જાણો તમે પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ..!
ગુજરાતમાં પ્રી-મોનસુનથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચુકી છે. પાછળના લગભગ એક અઠવાડીયાથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જો કે બુધવારના સવાર સુધીમાં તો આખાય રાજ્યમાં ૨૩૧ મીમી જેટલો વરસાદ ખાબક્યો છે. એટલે કે વરસાદના મોસમ દરમિયાન આવતા વરસાદના ૨૮ ટકા જેટલો વરસાદ થઇ ચુક્યો છે. આ વરસાદ પાછળના ૬ વર્ષની તુલનામાં રેકોર્ડબ્રેક ગણાઈ રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૧૫ ઇંચ જેટલો વરસાદ
આ વખતે અનેક રેકોર્ડની જેમ ગુજરાત રાજ્યમાં વરસાદનો પણ નવો જ રેકોર્ડ નોધાયો છે. મોટાભાગના દક્ષીણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. જો કે આ વર્ષે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ એટલે કે ૩૭૪ મીમીજેટલો વરસાદ એટલે કે ૧૫ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. આ વરસાદ એ કુલ વરસાદના ૫૫ ટકા જેટલો છે. બીજી બાજુ કચ્છમાં પણ હવે ધોધમાર વરસાદ પડવાથી નવો રેકોર્ડ સર્જાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ૨૮૪ મીમી એટલે કે કુલ વરસાદના ૬૯ ટકા વરસાદ સાથે મોખરે રહ્યું છે. જો કે મહત્વનું છે કે પાછલા વર્ષે ૮ જુલાઈ સુધીમાં કચ્છમાં માત્ર ૬ ટકા વરસાદ જ પડ્યો હતો.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ
આપને જણાવી દઈએ કે રાજ્યના સાત જેટલા તાલુકામાં ૧૦૦ ટકા કરતા વધારે વરસાદ પડયો છે. આ તાલુકામાં ખંભાળિયામાં ૧૮૩ ટકા જેટલો, દ્વારકામાં ૧૪૮ ટકા, માંડવીમાં ૧૪૬ ટકા, કલ્યાણપુરમાં ૧૩૮ ટકા, કાલાવાડમાં ૧૩૪ ટકા, ભાણવડમાં ૧૦૯ ટકા તેમજ પોરબંદર તાલુકામાં ૧૦૦ ટકા જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાયના અન્ય વિસ્તાર જેવા કે જામ જોધપુરમાં ૯૮.૧૯ ટકા, કુતિયાણામાં ૯૮.૧૦ ટકા, રાણાવાવમાં ૯૪.૧૪ ટકા, ગઢડામાં ૯૧ ટકા, લાલપુરમાં ૯૧ ટકા તથા મુંદ્રા તાલુકામાં ૯૧ ટકા જેટલો વરસાદ ખાબક્યો છે.

૧૨૬ જેટલા ગામોમાં હજુ સુધી વીજળી ગૂલ
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસતા ભારે વરસાદને કારણે રાજ્યના કુલ ૪૫૬ જેટલા ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પરિણામે લોકોને વીજના અભાવે હાલાકી ભોગવવી પડી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ૧૨૬ ગામમાં વીજ પુરવઠો હજી સુધી ખોરવાયેલ સ્થિતમાં જ છે. જો કે તંત્ર દ્વારા આ સુધારની કામગીરી જલ્દી જ શરુ કરી દેવામાં આવી છે.

૧૨ સ્ટેટ હાઇવે અને ૯૦ સ્થાનીક માર્ગો બંધ
આપને જણાવી દઈએ કે રાજ્ય ભરમાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. આવા સમયે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિવિધ વિસ્તારો ટાપુમાં ફેરવાઈ ગયા છે. પરિણામે અનેક માર્ગોને બંધ કરવા પડ્યા છે. આ બંધ કરવામાં આવેલા રસ્તાઓમાં ૧૨ જેટલા સ્ટેટ હાયવે સહીત ૯૦ જેટલા સ્થાનિક માર્ગોનો પણ સમાવેશ કરી શકાય છે.
આ માર્ગોમાં નીચે પ્રમાણેના રસ્તાઓનો સમાવેશ થાય છે. જેમાં ભુજમાં ૧ સ્ટેટ હાયવે, રાજકોટના ગ્રામીણ વિસ્તારોમાં ૮ જેટલા રસ્તાઓ, મોરબીમાં ૧, દ્વારકામાં ૪ સ્ટેટ હાયવે સહીત ૩૦ પંચાયત વિસ્તાર જોડીને કુલ ૩૪ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
જામનગરમાં ૧ સ્ટેટ હાયવે અને ૯ ગ્રામીણ માર્ગો સહીત કુલ ૧૧ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢમાં ૨ સ્ટેટ હાયવે અને ૯ ગ્રામીણ સહીત કુલ ૧૨ તેમજ પોરબંદરમાં ૪ સ્ટેટ હાયવે ૨ અન્ય માર્ગો અને ૧૧ ગ્રામીણ રસ્તાઓ મળીને કુલ ૧૭ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ રસ્તાઓના બંધ કરવા અંગે નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું કે રસ્તાઓ બંધ કરવાથી એસટી બસના સંચાલનમાં કોઈ ખામીઓ આવી નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.