જાણો રમા એકાદશીનું શું છે શાસ્ત્રમાં મહત્વ, લક્ષ્મીજીની કૃપા મેળવવા આ દિવસે ભૂલથી પણ ના કરતા આ કામ નહિં તો…

ભારતમાં તહેવારો અને ઉત્સવોનું ઘણુ મહત્વ રહેલુ છે. વર્ષો ભારતમાં પૂજા અને વ્રતને વિશેષ મહત્વ આપવામાં આવે છે. લોકો ભક્તિભાવ સાથે આરાધ્ય દેવની પૂજા કરે છે અને તેનું વ્રત રાખે છે. હિન્દુ ધર્મમાં એકાદશીનુ વિશેષ મહત્વ રહેલુ છે. કારતક મહીનામાં કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી દિવાળીનાં ચાર દિવસ અગાઉ આવે છે. આ એકાદશીનુ મહત્વ અન્ય એકાદશી કરતા વિશેષ હોય છે કારણ કે ચર્તુમાસની અંતિમ એકાદશી હોય છે. રમા એકાદશીને ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી નામવામા આવે છે. તેથી કોઇ વ્યકિત આ એકાદશીનુ વ્રત રાખે છે. તેને દિવસ દરમિયાન પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુને તુલસીનુ પાન જરૂરથી અર્પણ કરવાના રહે છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મી દેવીનુ પણ પૂજન કરવુ પડે છે, ત્યારબાદ બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવું પડે છે. તો આવો જાણીએ રમા એકાદશી દરમિયાન તમારે કઈ કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું અને પૂજા કેવી રીતે કરવી.

રમા એકાદશીનુ મહત્વ

image source

રમા એકાદશી વ્રત કામઘેનુ અને ચિંતામણિના સમાન ફળ આપે છે. આને કરવાથી વ્રતી પોતાના બધા પાપોનો નાશ કરતા ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે. મૃત્યુ પછી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કારતક મહીનામાં કૃષ્ણ પક્ષની એકાદશીએ કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખવાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે. પ્રસાદમાં ખાસ માખણ અને મિસરીનો ભોગ ધરાવવો. દિવસમાં એક વખત ફળાહાર કરવું અન્નનું સેવન ન કરવું. આ ઉપરાંત એકાદશીના વ્રતમાં ચોખા ખાવાની મનાઇ હોય છે. તેથી જ્ચારે પણ એકાદશી હોય ત્યારે ચોખાનુ ભોજન ન કરવુ જોઇએ. આ દિવસે ચોખા ખાવાથી એકાદશીના વ્રતથી કરેલા પુણ્યનો નાશ થાય છે. કામધેનુ તુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે, હિતકારી અને પ્રીતકારી છે. વ્રત અતિ સરળ છે, વિધિમાં માત્ર ઉપવાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વ્રત આબાલવૃદ્ધ સર્વ કરી શકે છે. એકાદશી વ્રત એ મોક્ષમાર્ગનું સોપાન છે. પૂરા ભક્તિ ભાવ સાથે આ વ્રત કરવામાં આવે તો તેમનું ફળ વ્રતિને અવશ્ય મળે છે.

શુભ મુહૂર્ત

image source

તિથિ પ્રારંભ 3 નવેમ્બરના રોજ સવરે 03 વાગીને 22 મિનિટથી

રમા એકાઅશી સમાપ્ત્ત – 12 નવેમ્બર ગુરૂવાર 12 વાગીને 40 મિનિટે સમાપ્ત

રમા એકાદશી પારણાનો સમય – 12 નવેમ્બરના રોજ સવારે 06.42 મિનિટથી 08.51 મિનિટ સુધી

વ્રત કરવાની રીત

image source

આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની વિધિ વિધાનથી પૂજા કરો. તેમને ફળ આદિનો ભોગ ધરાવી આરતી કરવી. પૂજા દરમિયાન તુલસીના પાન અચૂક ચઢાવવા. ત્યારબાદ આ વ્રત કર્યાનો સંકલ્પ કરવો અને વ્રતની કથા વાંચવી. આ દિવસે ઘરે સુંદરકાંડ, ભજન કે ગીતા પાઠ કરવાથી પાપનો નાશ થાય છે.

