OMG: PV સિંધુએ ‘I RETIRE’ લખીને શેર કરી પોસ્ટ, સાંભલીને ખેલ મંત્રી કિરણ રિજિજુને આવ્યો મિની હાર્ટ એટેક

ઓલમ્પિક સિલ્વર મેડાલિસ્ટ ભારતીય બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુએ સોમવારે એ સમયે પોતાના ફેન્સ અને બેડમિન્ટન પ્રેમીઓને મોટો ઝટકો આપી દીધો જ્યારે તેણે ટ્વીટર પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું, ડેન્માર્ક ઓપન છેલ્લો હતો, હવે હું રિટાયર થઈ રહી છું. ભારતીય શટલર અને ઓલિમ્પિયન પીવી સિંધુએ આ એક ટ્વીટથી સૌને ચોંકાવી દીધા છે. પહેલાં તો તેણે મોટા અક્ષરોમાં લખ્યું- ‘I RETIRE’. એને જોઈને લોકો માનવા લાગ્યા કે તે રમતગમતમાંથી સંન્યાસ લઈ રહી છે, પરંતુ તેના ટ્વીટમાં વધુ એક પેજ હતું, જેના પર તેણે લખ્યું હતું કે નેગેટિવિટી, થાક, ડર અને અનિશ્ચિતતાથી રિટાયરમેન્ટ લઈ રહી છે, ન કે ખેલક્ષેત્રથી.

image source

સિંધુએ એમાં લખ્યું કે, મેં છેલ્લા ઘણા સમયથી પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા અંગે વિચારી રહી હતી. હું માનું છું કે તેનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. આ એટલું ખોટું લાગે છે, એ તમે જાણો છો. એ જ કારણ છે કે હું આજે તમને જણાવવા માટે લખી રહી છું કે મેં શું કર્યું. હું માનું છું કે તમે આ વાંચતા ચોંકી ગયા હશો કે ભ્રમિત થયા હશો. પણ તમે તેને પૂરુ વાંચશો પછી તમે મારા વિચારોને સમજી શકશો અને આશા છે કે મને સપોર્ટ પણ કરશો.

image source

સિંધુએ આગળ લખ્યું કે, આ મહામારી મારા માટે આંખ ખોલનારી રહી છે. હું સૌથી કઠણ પ્રતિદ્વંદી સાથે લડવા માટે આકરી મહેનત કરી રહી છું. મેં પહેલાં પરણ આમ કર્યું છે અને ફરીથી પણ કરી શકું છું. પણ આ અદ્રશ્ય વાઈરસને કેવી રીતે હરાવીશ જેનાથી સમગ્ર દુનિયા પરેશાન થઈ ગઈ છે. ઘરમાં અનેક મહિનાઓ થઈ ગયા છે. અને બહાર નીકળતા સમયે પણ પોતાની જાતને સવાલ કરી રહ્યા છીએ.

image source

ઉલ્લેખનીય છે કે, સિંધુએ આ ટ્વીટ લોકોમાં કોરોના વાઇરસ પ્રત્યે જાગરુકતા વધે એવા હેતુથી કર્યું હતું. સિંધુની આ પોસ્ટ એક મેસેજનો ભાગ હતી જે કોરોના વાયરસથી બચવા અને સ્વસ્છતાને લઈ લખાઈ હતી. સિંધુની આ પોસ્ટથી તેના ફેન્સ અચાનક આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેઓને પહેલો ફોટો જોઈને એમ જ લાગ્યું કે, તેણે સંન્યાસ લઈ લીધો છે અને ડેનમાર્ક ઓપન તેની અંતિમ ટુર્નામેન્ટ હતી. જો કે, આખી પોસ્ટ વાંચ્યા બાદ લોકોને રિટાયર પાછળના અસલી મેસેજનો ખ્યાલ આવ્યો હતો. આ ટ્વીટ વાયરલ થયા બાદ તેને રિટ્વીટ કરીને ખેલ મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે ખરેખર આ સાંભળીને મને મિની હાર્ટ એટેક આવી ગયો.

ઉલ્લેખનીય છે કે, 24 વર્ષની પીવી સિંધુ 2019માં બેડમિન્ટનમાં ભારતની પહેલી વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તેણે ફાઈનલમાં 2017ની ચેમ્પિયન જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવી હતી. આ સિંધુનો વર્લ્ડ ચેમ્પિયનમાં 5મો મેડલ હતો. તે એવું કરનારી દુનિયાની બીજી મહિલા ખેલાડી છે. તેણે 1 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રોન્ઝ જીત્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે પીવી સિંધુ શરૂઆતમાં દરરોજ ઘરથી 56 કિલોમીટર દૂર બેડમિન્ટન કેમ્પમાં ટ્રેનિંગ માટે જતી હતી. શરૂઆતના વર્ષોમાં તે સવારે 4:15 વાગ્યે ઉઠીને બેડમિન્ટનની પ્રેક્ટિસ શરૂ કરતી હતી. પીવી સિંધુએ બેડમિન્ટનની શરૂઆતની ટ્રેનિંગ સિકંદરાબાદમાં મહેબૂબ અલી પાસે અને પછી પુલેલા ગોપીચંદની એકેડમી જોઇન કરી હતી. પીવી સિંધુ બેડમિન્ટન ખેલાડી પુલેલા ગોપીચંદની જોરદાર ફેન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.