ગુજરાતમાં આ બે તારીખોમાં થશે બારે મેઘ ખાંગા, હવામાન વિભાગે કરી આગાહી

16 અને 17 જુલાઈના રોજ ગુજરાતમાં થશે બારે મેઘ ખાંગા – હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દસ દિવસથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદ અવારનવાર પડી ગયો છે. હાલ જાણે મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વિરામ બાદ ફરી 16-17 જુલાઈના રોજ મેઘરાજા રાજ્યના સમુદ્ર કિનારાના વિસ્તારોને ઘમરોળશે.

image source

તેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને પણ આ દિવસોમાં દરિયો ખેડવા નહીં જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે આવનારા બે દિવસો એટલે કે 16મી જુલાઈ અને 17મી જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના સમુદ્રકાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, કચ્છ, તેમજ સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ તેમજ નવસારીમાં અને દિવ દ્વિપ પર પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. તેની સાથે સાથે દાદરા નગર હવેલી, ડાંગ જિલ્લો તેમજ સુરતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, સોમનાથ તેમજ ગીરમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.

માછી મારોને સમુદ્રથી દૂર રહેવાની ચેતવણી

image source

હવામાનની આગાહીના પગલે તંત્રએ પણ માછીમારોને આ બે દિવસ સમુદ્રથી દૂર રહેવાની ચેવતણી આપી છે. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાત તેમજ અમદાવાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

માત્ર 24 કલાકમાં આ વિસ્તારોમાં ખાબક્યો છે ભારે વરસાદ

image source

અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડી ગયો છે. ખાસ કરીને જુનાગઢના વંથલીમાં અત્યાર સુધીમાં 4.25 ઇંચ વરસાદ પડી ગયો છે. જુનાગઢ શહેરમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે.

ઉનામાં છેલ્લા 24 કલાકમાં 1.45 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે જ્યારે સતલાસણમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. અને જાફરાબાદ તેમજ આહવામાં પણ દોઢ ઇંચ વરસાદ પડી ગયો છે.

તો ગીર ગઢડામાં પણ 4.25 ઇંચનો વરસાદ પડ્યો છે જ્યારે શિહોરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો વાંકાનેર તેમજ જેસરમાં 2-2 ઇંચ વરસાદ પડી ગયો છે.

image source

ભાવનગર જિલ્લાના બરવાળામાં 1.25 ઇંચ તેમજ અમરેલિમાં 1.25 ઇંચ અને લિલિયામાં પણ સવા ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ સિવાય ખંભાળિયામાં 1 ઇંચ જ્યારે, ખાંભા, કામરેજ, મેંદરડા, ધંધૂકા, દસાડા તેમજ વાલોદમાં 1.25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે.

image source

અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પડી ચૂક્યો છે જો કે અમદાવાદમાં હજું કહેવાય એવું ચોમાસાનું આગમન થયું નથી. ક્યારેક ક્યારેક હળવાથી ભારે ઝાપટા પડી જાય છે. પણ આવનારી 16-17 જુલાઈએ ફરી પાછો વરસાદી માહોસ સર્જાઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span