રમા એકાદશીની વ્રતકથા

image source

રમા એકાદશીનો સંબંધ પ્રાચિનરાળ સાથે છે. પ્રાચીનકાળમાં મુચુકુંદ નામનો પ્રસિદ્ધ રાજા હતો. તેની દેવતાઓ સાથે પાક્કી મિત્રતા હતી. તે સત્યવાદી, વિષ્ણુભક્ત અને ભજન કરનારો હતો. મોટી કુશળતાથી રાજ્યનુ સંચાલન કરતો હતો. એકવાર તેની ઘરે કન્યાનો જન્મ થયો. ત્યાની શ્રેષ્ઠ નદી ચન્દ્રભાગાના નામ પર એ કન્યાનુ નામ ‘ચંન્દ્રભાગા’ રાખવામાં આવ્યુ. મહરાજ ચન્દ્રસેનના પુત્ર શોભન સાથે તેના લગ્ન કરવામાં આવ્યા.

પત્ની ચંદ્રભાગાએ સતી થવાનો નિર્ણય કર્યો

image source

ત્યાર બાદ એક દિવસ શોભન પોતાના સસરા મુચુકુંદજીના ઘરે આવ્યો. સંયોગથી એ દિવસે અગિયારસ હતી. ચન્દ્રભાગાએ વિચાર્યુ કે મારા પતિ નબળા છે તે ભૂખ સહન કરી શકતા નથી. હવે શુ થશે ? કારણ કે અહી મારા પિતાજીના શાસનના નિયમ-કાયદા પણ કઠોર છે. દસમીના દિવસે નગારુ વગાડીને એકાદશે વ્રતની સૂચના આપવામાં આવે છે કે અગિયારસના દિવસે કોઈએ પણ અન્ન-ભોજન ખાવાનુ નથી. બધાને અનિવાર્ય રૂપે એકાદશી વ્રત કરવુ પડશે. ઢંઢેરો સાભંળીને શોભને પોતાની પત્નીને કહ્યુ, હવે આપણે શુ કરવુ જોઈએ. હવે આપણે એવો કોઈ ઉપાય કરીએ જેથી મારો જીવ પણ બચી જાય અને વ્રત પણ ન ભંગ થાય. આખરે તેમની પત્નીએ કહ્યું થોડુ મુશ્કેલ છે કારણ કે આજના દિવસે માત્ર મનુષ્યો જ નહિં પરંતુ પશુંઓને પણ આ દિવસે ભોજન આપવામાં આવતુ નથી. સમગ્ર રાજ્યમાં આ દિવસે બધા મનુષ્યોથી લઈને પશુઓ આ વ્રત રાખે છે. એવામાં તમે ભોજન કરશો તો મોટી આફત આવી પડશે.

પત્ની ચંદ્રભાગાએ સતી થવાનો નિર્ણય કર્યો

image source

પત્નીની વાત શાંભળીને શોભને પણ વ્રત રાખવાનું નક્કી કર્યું અને જે થાય તે જોયુ જશે એમ કહીને તેમણે પણ ઉપવાસ કર્યો. પરંતુ ક્યારેય ભુખ સહન ન કરી હોવાના કારણે તેમનું મૃત્યું થયું. જેના વિયોગમાં તેમની પત્ની ચંદ્રભાગાએ સતી થવાનો નિર્ણય કર્યો પરંતુ તેમના પિતાએ તેમને આ પગલુ ભરતા રોકી લીધી અને ત્યાર બાદ મુનિવર્યની સલાહથી ચંદ્રભાગાએ આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું હતું અને વ્રતના પ્રભાવથી તેને દૈવી સુખ પ્રાપ્ત થયું હતું અને દિવ્ય દેહે શોભનનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું હતું.

આ વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે

image source

આ વ્રત અંગે વાત એ છે કે, રમા એટલે સ્ત્રી, એટલે કે પોતાની પત્નીના કહેવાથી આસો વદ એકાદશી મુચુકુંદ રાજાએ વિધિપૂર્વક કરી હતી. અને આ રાજા તથા રાણી બંને આ લોકમાં સર્વ પ્રકારનાં સુખ ભોગવી વિષ્ણુલોકમાં રમમાણ કરવા ગયાં હતાં, એટલે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું. આ કથા મહાપાપનાશક કહેવાય છે, કામધેનુ તુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે, હિતકારી અને પ્રીતકારી છે. વ્રત અતિ સરળ છે, વિધિમાં માત્ર ઉપવાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વ્રત આબાલવૃદ્ધ સર્વ કરી શકે છે. આ વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.