ચાલુ વરસાદે નહિ મારવા પડે ગાડીને ધક્કા, ફક્ત આટલું ધ્યાન રાખો…

ચોમાસાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. દેશના અનેક મહાનગરોમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. ત્યારે ચોમાસામાં સૌથી મોટી સમસ્યા ડ્રાઈવિંગની હોય છે. આ સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. ચોમાસામાં મોટાભાગના લોકો એવી ભૂલો કરી બેસે છે, જેને કારણે ચોમાસામાં ડ્રાઈવિંગની મજા એક સજા બનીને રહી જાય છે. આજે અમે તમને એવી કેટલીક ભૂલો વિશે બતાવીશું, જેનાથી તમારે સાવધાન રહેવાની જરૂર છે.

1.

image source

અનેકવાર એવું જોવાયું છે કે, કેટલાક લોકો પાણીની વચ્ચે ઉતરીને તે કેટલું ઉંડુ ભરાયું છે, તે માપવા લાગે છે. ત્યારે આવું કરવું બહુ જ ખતરનાક બની શકે છે. આવું ક્યારેય ન કરો. કેમ કે, રસ્તા પરની નીચે જતી ગટરની લાઈનો પર મેઈન હોલના ઢાંકણ પણ હોય છે. બની શકે છે કે, તે ઢાંકણ ખુલ્લા પણ હોય છે. ત્યારે કોઈ પણ દુર્ઘટના બની શકે છે.

2.

image source

ચોમાસામાં કેટલાક લોકોને પાણીમાં તેજ ગાડી ચલાવીને રસ્તા પર એકઠા થયેલા પાણીને ઉડાવવાની મજા આવે છે. પણ આવું કરવાથી બચો, નહિ તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અનેકવાર પાણીનો કેટલોક હિસ્સો કારના બોનેટ અથવા તો એન્જિનમાં જઈ શકે છે. જેને કારણે ટેકનિકલ ખરાબી આવી શકે છે. આ ઉપરાંત તમારી આ ભૂલને કારણે અન્ય વાહનચાલકોને પણ તકલીફ થી શકે છે.

3.

image source

પાણીથી ભરેલા રસ્તા પર ક્યારેય બીજા વાહનોનો પીછો ન કરો. હંમેશા એવું જોવાયું છે કે, આગળવાળો વાહનચાલક નીકળે એટલે બાકીના પાછળ આંધળા ભક્તની જેમ તેનો પીછો કરે છે. પાણી ભરાયા હોય ત્યારે લોકો વિચાર કરે છે કે, તે ત્યા નીકળશે, ત્યાં હું નીકળી જઈશ. પણ આવી ભૂલ જરા પણ ન કરતા. અનેકવાર લોકો પોતાની ભૂલને કારણે બીજાને મુસીબતમાં નાખી દે છે. તેથી કોઈ પણ વાહનને આંધળાની જેમ ફોલો ન કરો. પહેલા રસ્તાની જાતે જ તપાસ કરો, અને બાદમાં તમારી ગાડી હંકારો.

4.

image source

પાણીથી ભરાયેલી રસ્તા પર ક્યારેય બીજા વાહનોનો પીછો ન કરો. તેમજ કોઈ એવી જગ્યા પર વાહનની સ્પીડ ઓછી ન કરો, જ્યાં પાણીનું સ્તર વધુ છે. કેમ કે, પાણીનો ભરાવ તે સમયે તમને ખબર નહિ હોય, તેથી પાણીનું સ્તર વધીને તમારા કારના દરવાજા દ્વારા અંદર આવી શકે છે. એવા રસ્તાની પસંદગી કરો જ્યાં પાણીનું સ્તર ઓછું છે.

5.

image source

વરસાદનું પાણી રોડના કિનારા પર વધુ વહે છે, જ્યારે કે વચ્ચેનો હિસ્સો થોડો ઊંચો બનાવાયેલો હોય છે. તેથી યોગ્ય રસ્તાની પસંદગી કરીને તમારા વાહનને રસ્તાની વચ્ચોવચ રાખવાનો પ્રયાસ કરો. કિનારા પર પાણીના વહેણને કારણે રસ્તો તૂટવાની તથા માટી અને કીચડનો ભય રહે છે. તેમાં ગાડી ફસાઈ શકે છે, તેથી આવું ન કરતા.

6.

image source

જો ગાડી બંધ થઈ જાય તો ઘબરાતા નહિ. પાણી ભરાતા ગાડીના એન્જિનમાં અંદર પાણી જઈ શકે છે. તેથી આવા સમયે એન્જિનને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ ન કરતા. નહિ તો તમારી મુશ્કેલી વધશે. ગાડી બંધ થઈ જાય તો તેને ત્યા જ મૂકી દો, અથવા તો બીજાની ગાડી ખેંચવામાં મદદ કરો.

7.

રોજ તમે એક જ રસ્તાથી ઘરે જતા હોવ, તો ચોમાસામાં વૈકલ્પિક રસ્તાઓની જાણકારી રાખો. તેથી જો એક રસ્તા પર પાણી ભરાય, તો તમે બીજા રસ્તાથી સરળતાથી નીકળી શકો.

8.

image source

આ એક એવી સમસ્યા છે, જે ચોમાસામાં વાહન ચલાવતા સમયે દરેક વાહનચાલકમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ બહુ જ ખતરનાક હોઈ શકે છે. તેનાથી ગાડી સ્કીડ એટલે કે સ્લીપ ખાઈ જવાની શક્યતા રહે છે. જો પાણી ભરાયું છે, તો બ્રેક માર્યા બાદ પાણી એક્ઝોસ્ટના રસ્તે ગાડીમાં આવી શકે છે, અને કાર બંધ પડી શકે છે. તેથી વગર દેખ્યે બ્રેક ન મારો.

બીજા મિત્રો સાથે આ માહિતી અચૂક શેર કરજો અને મદદરૂપ થાવ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.