શું વાત છે? 167 વર્ષના ઇતિહાસમાં ભારતીય રેલવેમાં પ્રથમ વખત બની આ ઘટના.

સમયની બાબતે જો આપણે ભારત દેશની વાત કરીએ તો આપણને હંમેશા નિરાશા જ મળે છે. વાત ટ્રેનના સમય પર ચાલવાની હોય, વાત બસના સમય પર ચાલવાની હોય કે પછી વાત માણસના સમયસર ચાલવાની કેમ ન હોય. આપણા દેશમાં સમય બાબતે સૌથી વધારે સમસ્યા હોય તો એ સરકારી તંત્રોમાં થનારા કામ બાબતે છે.

IMAGE SOURCE

જો કે મોદી સરકાર આવ્યા પછી કહો અથવા દેશની પ્રજાની પાછળના વર્ષોમાં જાગૃત્તામાં થયેલ વૃદ્ધિ કહો પણ ઘણા સમયથી આપણા દેશમાં પણ વિદેશ જેવી સમયની સતર્કતા વધી રહી છે. આવા સમયે દેશના સૌથી જુના તંત્ર એટલે કે ભારતીય રેલ ખાતાએ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

રેલ્વે મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી

IMAGE SOURCE

તમને જાણીને આનંદ થશે કે ભારતના રેલ ખાતાએ એક એવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ટ્રેનોનું સંચાલન 100 ટકા સમયસર થયું છે. આ ઘટના 167 વર્ષના રેલ્વેના ઇતિહાસમાં પ્રથમ વખત ઘટી છે. જો કે ઇતિહાસમાં પ્રથમ વખત જ એવું બન્યું છે કે ટ્રેનો નિર્ધારિત સમય પર ચાલીને નિર્ધારિત સમયે જ સ્ટેશનો સુધી પહોચી શકી છે.

image source

આ રેકોર્ડ સર્જાયો છે 1 જુલાઈ 2020ના રોજ. એકમાત્ર એવો દિવસ જ્યારે દેશ ભરની બધી જ ટ્રેનો સમયબદ્ધ પોતાના નિર્ધારિત સ્ટેશન સુધી પહોચી હતી. આ માહિતી રેલ્વે મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં માત્ર એક્સપ્રેસ અને સ્પેશ્યલ ટ્રેનો જ ચાલી રહી છે.

99.54 ટકા સમયબદ્ધતાનો રેકોર્ડ તુટ્યો

IMAGE SOURCE

જો કે આજે જ્યારે રેલ્વે મંત્રાલયે 100 ટકા સમયબદ્ધ સંચાલનનો રેકોર્ડ પોતાને નામે કર્યો છે, ત્યારે આપને જણાવી દઈએ કે આ પહેલા રેલ્વે વિભાગે 23 જુનના દિવસે 99.54 ટકા સમયબદ્ધતાનો રેકોર્ડ સર્જ્યો હતો. જો કે આ દિવસે માત્ર એક જ ટ્રેન પોતાના સમય કરતા મોડી પડી હતી. સામાન્ય દિવસોમાં રેલ્વે આટલી સમયસર ક્યારેય પહોચી શકી નથી. આ અંગેની માહિતી રેલ્વે મંત્રાલય દ્વારા શેર કરવામાં આવી હતી.

રેલ્વે વિભાગના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ માહિતી આપી

image source

કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે આ સમયબદ્ધતા બાબતે ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કરીને કહ્યું હતું કે, હાલમાં ટ્રેનો ફાસ્ટ લેનમાં ચાલી રહી છે. ટ્રેનની સેવાઓમાં હવે સુધાર થઇ રહ્યો છે, આ સાથે જ કોરોના જેવા ખાતરના સમયે પણ ટ્રેન લોકોને પોતાના ઘરે પહોચાડવામાં સહાયક સાબિત થઇ છે. મહત્વનું છે કે કોરોનાના કારણે રેલ્વેની તમામ નિયમિત ટ્રેનો હજુ શરુ થઇ નથી. જો કે એ બધી જ ટ્રેનો પર લગભગ ૧૨ ઓગસ્ટ સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.