટલાક ખાસ તેમજ કડ નિયમોનું પાલન કરવું પડે છે ત્યાર બાદ જ તેમને મંદીરમાંના ભગવાનની પૂજા કરવાની રજા આપવામાં આવે છે.

આ મંદીરમાં પૂજારી પણ એમનમ નથી પ્રવેશી શકતા. અહીંના પૂજારીએ પોતાનું મોઢું, આંખ અને નાક પર પટ્ટી લગાવીને દેવતાની પૂજા કરવી પડે છે અને જો કોઈ ભક્ત મંદીરના દર્શન કરવા માગતો હોય તો તેણે પણ 75 ફૂટ દૂર રહીને દર્શન કરવા પડે છે. અને ત્યાં રહીને જ તેણે ભગવાનની પૂજા તેમજ પાઠ કરવાના હોય છે અને તેટલા દૂરથી જ તેણે પોતાની ઇચ્છાપૂર્તિ માટે પ્રાર્થના કરવાની હોય છે.
આ વિચિત્ર મંદીરે ઉતરાખંડના ચમોલી જિલ્લાના દેવાલ નામના બ્લોકમાં દેવસ્થલ લાટુ નામથીઓળખાય છે કારણ કે અહીં લાટૂ દેવતાની પૂજા થાય છે આ મંદિરના કપાટ વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે, વૈશાખ મહિનાની પૂનમે. આ દિવસે લાટૂ દેવતાની પૂજા કરવા માટે પૂજારી આંખ, મોઢું અને નાક પર પટ્ટી બાંધીને મંદીરના કપાટ ખોલે છે જ્યારે ભક્તોએ તો કેટલાએ ફૂટ દૂર રહીને જ ભગવાનના દર્શન કરવાના રહે છે.

આ મંદિર સાથે ઘણીબધી કથાઓ જોડાયેલી છે. લાટૂ દેવતા ઉત્તરાખંડના અર્ધ્ય દેવી નંદાના ધર્મભાઈ છે. ઉત્તરાખંડમાં દર 12 વર્ષમાં શ્રીંનંદા દેવીની રાજ યાત્રાનું આયોજન થાય છે. વાણ ગામ તેનો 12મો પડાવ છે. એવું કહેવાય છે કે લાટૂ દેવતા વાંણથી લઈને હેમકુંડ સુધી પોતાની બહેન નંદા દેવીની આગેવાની કરે છે. પણ હાલ તમારા મનમાં એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો હશે કે શા માટે આ મંદીરમાં ભક્તોને પ્રવેશ નથી આપવા દેવામાં આવતો.

એવું કહેવાય છે કે આ મંદિરમાં સ્વયં નાગરાજ પોતાના અતિભવ્ય સ્વરૂમાં પોતાના મણી સાથે બિરાજમાન છે આ તેમનું નિવાસ સ્થાન છે નાગરાજને મણી સાથે જોવા તે દરેકના બસની વાત નથી. અને માટે જ અહીં લોકોનો પ્રવેશ વર્જિત કરાયો છે અને માટે પૂજારીએ પોતે પણ મોઢા, આંખ અને નાક પર પટ્ટી બાંધીને પૂજા કરવી પડે છે.

આ ઉપરાંત એક બીજી પણ માન્યતા છે કે મણીનો પ્રકાશ એટલો દિવ્ય છે કે જે વ્યક્તિ તેને જોઈ લે તેની આંખોનું તેજ જતું રહે છે અને સાથે સાથે મંદીરમાં હાજર પુજારીના મોઢાની ગંધ દેવતા અનુભવવા ન જોઈ અને ન તો નાગરાજની ઝેરીલી ગંધ પુજારીના નાકમાં પ્રવેશવી જોઈએ, માટે જ નાક અને મોઢા પર પણ પટ્ટી લગાવવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.