રેલ્વે જંકશનના બોર્ડ પર કેમ લખેલ હોય છે સમુદ્ર તળથી ઊંચાઈ, જાણો તેની પાછળની હકીકત…

ભારતીય રેલવે વિશ્વનું બીજું સૌથી મોટુ રેલવે નેટવર્ક ધરાવે છે. આજે પણ અનેક યુવાઓ રેલવેમાં નોકરી મેળવવા માટે અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓને પાસ કરવાની તૈયારીઓ કરે છે. આવામાં આજે અમે તમને એવી માહિતી વિશે જણાવીશું, જેના વિશે તમારું ક્યારેય ધ્યાન નહિ ગયું હોય. શું તમે ક્યારેય વિચાર્યું છે, ભારતીય રેલવે સ્ટેશન પર સ્થળોના લાગેલા મોટા બોર્ડની નીચે ‘સમુદ્ર તળથી ઊંચાઈ’ કેમ લખવામાં આવે છે. આ પાછળ એક ખાસ કારણ છે. આજે જાણી લો તેનો જવાબ.

image source

બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’ લખવું માપણી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જોકે, તેનો મુસાફરો સાથે કોઈ મતલબ નથી હતો. તેનો ઉપયોગ ટ્રેન ચાલકો માટે કરવામાં આવે છે.

image source

બધા જ જાણે છે કે આપણી પૃથ્વી ગોળ છે. આવામાં વૈજ્ઞાનિકોને ગણતરી કરવા માટે આવા સમુદ્ર તળનું અંતર જાણવાની જરૂર હોય છે, જે એકસમાન રહે. આવામાં સમુદ્ર તળથી બેસ્ટ ઓપ્શન બીજો કોઈ જ નથી. વૈજ્ઞાનિકો તેને બેસ્ટ માને છે.

image source

સમુદ્ર તળથી ઊંચાઈ લખવામાં સૌથી મોટો ફાયદો એ છે કે, માની લો કે જો કોઈ ટ્રેન 200 મીટર ‘સમુદ્ર તળની ઊંચાઈ’થી તે 300 મીટર ‘સમુદ્ર તળની ઊંચાઈ’ પર જઈ રહી છે, તો ચાલક તે વાતો અંદાજ આસાનીથી લગાવી શકે છે કે, તેને ટ્રેનની શું સ્પીડ વધારવાની છે, ક્યારે અને કેટલી વધારવાની છે.

image source

આ ઉપરાંત સમુદ્ર તળના આંકડાની મદદથી ટ્રેનના ઉપર લાગેલા વિજળીના તારોમાં એક સમાન ઊંચાઈ આપવામાં પણ મદદ મળે છે. જેનાથી વીજળીના તાર ટ્રેનના તારો સાથે દર વખતે સંપર્કમાં ન રહે.

image source

તો બીજી તરફ, રેલવે ભરતીની પરીક્ષાઓમાં પણ રેલવે વિશે આવા જ સવાલો પૂછવામાં આવે છે, જેના વિશે દરેક પરીક્ષકને ખબર હોવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.