હવામાન વિભાગની આગાહીઃ રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં કાલથી પડી શકે ભારે વરસાદ

હાલમાં રાજ્યભરમાં વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જો કે રાજ્યના ઘણા શહેરોમાં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે, આવા સમયે હવે ગુજરાતમાં આવતી કાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વર્તમાન સમયે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું હોવાના કારણે સૌરાષ્ટ્ર સહિત સંપૂર્ણ રાજ્યમાં સાર્વત્રિક ક્ષેત્રોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઇ ચુક્યું છે, જે હવે મુંબઈ થઈને ગુજરાત તરફ સતત આગળ વધતું જઈ રહ્યું છે.

image source

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

હાલમાં જ્યારે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા હોવાના સમાચાર સામે આવ્યા છે, એના પગલે હવામાન ખાતાએ પણ હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અંગે જણાવ્યું છે.

image source

જો કે વરસાદની આ સ્થિતિ માત્ર દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ નહિ પણ આ સિવાય દાદરાનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ, તાપી, ડાંગમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત આગળ વધી રહેલા આ સર્ક્યુલેશન બાદ ગુજરાત ભરમાં વરસાદ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.

અમદાવાદમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી

image source

વરસાદ માટે કરવામાં આવેલી આ આગાહી બાબતે હવામન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પુરતી શક્યતાઓ જોવા મળી રહી છે. જ્યારે અમદાવાદમાં આજે સામાન્ય અને આવતીકાલે ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે.

image source

આ ઉપરાંત ગુજરાતના વિવિધ જીલ્લા અને વિસ્તારોમાં પણ કાલે ભારે વરસાદ થઇ શકે છે. આ આગાહી મુજબ એમણે રાજ્યના દાદરા નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી અંગે પણ જણાવ્યું હતું.

દરિયા કિનારાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ શરુ

image source

જો કે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ 6 જુલાઈ સુધીમાં લગભગ દક્ષીણ સાથે જોડાયેલા ગુજરાત રાજ્યમાં છવાઈ જશે, જેને પરિણામે સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની શરૂઆત પણ થઇ જશે. આ જ પ્રકારે આ વરસાદી માહોલ 10 જુલાઈ સુધીમાં આખાય ગુજરાત રાજ્યને આવરી લેશે. જો કે આ સિસ્ટમના ભાગરૂપે હાલમાં દરિયા કિનારાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ શરુ થઇ ચુક્યો છે. જે કાલ સુધીમાં ભારેથી અતિભારે વરસાદમાં ફેરવાઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.