જાણી લો ગુજરાતના આ શહેર વિશે, જ્યાં બનશે ચીન જેવા રમકડા, એ પણ સસ્તા ભાવે

કોરોના કાળમાં વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ ધપાવવા હાકલ કરી હતી. તેવામાં થોડા સમય પહેલા ગલવાન ઘાટીમાં ચીન સાથે ભારતીય સૈનિકોની ઝડપ થતાં ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આ ઘટના બાદ દેશમાં ચીનનો બોયકોટ કરવાનું અભિયાન શરુ થયું છે. આ ઘટના બાદ રાજકોટમાં એક ઉદ્યોગકારે ચીની રમકડાંને ટક્કર આપે તેવા રમકડાં તૈયાર કરવાની શરુઆત કરી છે.

image source

રાજકોટ અત્યાર સુધી ડીઝલ એન્જિન, ઓટોમોબાઈલ સેક્ટરમાં હબ ગણાતું હતું. પરંતુ હવે રાજકોટ રમકડાંના ઉત્પાદન માટે પણ આત્મનિર્ભર બન્યું છે. આ પહેલથી પીએમની આત્મનિર્ભરતાની વાત જળવાઈ છે અને સાથે જ ચીનનો બોયકોટ કરવાની શરુઆત પણ થઈ છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે અહીં રિમોટ કંટ્રોલ કાર, ડોક્ટર સેટ, બ્યુટી સેટ, પુલબેગ સહિતના મોટા રમકડાં બનવાનું શરૂ થતા જ દેશભરમાંથી 10 ગણી ઈન્ક્વાઈરી વધી છે. આ રમકડાંની ખાસ વાત એ છે કે તેની કીમત ઓછી હશે કારણ કે જે ટેકનોલોજીનો ઉપયોગ કરી આ રમકડાં બને છે તે ચીનની સરખામણીએ 15 ટકા ઓછી કોસ્ટથી એકમને પડે છે.

image source

મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા પાર્ટસનો ઉપયોગ આ રમકડાં બનાવવાની મશીનરીમાં થાય છે. આ ઉદ્યોગમાં ધમધમાટ શરુ થતાં અનેક સ્થાનિક બહેનો પણ આત્મનિર્ભર બની છે. જાણવા મળે છે કે રમકડાં ઉદ્યોગમાં કામ કરી અને રાજકોટ, મોરબી અને અન્ય ગ્રામ્ય વિસ્તારની 700થી વધુ મહિલાઓ રોજગારી મેળવે છે.

image source

આ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિ જણાવે છે કે, કોરોના પછી અને ભારત સાથેના ચીનના સંબંધ ખાટા થયા પછી લોકો તેમનો સંપર્ક કરતાં અને માંગ કરતાં કે તેમને હવે મેડ ઈન ઇન્ડિયાના રમકડાં લેવા છે ચીનના નહીં પણ માર્કેટમાં તે મળતા નથી. આ વાતથી તેમને પ્રેરણા મળી અને તેમણે મશીનરી વિકસાવી અને રમકડાંનું ઉત્પાદન શરુ કર્યું.

image source

તેમણે રમકડાં બનાવવાની શરુઆત કરતાં પહેલા રીસર્ચ કરી હતી અને તે પ્રમાણે રમકડાં બનાવનારને તાલીમ આપવામાં આવી. આ કામ માટે રોજ 15 કલાકનો સમય રિસર્ચ અને ટ્રેનિંગમાં જતો. ચીનમાંથી આવતા રમકડાં બનાવવા અઘરા હતા પરંતુ તેમણે રિસર્ચ કરી અને કામને સરળ બનાવ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.