RAMAYAN: હનુમાને પોતાના ખભા પર આ રીતે બેસાડ્યા હતા રામ-લક્ષ્મણને, જોઇ લો તમે પણ આ વિડીયોમાં

રામાયણ સીરીયલમાં લક્ષ્મણનો રોલ નિભાવનારા સુનીલ લહરીએ ટીવી સીરીયલની શુટિંગ સાથે જોડાયેલ અનેક સારા કિસ્સાઓ શેર કર્યા હતા. લોકડાઉન દરમિયાના દુરદર્શન પર જ્યારથી રામાયણ અને મહાભારત શરુ કરવામાં આવી છે, ત્યારથી આ બંને શો વિશેની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.

image source

જો કે આ બંને શોના કલાકારો સાથે સાથે સીરીયલના કેટલાક દ્રશ્યો પણ લોકપ્રિય થયા હતા. જો કે અત્યારે આ શો પૂર્ણ થઇ ચુક્યો છે, આ લોકડાઉનમાં થયેલા પ્રસારણ દરમિયાન દર્શકોનો ભરપુર પ્રેમ મળ્યો હતો. આવા સમયે રામાયણ ટીવી સીરીયલમાં લક્ષ્મણનું પાત્ર નિભાવનારા સુનીલ લહરીએ આ શોની શુટિંગ વખતના કેટલાક મજાના કિસ્સાઓ શેર કર્યા હતા. આ દરમિયાન એમણે સીરીયલના એ દ્રશ્ય વિશે વાત કરી જેમાં હનુમાન રામ અને લક્ષ્મણને પોતાના ખભા પર બેસાડીને હવા માર્ગથી લઇ જતા હોય છે.

image source

સુનીલ લહરીએ કહ્યું હતું કે આ દ્રશ્ય બ્લુ પડદો, બ્લુ ટેબલ અને એક રેમ્પના સહારે કોઈ પ્રકારની વિશેષ ઈફેક્ટ સિવાય શૂટ કરવામાં આવ્યું હતું. ટ્વીટર પર શેર કરવામાં આવેલી વિડીયો દ્વારા સુનીલ લહરીએ કહ્યું હતું કે, ‘જ્યારે રામ લક્ષ્મણને હનુમાન પોતાના ખભા પર બેસાડીને લઇ જાય છે, એ શૂટ કરવું બહુ મહેનત માંગી લેનારું કામ હતું. આ દ્રશ્યને વિશેષ ઈફેક્ટ આપવાની જરૂર હતી. સ્પેશ્યલ ઈફેક્ટની જગ્યાએ એ સમયે જે સાધનો ઉપલબ્ધ હતા એ માત્ર ક્રોમા ઈફેક્ટ જ હતી. ક્રોમા માટે બ્લુ રંગના બે ટેબલ મુકવામાં આવ્યા હતા અને એમને બ્લુ રંગના કપડાથી કવર કરી દેવામાં આવ્યા હતા. પાછળનું આખુય બેકગ્રાઉન્ડ પણ બ્લુ રંગના પડદાથી ઢાંકવામાં આવ્યું હતું.

image source

એમણે આગળ જણાવ્યું હતું કે હનુમાનના હાથ માટે હાથના આકારમાં એક રેમ્પ જેવું બનાવવામાં આવ્યુ હતું. આ રેમ્પ પર ચઢીને અમારે જવાનું હતું. જ્યારે અમેં એ રેમ્પ પર ચઢી રહ્યા હતા ત્યારે એવું જ લાગતું હતું કે જાણે અમે હનુમાનજીના હાથ પર ચઢીને જ જઈ રહ્યા છીએ. તમે એ દ્રશ્યમાં એક કડું પણ જોયું હશે, જે હનુમાનજીના હાથમાં પહેરેલું હતું. આ કડું પણ દ્રશ્ય મુજબ અમારે પાર કરવાનું હતું. તેમ જ આ કડાને અમારા કરતા મોટું દેખાડવાનું હતું. આ બધું અમારે કલ્પના કરવાનું હતું.

image source

સુનીલ લહરીએ આગળ કહ્યું કે ‘જ્યારે મને અને અરુણ ગોહિલને હનુમાનના ખભા પર બેસવાનું હતું. જો કે શુટિંગ વખતે તો અમને સમજાતું જ ન હતું કે આ બધું શું થઇ રહ્યું છે. અમે જ્યારે પૂછ્યું જે શું અને કેવી રીતે કરવાનું છે, ત્યારે રામાનંદ સાગર સાહેબે કહ્યું કે એ જેમ નિર્દેશ આપે તેમ જ કરવાનું છે. બસ ત્યાર પછી અમે બધું એમ જ કરતા રહ્યા જેમ જેમ અમને રામાનંદ સાગર સાહેબ કહેતા રહ્યા હતા. એમણે આ દ્રશ્ય દરમિયાન હનુમાનની સામે જોવાનું કહ્યું હતું અને એમની સામે અમે જોતા રહ્યા હતા. પછી એમણે રામ તરફ જોવાનું કહ્યું, તો મેં એમ જ કર્યું. પછી એમની સામે હસવાનું કહેવામાં આવ્યું અને નીચે જોવા પણ કહેવાયું. જો કે આ દ્રશ્ય અમને નહિ સમજાયું હોય, પણ રામાનંદ સાગર સમજતા હતા. એમને કહ્યું કે બહુ ઉંચાઈ પર હોય અને નીચે જોતા કેવું લાગે એવું વર્તન કરો. બસ આમ જ અમે કર્યું, આ સહીન જયારે પૂર્ણ થયો અને અમે જોયો તો અમને વિશ્વાસ નહતો આવતો કે અમે આટલી સારી રીતે કરી રહ્યા છીએ. બધાને આ દરમિયાન મજા આવતી હતી અને દ્રશ્ય ગમ્યું પણ હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.