પુત્રોને નામે બધી સંપત્તિ કરતા પહેલા વાંચી લો આ આંખ ઉઘાડનારો કિસ્સો, કરોડોની સંપત્તી આપી હોવા છતા પિતા માંગીને ખાવા મજબૂર

કોઇ પિતા પોતાની બધી સંપત્તિ તેના બાળકોને નામ કરી શકે આ રીતે! જાણો એમની સાથે બાળકોએ શું કર્યુ

એક કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક એવો મામલો સામે આવ્યો છે જે ચોંકવનારો છે. એક ૯૦ વર્ષના વૃદ્ધ તેની ત્રણ પુત્રીનોને લઇ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ વૃધ્ધે ભીની આંખે તેની આપવીતી વર્ણવી હતી.

વૃદ્ધે જણાવ્યું હતું કે, તેના ૨ પુત્રને કરોડોની સંપત્તિ આપી દેતા આજે તેને માંગીને ખાવાનો વારો આવ્યો છે. ત્યારે પોલીસ કંઈક મદદ કરે. પોલીસ કન્ટ્રોલ રૂમમાં આયોજીત જનસુનાવણીમાં માનપૂરના ૯૦ વર્ષના પારસરામ સુખરામ તંબોલી ફરિયાદ કરવા તેની ત્રણ પુત્રીઓ ભાગવંતી બાઈ, રત્ન અને કૌશલ્યાને લઈને પહોંચ્યા હતા.

image source

આ વૃદ્ધ ખુરશી પર બેસી પણ શકતા નહોતા. વૃધ્ધે એએસપી રુચીવર્ધન મિશ્ર સમક્ષ ફરિયાદ કરી હતી. પુત્રીઓની મદદ લઇ તેઓએ જણાવ્યું હતું કે, તે તેની કરોડોની સંપત્તિ બે પુત્રોને વહેંચી દીધી છે. તેની પત્નીનું નિધન થઇ ચૂક્યું છે. વૃધ્ધે આરોપ લગાવ્યો હતો કે, પુત્ર તેના ભરણ-પોષણ પણ ધ્યાન આપતા નથી. અત્યારે તે વૃદ્ધ જુના મકાનમાં રહેવા માટે મજબુર થઇ ગયા છે.

image source

વૃદ્ધ પરસરામને પોલીસને જણાવ્યું હતું કે, ભારે વરસાદને પગલે ત્રણ-ચાર દિવસ પાણી પડતા પુત્રએ મકાનના પતરા કઢાવી નાખ્યા હતા. જેને કારણે તેના ગાદલા ભીના થઇ ગયા હતા. ત્યારે તે મોટા પુત્ર પાસે મદદ લેવા પહોંચ્યા હતા.

image source

ત્યારે તેને જુના મકાનમાં જવાની વાત કરી હતી. અને ત્યાંથી ભીના કપડામાં પાછા આવ્યા હતા ત્યારે પાડોશીની મદદથી સુઈ ગયા હતા. ત્યારબાદ વૃદ્ધે તેની ઇન્દોરમાં રહેતી પુત્રીને ફોન કર્યો હતો. સાથે જ તેને જણાવ્યું હતું કે, તેનો હાથ પણ તૂટી ગયો છે.

image source

ત્યારે આ ઉંમરમાં તેના પુત્ર તેની સાથે રાખવા માટે તૈયાર નથી. પહેલા કામ કરી લેતા હતા. પરંતુ હવે તે આશ્રમમાં જવા માટે પણ તૈયાર છે. એએસપી મિશ્રનું કહેવું છે કે, વૃદ્ધાએ બન્ને પુત્રની વિરુદ્ધમાં જમીન અને મકાન પર કબ્જાને લઈને ફરિયાદ કરી છે. આ વૃદ્ધને વૃદ્ધ સંરક્ષણ અધિનિયમ એક્ટ અનુસાર વળતર મળવા પાત્ર છે. આ મામલામાં માનપૂરના પ્રભારીને આદેશ આપ્યો છે કે બન્ને પુત્રને સમજાવવામાં આવશે. તેમ છતાં જરૂર પડ્યે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

image source

આજે દેશની અમુક દીકરીઓ અવકાશમાં પહોંચી ગઈ છે. તો બીજી તરફ માતા-પિતા હજુ પણ દીકરીને પોતાનો જીવ ગણે છે. અને દીકરાને સારી રીતે સાચવે છે. તો અમુક દીકરીઓ આજે પણ તેના માતા-પિતાને સાચવી લે છે.

image source

પરંતુ અમુક લોકોને દીકરાનો મોહ એટલી હદે લઇ જાય છે કે તેને દીકરીઓથી કંઈ મતલબ જ નથી રહેતો. પરંતુ ક્યારેક એવું થાય છે કે દીકરાઓ કપૂત થાય ત્યારે દીકરીઓ જ ઘડપણનો સહારો બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.