અમિત શાહના મંત્રાલયની મોટી કાર્યવાહીઃ કોંગ્રેસના 3 ટ્રસ્ટમાં દાનની રકમ અંગે તપાસ આદરી
હાલમાં કોરોના મહામારી દરમ્યાન મોદી સરકારે PM કેયર્સ નામે એક ફાઉન્ડેશન બનાવ્યું હતું અને તેમાં જે દાન આવે તે કોરોના જેવી રાષ્ટ્રીય આપતી દરમ્યાન તેનો ખર્ચ કરવો એવું જાહેરાત કરી હતી. ત્યારબાદ સતત કોંગ્રેસ દ્વારા તેના પર પ્રશ્ન કરવામાં આવતો હતો. પરંતુ હાલમાં કોંગ્રેસને મુશ્કેલી તેના જુના ફાઉન્ડેશન માટે પડી રહી છે.

રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં આવતા ફંડ વિશે તપાસ કરવા માટે સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશન સતત વિવાદોના પ્રશ્ન સામે ઉભું રહ્યું છે. તેના ભંડોળને લઈને ઉદભવતા પ્રશ્નને લઈને કેન્દ્ર સરકારે એક કમિટીની રચના કરી છે. આ કમિટી રાજીવ ગાંધી ફાઉન્ડેશનની મળેલ ફંડ અને તેના દ્વારા કરવામાં આવેલ ખર્ચ ઉપરાંત ઉલ્લંઘન વિશે તપાસ કરવામાં આવશે. આ સમિતિનું નેતૃત્વ એન્ફોર્સમેન્ટ સ્પેશિયલ ડાયરેકટ કરશે.

અત્રે જણાવવાનું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2005-06માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી ત્રણ લાખ અમેરિકી ડોલર (લગભગ 2.26 કરોડ રૂપિયા)ની રકમ મળી હતી. પાર્ટી અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસે જણાવવું જોઈએ કે આટલી મોટી રકમ કયા મુદ્દે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મળી હતી? આ ફાઉન્ડેશનના અધ્યક્ષ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી છે અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેના સભ્ય છે.

રાજીવ ગાંધી ફાઉન્ડેશનની તપાસ માટે એક સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત 3 ટ્રસ્ટની તપાસ કરશે. ગડબડીઓની તપાસ માટે મંત્રીઓની એક સમિતિ બનાવવામાં આવી છે. ફાઉન્ડેશનની તપાસ PMLA, આવકવેરા અધિનિયમ અને FCRA એક્ટ હેઠળ કરવામાં આવશે.

રાજીવ ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના 21 જૂન 1991 ના રોજ કરવામાં આવી હતી. તેના વર્તમાન કેન્દ્રિત ક્ષેત્રો શિક્ષણ, અપંગતા અને કુદરતી સંસાધન સંચાલન છે. ફાઉન્ડેશનને આપવામાં આવેલા તમામ દાનમાં આવકવેરા અધિનિયમની કલમ 80 જી હેઠળ 50 ટકાની મર્યાદામાં કર કપાતપાત્ર છે.

જેપી નડ્ડાએ ૨૦૦૭-૨૦૦૮ અને ૨૦૦૫-૨૦૦૬ ના વર્ષો દરમિયાન દાતાની સૂચિની છબીઓ પણ તેમના દાવાની પાછળ રજૂ કરી હતી. આ યાદીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ગેઇલ સહિત રાજયની માલિકીની અનેક કંપનીઓ અને ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય સહિતના મંત્રાલયો સામેલ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ બુધવારે એક ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી. ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, ‘કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક ઈન્ટર મિનિસ્ટ્રીયલ કમિટિની રચના કરી છે જે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ કરશે.’
જો કે કોંગ્રેસ દ્વારા આ તમામ આરોપોને નકારી દેવામાં આવ્યા છે અને રાજીવ ગાંધી ફાઉન્ડેશન દેશનું ફાઉન્ડેશન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના દાવા પ્રમાણે રાજીવ ગાંધી ફાઉન્ડેશન સેવા કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે. વર્ષ 2005-06માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને PMNRF તરફથી 20 લાખ રૂપિયા જેટલી સામાન્ય ધનરાશિ મળી હતી જેનો ઉપયોગ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહોમાં રાહત કાર્યો માટે કરવામાં આવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.