શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની જોઇ લો આ તસવીર, જેમાં દેખાય છે એકદમ ઘરડા
રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી એ સેલેબ્રેટીઓના ટોળામાં સૌથી મસ્તીખોર યુગલ ગણાય છે. અવારનવાર તેઓ મસ્તી ભરેલી વિડીયો અથવા ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. આવા સમયે હાલમાં લોકડાઉનના કારણે સામાન્ય જનજીવન ફરીથી શરુ થાય એની રાહ જોતા જોતા બંને ઘરડા થઈ ગયા છે. રાજ કુંદ્રાએ ટ્વીટર પર એક ફોટો અપલોડ કર્યો છે, જેમાં બંને બહુ ઘરડા દેખાઈ રહ્યા છે. એમણે જણાવ્યું હતું કે લોકડાઉન ખુલવાની રાહ જોવામાં એમના કેવા હાલ થઇ ગયા છે.

લોકડાઉન પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે

આપને જણાવી દઈએ કે ભલે સરકારે અનલોકના બીજા તબક્કા દ્વારા ઘણી છૂટછાટ આપી હોય પણ કોરોના વાયરસનું સંક્રમણ હજુ યથાવત છે. આવા સમયે સાવધાની જ સુરક્ષા માટેનું સૌથી સરળ માધ્યમ ગણાય છે. આવા સમયે દેશના લોકો અને બોલીવુડના સ્ટાર હાલમાં ઘણી સાવધાની વર્તી રહ્યા છે. કારણ કે છૂટછાટ છતાં સરકારે આવશ્યક જરૂરિયાત ન હોય એવી સ્થિતમાં ઘરમાં રહેવાની સલાહ આપી છે, એવામાં ઘરે બેસીને આ મહામારી પૂરી થવા અને લોકડાઉન પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિ રાજ કુંદ્રાએ એક તસ્વીર પોસ્ટ કરીને દર્શાવી છે.
બેબી આ લોકડાઉન ક્યારે પતશે?
Waiting for the lockdown to finish with @TheShilpaShetty #RajFuntra pic.twitter.com/YcblwIADA8
— Raj Kundra (@TheRajKundra) July 4, 2020
રાજ કુંદ્રા દ્વારા હાલમાં જ એક ફોટો ટ્વીટરમાં શેર કરવામાં આવ્યો છે, જેમાં એમણે દર્શાવ્યું છે કે લોકડાઉનમાં રહીને એમના અને શિલ્પા શેટ્ટીના કેવા હાલ થઇ ગયા છે. ફોટામાં રાજ અને શિલ્પા બેઠેલા છે અને ઘણા ઘરડા થઈ ગયા છે. બંને જણે એકબીજાનો હાથ પકડી રાખેલો છે. રાજ શિલ્પાને પૂછી રહ્યા છે કે બેબી આ લોકડાઉન ક્યારે પતશે? આ ફોટોના કેપ્શનમાં એમણે લખ્યું છે કે શિલ્પા શેટ્ટી સાથે લોકડાઉન પટવાની રાહ જોતા…

શિલ્પા અને રાજ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મસ્તીખોર કપલ
આપને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સોશિયલ મીડિયા પર અવારનવાર મજેદાર કોમેડી વિડીયો શેર કરતા રહે છે. આ બંને વચ્ચેની મસ્તી જોવા લાયક હોય છે. શિલ્પા અને રાજ આ ઇન્ડસ્ટ્રીના સૌથી મસ્તીખોર કપલ્સમાં ગણાય છે, અને એમના ફોલોઅરને પણ એમનો આ જ અંદાઝ ઘણો પસંદ પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ જોડી મસ્તીની સાથે યોગમાં પણ વિશ્વાસ રાખે છે.

જો કે યોગ એ શિલ્પા શેટ્ટી અને એમના પરિવારનો મહત્વનો ભાગ ગણાય છે. એમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે આ વર્ષે એક વિડીયો શેર કર્યો હતો, જેમાં એ રાજ કુંદ્રા અને દીકરા વિયાન સાથે યોગ કરી રહી હતી. આ સાથે જ એમણે ફીટ રહેવા માટેનો સંદેશ એમના ફેન્સને આપ્યો હતો. શિલ્પા અને રાજના લગ્ન વર્ષ 2009માં થયા હતા, એમને બે બાળકો પણ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.