તહેવારો શરૂ થાય એ પહેલા જ ભારતીય રેલ્વેએ લીધો આ જબરજસ્ત નિર્ણય, લાભ લેવો હોય તો જલદી વાંચી લો આ લેટેસ્ટ માહિતી

તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે ભારતીય રેલ્વેએ લીધો આ મોટો નિર્ણય – વધારે 200 ટ્રેન ચલાવવામાં આવશે

ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં તેહવારની સીઝન આવી રહી છે. અને તે દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થઈ શકે છે અને તેને જોતા ભારતીય રેલ્વેએ લગભગ 200 જેટલી વધારાની ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું છે. જે ટ્રેનની ક્લોન ટ્રેન ચાલી રહી છે તેમની ઓર વધારે ક્લોન ટ્રેન ચલાવવામાં આવી શકે છે. આ દરમાયન ભારતીય રેલ્વેએ સપ્ટેમ્બર મહિનામાં કોઈ પણ વર્ષની સરખામણીએ અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન કરીને 102 મિલિયન ટન માલ લાદવાનો રેકોર્ડ બનાવ્યો છે.

image source

રેલ બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ વિનોદ કુમાર યાદવે ગુરુવારની વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે આવનારી તહેવારોની સીઝનને જોતાં રેલ્વે સ્થિતિની એકધારી જાણકારી રાખતું રહેશે. 15 ઓક્ટોબરથી 30મી નવેમ્બર દરમિયાન લગભગ 200 વધારાની ટ્રેન ચલાવવામાં આવી શકે છે.

image source

અને જો જરૂર જણાઈ તો તેની સંખ્યામાં ઓર વધારે વધારો થઈ શકે છે. તેમણે જણાવ્યું કે બુધવારે જ રેલ બોર્ડે બધા જ ઝોનના મહાપ્રબંધકો સાથે બેઠક કરી તેમને નિર્દેશ આપી દીધા છે કે ગયા વર્ષના તેમજ આ વર્ષના મુસાફરોની ટ્રાફિક પેટર્ન તેમજ કોરોના કાળની સ્થિતિનું વિશ્લેષણ કરીને બધી જ ટ્રેનોને ચલાવા વિષે તેમની અનુમાનિત સંખ્યા જણાવવામાં આવે. એક સાથે નહીં પણ જરૂર પ્રમાણે ટ્રેન ચલાવવામાં આવશે.

image source

યાદવે જણાવ્યું કે રાજ્ય સરકાર સાથે પણ સમન્વય બનાવવામાં આવ્યો છે. રેલ બોર્ડ એક સાથે બહુ બધી ટ્રેનની ઘોષણા કરવાની જગ્યાએ જરૂરિયાત પ્રમાણે રોજ બે-ચાર ટ્રેન શરૂ કરી રહ્યું છે. કારણ કે કોરોના કાળમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. તેમણે જણાવ્યું કે આ દરમિયાન ભારતીય રેલ મુસાફરોની સુરક્ષિત મુસાફરી માટે પણઁ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને સ્ટેશનો તેમજ ટ્રેનમાં જરૂરી જાણકારી પણ આપવામા આવી રહી છે. રેલ્વે સ્ટેશનની આસપાસના ગામના લોકોને પણ આ વિષે જણાવવામાં આવી રહ્યું છે.

સપ્ટેમ્બરમાં 102.12 મિલિયન ટન માલ લાદવાનો રેકોર્ડ

image source

યાદવે જણાવ્યું કે સપ્ટેમ્બરમાં માલ લાદવાના આંકડામાં ભારતીય રેલે 102.12 મિલિયન ટન માલ લાદવાનો એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે. કોઈ પણ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં આ આંકડો આનાથી વધારે નથી થયો.

image source

ગયા વર્ષે આ મહિનામાં 88.5 મિલિયન ટન સામાન લદાયો હતો જેમાં આ વર્ષે 13.59 મિલિયન ટનનો વધારો થયો છે. એટલે કે 15.35 ટકાનો વધારો જોવા મળ્યો છે. રેલ્વેએ તેનાથી 9896.86 કરોડની રાજસ્વ મેળવી છે જે ગયા વર્ષે 8716.29 કરોડ રૂપિયા હતી. આમ આ વર્ષે તેમાં 1180.57 કરોડનો વધારો થયો છે. એટલે કે તેમાં 13.54 ટકાનો વધારો નોંધાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span